Tech News: સિમકાર્ડ વિના કોલ, ઈન્ટરનેટ અને મેસેજની સુવિધા ? Google લાવી રહ્યું છે નવું ફિચર

તાજેતરમાં, કેટલાક ડિવાઈસમાં ઇ-સિમ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે, જેથી ફોનમાં ડ્યુઅલ સિમની સુવિધા આપવામાં આવી રહી છે અને જગ્યા પણ બચાવી શકાય છે.

Tech News: સિમકાર્ડ વિના કોલ, ઈન્ટરનેટ અને મેસેજની સુવિધા ? Google લાવી રહ્યું છે નવું  ફિચર
Sim Card (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 10:11 AM

સિમ કાર્ડ એ કોઈપણ ફોનનો મુખ્ય ભાગ છે. તેની મદદથી યુઝર્સ એક ફોન પર કોલિંગ, મેસેજિંગ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે. જો તમારા ફોનમાંથી સિમ કાર્ડ (Sim Card) લગાવવા માટે તમારી પાસે જગ્યા સમાપ્ત થઈ જાય તો શું ? વાસ્તવમાં, સ્માર્ટફોન (Smartphone)માં વધી રહેલા ફીચર્સને કારણે, સિમ કાર્ડ માટે ઉપલબ્ધ જગ્યા સતત ઘટી રહી છે. પહેલા ફુલ સિમ કાર્ડથી મિની, પછી માઇક્રો અને હવે નેનો સિમ કાર્ડ્સ અમલમાં આવ્યા છે. તાજેતરમાં, કેટલાક ઉપકરણોમાં ઇ-સિમ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે, જેથી ફોનમાં ડ્યુઅલ સિમની સુવિધા આપવામાં આવી રહી છે અને જગ્યા પણ બચાવી શકાય છે.

ગૂગલ નવું ફીચર લાવી રહ્યું છે

એવું લાગે છે કે થોડા દિવસોમાં સિમ કાર્ડ ઇન્સ્ટોલ કરવાની જરૂરિયાત સમાપ્ત થઈ શકે છે. ગૂગલે એન્ડ્રોઇડ 13 માં તેનો તોડ શોધી કાઢ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, ગૂગલ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેના પછી યુઝર્સને સિમ કાર્ડનો ઉપયોગ કરવા માટે સ્પેસની જરૂર નહીં પડે. આ ફીચર એન્ડ્રોઈડ 13માં જોઈ શકાય છે. તેનું નામ Multiple Enabled Profiles (MEP) છે.

e-SIM ની મર્યાદાઓ

આ ફીચરની મદદથી બે ઓપરેટરનો સિંગલ ઈ-સિમમાં ઉપયોગ કરી શકાશે. વપરાશકર્તાઓ તેમની વચ્ચે સરળતાથી સ્વિચ કરી શકશે. ઇ-સિમ કાર્ડની પોતાની મર્યાદાઓ અને પડકારો છે. હાલમાં, ઈ-સિમમાં એક સમયે માત્ર એક જ પ્રોફાઈલ એક્ટિવેટ થાય છે. તેથી, ડ્યુઅલ સિમ સપોર્ટ માટે મલ્ટીપલ ઇ-સિમ કાર્ડ, ડ્યુઅલ ફિઝિકલ સિમ કાર્ડ અથવા એક ઇ-સિમ અને એક ફિઝિકલ સિમ કાર્ડની જરૂર રહે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

MEP કેવી રીતે કામ કરશે?

રિપોર્ટ્સ અનુસાર ગૂગલે આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. એન્ડ્રોઇડ 13 માં, “અમે Multiple Enabled Profiles (MEP) સુવિધા જોઈ શકીએ છીએ, જેના પર એક જ ઇ-સિમ પ્રોફાઇલ પર બે કેરિયર્સનો ઉપયોગ કરી શકાય છે. રિપોર્ટ્સ અનુસાર, ગૂગલ આ ફીચર પર વર્ષ 2020થી કામ કરી રહ્યું છે. આ ફીચરની રજૂઆત બાદ સ્માર્ટફોન ઉત્પાદકો સિમ કાર્ડ સ્લોટમાંથી છૂટકારો મેળવી શકશે. તેનાથી હેન્ડસેટમાં પહેલા કરતા વધુ સ્પેસ પણ મળશે.

આ પણ વાંચો: Success Story : આફતમાં અવસર શોધી પ્રોફેસરે છત પર શરૂ કરી જૈવિક ખેતી, ઉગાડી રહ્યા છે ફળ અને શાકભાજી

આ પણ વાંચો: Tech Tips: WhatsApp ના 4 જરૂરી ફિચર્સ જે દરેક યુઝર્સએ કરવા જોઈએ ઉપયોગ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">