Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Birthday: ગૂગલની શરૂઆત 25 વર્ષ પહેલા થઈ હતી, આજે તે દરેકને આંગળીઓ પર નચાવે છે

Google 25th Anniversary: ગૂગલ આજે 25 વર્ષનું થઈ ગયું છે. 1998 માં, સમગ્ર વિશ્વમાં હલચલ મચાવનાર ગૂગલ સર્ચ એન્જિનની શરૂઆત થઈ હતી. છેલ્લા 25 વર્ષોમાં તે ઈન્ટરનેટની દુનિયાનો બેતાજ બાદશાહ બની ગયુ છે. ગૂગલ આજે આપણા માટે કેટલું મહત્વનું બની ગયું છે ? ચાલો જોઈએ

Google Birthday: ગૂગલની શરૂઆત 25 વર્ષ પહેલા થઈ હતી, આજે તે દરેકને આંગળીઓ પર નચાવે છે
Google BirthdayImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 7:24 AM

Google 25th Birthday: તમારું મનપસંદ સર્ચ એન્જિન Google આજે તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ઈન્ટરનેટ જગતના સૌથી મોટા નામોમાંના એક ગૂગલે સફળતાના અનેક ઝંડા ગાડ્યા છે. તે માત્ર સર્ચ એન્જિન માટે જ નહીં પરંતુ અન્ય ઘણી સેવાઓ માટે પણ જાણીતું છે. ખોટા સ્પેલિંગથી શરૂ થયેલું ગૂગલ આજે વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન બની ગયું છે. છેલ્લા 25 વર્ષોમાં તેણે આખી દુનિયાને અનેક રીતે પોતાની સાથે જોડી રાખી છે. આ જ કારણ છે કે ગૂગલ આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે.

જો તમે ઇન્ટરનેટ પર કંઈપણ શોધવા માંગતા હો, તો લોકો ફક્ત ‘Google’માં જુઓ એમ કહે છે. એકંદરે, આ પ્લેટફોર્મ જ્ઞાનનો ભંડાર છે. અહીં તમને નાના બાળકથી લઈને ઉચ્ચ લાયકાત ધરાવતા વ્યાવસાયિક સુધીના દરેક માટે જરૂરી માહિતી મળશે. Google તમારા લગભગ બધા જ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરે છે, જેમ કે શું, શા માટે, ક્યારે, ક્યાં, કોણ, કેવી રીતે. આખી દુનિયા તેની આંગળીઓ પર નાચી રહી છે એમ કહીએ તો ખોટું નહીં હોય.

ગૂગલની શરૂઆત

ગૂગલ એ બે અમેરિકન કોમ્પ્યુટર વૈજ્ઞાનિકો લેરી પેજ અને સેર્ગેઈ બ્રિનના મગજની ઉપજ છે. બંનેએ 4 સપ્ટેમ્બર 1998ના રોજ ગૂગલની શરૂઆત કરી હતી. લેરી પેજ અને સર્ગેઈ બ્રિન તે સમયે કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પીએચડીના વિદ્યાર્થીઓ હતા.

Health Tips : ઉનાળામાં ગુંદ ખાવાથી આટલા રોગ થશે છૂમંતર !
માત્ર 189માં મળી રહ્યો 28 દિવસનો પ્લાન ! Jioની ધમાકેદાર ઓફર
ત્વાચા પરથી ટેનિંગ દૂર કરવાના 5 અસરકારક ઘરેલુ ઉપાય
રાત્રે ક્યારેય પાયલનો અવાજ સાંભળાયો છે? જાણો તે શુભ છે કે અશુભ
આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટની ઉંમરમાં કેટલું અંતર છે? જાણો
Hanuman Chalisa: હનુમાન ચાલીસા વાંચવાનો સાચો નિયમ શું છે?

તમને જાણીને નવાઈ લાગશે કે, શરુઆતમાં ગૂગલનું નામ Google નહીં પણ Backrub રાખવાનું હતું, પરંતુ એવું થઈ શક્યું નહીં. સ્પેલિંગ મિસ્ટેકને કારણે તેનું નામ ગૂગલ થઈ ગયું છે. આ એક ખૂબ જ રસપ્રદ વાત છે, જેને તમે આ લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો.

આ રીતે તેઅગ્રેસર બન્યું

એક સમય હતો જ્યારે લોકો ઈમેલ માટે Yahoo Mail અને Rediff Mail નો ઉપયોગ કરતા હતા. ગૂગલે જીમેલ લોન્ચ કરીને લોકોને એક નવો વિકલ્પ આપ્યો છે. આજે તે વિશ્વની સૌથી મોટી ઈ મેઇલિંગ સેવાઓમાંની એક છે. તમે YouTube ને કેવી રીતે ભૂલી શકો? વિશ્વનું સૌથી મોટું વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પણ ગૂગલનો એક ભાગ છે. તે જ સમયે, સ્માર્ટફોન ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી એન્ડ્રોઇડ ઓએસ સિસ્ટમ પણ ગૂગલની છે.

અમેરિકાની દિગ્ગજ ટેક કંપની આલ્ફાબેટ ગૂગલની માલિક છે. ભારતીય મૂળના સુંદર પિચાઈ તેના સીઈઓ છે. કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં પણ ઝડપથી આગળ વધી રહી છે. ટેક ફર્મે Google Bard AI લોન્ચ કર્યું છે, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ચેટબોટ સેવા છે.

ગૂગલ 27 સપ્ટેમ્બરે તેની વર્ષગાંઠ ઉજવે છે (Credit: Google)

27 સપ્ટેમ્બર જ શા માટે?

જેમ કે અમે તમને જણાવ્યું હતું કે ગૂગલ 4 સપ્ટેમ્બર 1998 ના રોજ શરૂ થયું હતું. પ્રથમ સાત વર્ષ સુધી કંપની આ દિવસે તેની વર્ષગાંઠની ઉજવણી કરતી રહી. પાછળથી, કંપનીએ સર્ચ એન્જિન પર રેકોર્ડ સર્ચ પેજ ઉમેરવાની યાદમાં 27 સપ્ટેમ્બરે વર્ષગાંઠ ઉજવવાનું નક્કી કર્યું. ત્યારથી ગૂગલ સત્તાવાર રીતે 27 સપ્ટેમ્બરે તેની વર્ષગાંઠ ઉજવે છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
કેરી રસીયાઓ સાવધાન, ગ્વાલિયા સ્વીટસે પધરાવ્યો વાસી રસ- ગ્રાહક
કેરી રસીયાઓ સાવધાન, ગ્વાલિયા સ્વીટસે પધરાવ્યો વાસી રસ- ગ્રાહક
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">