યુટ્યુબર્સ માટે ખુશખબરી! વીડિયોના કમેન્ટ બોક્સમાં લોકો નહીં કરી શકે અભદ્ર ભાષાનો ઉપયોગ, જાણો કેવી રીતે

New Tech Update: યુટ્યુબ પોતાના પોતાના યુઝર્સ માટે નવા ટૂલ લાવ્યુ છે. જેની મદદથી યુઝર્સની સુવિધામાં વધારો થશે,ચાલો જાણીએ યુટ્યુબના આ નવા ટૂલ વિશે.

યુટ્યુબર્સ માટે ખુશખબરી! વીડિયોના કમેન્ટ બોક્સમાં લોકો નહીં કરી શકે અભદ્ર ભાષાનો ઉપયોગ, જાણો કેવી રીતે
Youtube new toolsImage Credit source: ફાઇલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 9:00 PM

દુનિયાની દરેક ટેક કંપનીઓ હરિફાઈમાં ટકી રહેવા માટે પોતાને અપડેટ કરતી રહે છે. જેથી દુનિયામાં વધુમાં વધુ લોકો તેની સુવિધાનો ઉપયોગ કરે. જેથી તેનો સીધો લાભ કંપનીને થઈ શકે. હાલમાં યુટ્યુબે (Youtube) પોતાના યુઝર્સ માટે નવા ટૂલ લોન્ચ (New tools) કર્યા છે. જેનાથી યુટ્યુબર્સની સુવિધામાં વધારો થશે. યુટ્યુબે સ્પામ કોમેન્ટ્સને બ્લોક કરવા માટે એક નવુ ટૂલ લોન્ચ કર્યું છે, આ માટે યુટ્યુબર્સએ યુટ્યુબ સ્ટુડિયો સેટિંગ્સ બદલવી પડશે. આમાં ઘણા વિકલ્પો આપવામાં આવ્યા છે. યુટ્યુબ અનુસાર સેટિંગ્સમાં ‘ઇંક્રીઝ સ્ટ્રિક્ટનેસ’(Increase Strictness) વિકલ્પને ચાલુ કર્યા પછી આવી બધી ટિપ્પણીઓ જે સ્પામ એટલે કે અભદ્ર ભાષા, ગાળ હશે અથવા ID અથવા નામ બદલીને કરવામાં આવી છે, તે તમામ સમીક્ષા માટે રાખવામાં આવશે.

આ કારણે આવ્યુ નવુ ટૂલ

યુટ્યુબ અનુસાર ટૂલ સ્પામ ટિપ્પણીને અવરોધિત કરવા માટે બનાવવામાં આવ્યું હતું, કારણ કે કેટલીકવાર યુટ્યુબર્સ સારી ચાલી રહેલી ચેનલો પર કેટલીક ટિપ્પણી કરીને યુઝર્સને તેમની યુટ્યુબ ચેનલ પર લાવવાનો પ્રયાસ કરે છે. પોતાના સબસ્ક્રાઈબર્સ વધારવા તેઓ આવુ કરતા હોય છે.

Less Strict Option વિકલ્પ

આ ટૂલમાં લેસ સ્ટ્રિક્સ વિકલ્પ પણ હશે, તેને પસંદ કરીને તમે બધી ટિપ્પણીઓને જાતે જ રિવ્યૂ કરી શકો છો. આ સિવાય તમે ટિપ્પણીને સંપૂર્ણપણે દૂર પણ કરી શકો છો. તેના નામ અનુસાર આ વિકલ્પ ઓછો કડક હશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા છુપાવી ના શકાય

યુટ્યુબ એ વધુ એક ફેરફાર કર્યો છે, જે મુજબ યુટ્યુબર્સ હવે તેમના સબસ્ક્રાઈબર્સની સંખ્યા છુપાવી શકશે નહીં, આ નિયમ 29 જુલાઈથી લાગુ થશે. આ પછી યુટ્યુબમાં આપેલા સબસ્ક્રાઈબર્સને છુપાવવાનો વિકલ્પ દૂર થઈ જશે. Youtubeએ સ્વીકાર્યું કે કેટલાક યુટ્યુબર્સ સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા વધારવા માટે સબ્સ્ક્રાઈબર્સને છુપાવે છે, પરંતુ એકવાર આ વિકલ્પ ખતમ થઈ જાય પછી વસ્તુઓ દરેક માટે સુરક્ષિત રહેશે. યુટ્યુબ મુજબ હવે તે કેરેક્ટર સેટ પણ ઓછો થઈ જશે એટલે કે યુઝર્સ પોતાની ચેનલનું નામ અપડેટ કરતી વખતે ઓછા કેરેક્ટરનો ઉપયોગ કરી શકશે. આમ ટેકનોલોજીની દુનિયાનું આ સૌથી જૂનો વીડિયો એપ પોતાની સુવિધામાં અને ફીચર્સમાં વધારો કરી રહ્યુ છે. જેથી વધુમાં વધુ યુઝર્સ તેનો લાભ લઈ શકે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">