અહીં માત્ર 85 રૂપિયામાં વેચાય છે ઘર, ખરીદવા માટે લોકોની થઈ પડાપડી !

વિશ્વના ઘણા દેશોમાં ઘરની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ જ કારણ છે કે લોકો ફ્લેટ અને મકાનો અડધી કિંમતે પણ વેચવા તૈયાર છે. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે.

અહીં માત્ર 85 રૂપિયામાં વેચાય છે ઘર, ખરીદવા માટે લોકોની થઈ પડાપડી !
Italy (Social Media)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 8:16 AM

કોરોના મહામારી (COVID-19 Pandemic)ને કારણે ઘણા દેશોમાં લોકોનું કામ બગડી ગયું છે. વિશ્વભરમાં હજારો અને લાખો લોકો હતા જેમણે ઘણું સહન કર્યું હતું. માત્ર મોટા શહેરોમાં જ નહીં પરંતુ નાના શહેરોમાં પણ પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો થયો છે. વિશ્વના ઘણા દેશોમાં ઘરની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ જ કારણ છે કે લોકો ફ્લેટ અને મકાનો અડધી કિંમતે પણ વેચવા તૈયાર છે. હાલમાં ઈટલી(Italy)માંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે.

શખ્સે એક પ્રોજેક્ટ હેઠળ ખરીદ્યું સસ્તું ઘર

કેટલાક દેશોમાં, સ્થાનિક વહીવટીતંત્રે અમુક શરતો સાથે એક ડોલર અથવા એક યુરોમાં જૂના મકાનો વેચવાની યોજના રજૂ કરી હતી. ઉદાહરણ તરીકે આ કેસમાં ‘ધ મિરર’ના સમાચાર અનુસાર, બ્રિટનમાં રહેતા એક ઓસ્ટ્રેલિયન વ્યક્તિએ ઈટલીના સિસિલીના મુસોમેલીમાં માત્ર એક યુરો (રૂ. 85)માં નાનું ઘર ખરીદ્યું હતું. આ સ્થળે સ્થાયી થવા માટે ખરીદદારો તૂટી પડ્યા હતા. જો કે વ્યક્તિએ હવે તે જગ્યા છોડી દેવી પડશે, કારણ કે શરત મુજબ તેણે ત્રણ વર્ષમાં તે જૂના મકાનનું નવીનીકરણ કરવાનું હતું, પરંતુ તે વ્યક્તિને લાંબા સમય સુધી રિનોવેશન માટે મજૂરી મળી ન હતી.

ઓસ્ટ્રેલિયન વ્યક્તિએ કહ્યું શું સમસ્યા હતી

ડેની મેકક્યુબિને સિસિલીના કાલટાનીસેટ્ટા પ્રાંતમાં સ્થિત મુસોમેલી શહેરમાં એક ઘર ખરીદ્યું. મુસોમેલીની સ્થાપના 14મી સદીમાં મેનફ્રેડો 3 ચિરામોન્ટે દ્વારા ‘મેનફ્રેડી’ નામથી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે. હાલમાં, આ જગ્યાએ વિદેશીઓને સ્થાયી કરવા માટે ‘Case 1 Euro’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ મેકક્યુબિને અહીં એક યુરો (લગભગ 85 રૂપિયા)માં ઘર ખરીદ્યું.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

ઇટાલી મજૂરોની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યું છે

ઈટાલીમાં માલિક બનતા પહેલા મેકકબબીન 17 વર્ષથી બ્રિટનમાં રહેતો હતો. ઘર ખરીદ્યાના એક વર્ષ બાદ પણ તેમને રિનોવેટ કરવા માટે મજૂર ન મળ્યા, કારણ કે ઇટાલી છેલ્લા ઘણા મહિનાઓથી સમગ્ર દેશમાં મજૂરોની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. પરિણામે, મેકક્યુબિનને મિલકત વેચવી પડી. તેમણે કહ્યું કે બિલ્ડરો ઘરનું નવીનીકરણ કરવા માટે મળી રહ્યા નથી. સમયની સાથે ઘરની હાલત ખરાબ થતી ગઈ.

આ પણ વાંચો: Video: નાઈજીરિયન કલાકારોએ રિક્રિએટ કર્યો ભારતીય ટીવી સીરિયલનો જબરદસ્ત સીન, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

આ પણ વાંચો: PM-KISAN યોજનામાં eKYC ની છેલ્લી તારીખ લંબાવી, પણ ઓનલાઈન નહીં મળે આ સુવિધા, જાણો કેમ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

g clip-path="url(#clip0_868_265)">