Tech Tips: બિનજરૂરી મેસેજ નોટિફિકેશનથી મેળવો છૂટકારો, આ રીતે કરો ચેટ્સને મ્યૂટ
ઘણી વખત એપ્લિકેશન પર રોજિંદા ધોરણે ઘણા બધા મેસેજ આવે છે, ખાસ કરીને ગ્રુપ ચેટ્સ (Group Chats) પર, જેના કારણે કેટલાક વપરાશકર્તાઓને સમસ્યા થાય છે. તેનાથી બચવા માટે યુઝર્સ તેમના ચેટ ગ્રુપને છોડી શકે છે. પરંતુ, કેટલીકવાર આ કરવું શક્ય હોતું નથી.
આજકાલ સોશિયલ મીડિયા (Social Media)એપ્સનો પ્રસાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં, WhatsApp, Facebook અને Telegram વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સોશિયલ મીડિયા એપ્સ છે. યુઝર્સ મોટે ભાગે ચેટિંગ માટે વોટ્સએપ (WhatsApp) અને ટેલિગ્રામનો ઉપયોગ કરે છે. આ સાથે ફેસબુક મેસેન્જરનો ઉપયોગ ચેટિંગ માટે પણ મોટા પાયે થાય છે. એવા ઘણા યુઝર્સ પણ છે જેઓ આ બધી એપ્સને પોતાની જરૂરિયાત મુજબ ઉપયોગ કરે છે. અને આવી સ્થિતિમાં, ઘણી વખત એપ્લિકેશન પર રોજિંદા ધોરણે ઘણા બધા મેસેજ આવે છે, ખાસ કરીને ગ્રુપ ચેટ્સ (Group Chats) પર, જેના કારણે કેટલાક વપરાશકર્તાઓને સમસ્યા થાય છે. તેનાથી બચવા માટે યુઝર્સ તેમના ચેટ ગ્રુપને છોડી શકે છે. પરંતુ, કેટલીકવાર આ કરવું શક્ય હોતુ નથી.
યુઝર્સ પર્સનલ ગ્રુપ સાથે સાથે પ્રોફેશનલ ગ્રુપ્સ પર એક્ટિવ રહે છે, જેના માટે તેને અપડેટ રહેવાની જરૂર રહે છે. આવી સ્થિતિમાં, જો યુઝર્સ આને ઉકેલવા માંગતા હોય, તો આ ગ્રુપને મ્યૂટ કરવું એક સારો વિકલ્પ હોઈ શકે છે. જો તમે ઈચ્છો તો, તમે કોઈની ચેટને મ્યૂટ અને અનમ્યૂટ પણ કરી શકો છો. અમે તમારા માટે WhatsApp, Facebook મેસેન્જર અને ટેલિગ્રામ પરની ચેટ્સને મ્યૂટ કરવાની પ્રક્રિયાને અહીં લીસ્ટ કરી છે. જેથી કરીને તમે તમારી ચેટ્સ સાથે સરળતાથી અપડેટ રહી શકો અને બિનજરૂરી મેસેજ નોટિફિકેશનથી છૂટકારો મેળવી શકો.
Facebook Messenger પર તમારી ચેટ્સને કેવી રીતે મ્યૂટ કરવી
આ કરવા માટે, સૌથી પહેલા તમારી ફેસબુક મેસેન્જર એપ ખોલો અને કોઈપણ ચેટ પર જાઓ જેને તમે મ્યૂટ કરવા માંગો છો. તે પછી તેને દબાવી રાખો. આ પછી તમારે ‘Mute Notifications’નો વિકલ્પ પસંદ કરવો પડશે. પૉપ અપ થતા ડાયલોગ બૉક્સમાં, તમે ચેટને મ્યૂટ કરવા માંગો છો તે સમયગાળો પસંદ કરો અને પછી Ok દબાવો. આ પછી તમારી વાતચીત મ્યૂટ થઈ જશે.
WhatsApp પર તમારી ચેટ્સને કેવી રીતે મ્યૂટ કરવી
WhatsApp પર ચેટને મ્યૂટ કરવા માટે, તમે જે ચેટને મ્યૂટ કરવા માંગો છો તેના પર જાઓ. પછી તેને દબાવી રાખો અને પછી ભલે તે સિંગલ એકાઉન્ટ હોય કે ગ્રુપ ચેટ. આ પછી તમને વોટ્સએપના ટોપ ડાયલોગ બોક્સમાં મ્યૂટ આઇકોન દેખાશે. તેને દબાવો, ડાયલોગ બોક્સમાં જે પોપ અપ થાય છે, તે સમયગાળો પસંદ કરો કે જેના માટે તમે વાતચીતને મ્યૂટ કરવા માંગો છો. તમને વાતચીતને કાયમ માટે મ્યૂટ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે.
ટેલિગ્રામ પર તમારી ચેટ્સને કેવી રીતે મ્યૂટ કરવી
સૌ પ્રથમ ટેલિગ્રામ પર તમારી ચેટ પસંદ કરો જેને તમે મ્યૂટ કરવા માંગો છો. ત્યાર બાદ તેને પકડી રાખો. આ પછી તમને ટેલિગ્રામના ટોપ ડાયલોગ બોક્સમાં મ્યૂટ આઇકોન દેખાશે. તેને દબાવો, ડાયલોગ બોક્સમાં જે પોપ અપ થાય છે, તે સમયગાળો પસંદ કરો કે જેના માટે તમે વાતચીતને મ્યૂટ કરવા માંગો છો. જો તમે તેને કાયમ માટે મ્યૂટ કરવા માંગતા હો, તો “Disable” પર દબાવો. અને તમારી ચેટ મ્યૂટ થઈ જશે.
આ પણ વાંચો: અહીં માત્ર 85 રૂપિયામાં વેચાય છે ઘર, ખરીદવા માટે લોકોની થઈ પડાપડી !
આ પણ વાંચો: Video: નાઈજીરિયન કલાકારોએ રિક્રિએટ કર્યો ભારતીય ટીવી સીરિયલનો જબરદસ્ત સીન, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-