AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge News : વાપર્યા વિના જ વપરાઈ જાય છે તમારા મોબાઈલના ડેટા ? ફોનના સેટિંગ્સમાં જઈને માત્ર 3 ફેરફાર કરો અને બચાવો ઈન્ટરનેટ ડેટા

Saving mobile data : ઘણીવાર એવું બને છે કે ઉપયોગ ના કરવા છતાં પણ મોબાઈલ ડેટા ઝડપથી ખતમ થઈ જાય છે. તેના માટે કેટલાક કારણો મુખ્યત્વે જવાબદાર છે. જો તમારી સાથે પણ આ સમસ્યા હોય તો, તરત જ તમારા મોબાઈલના, સેટિંગ્સમાં જઈને યોગ્ય સેટિંગ કરવાથી ઝડપથી ખતમ થતા ડેટાને અટકાવી શકો છો.

Knowledge News : વાપર્યા વિના જ વપરાઈ જાય છે તમારા મોબાઈલના ડેટા ? ફોનના સેટિંગ્સમાં જઈને માત્ર 3 ફેરફાર કરો અને બચાવો ઈન્ટરનેટ ડેટા
| Updated on: Oct 15, 2026 | 2:14 PM
Share

Utility News : વિવિધ પ્રકારના ઉપયોગ અને વપરાશને લઈને સ્માર્ટફોન દરેક માટે એક જરૂરિયાત બની ગયો છે. પરિણામે, ઇન્ટરનેટ ડેટા આપણા રોજિંદા જીવનના એક અભિન્ન ભાગ બની ગયા છે. જો કે, ઘણીવાર એવું બને છે કે, આપણે ફોનનો ઉપયોગ કરતા ના હોઈએ તો પણ આપણા મોબાઈલના ડેટા સંપૂર્ણપણે ખતમ થઈ જાય છે. આ સમસ્યા ઘણીવાર એટલા માટે ઉદ્ભવે છે, કારણ કે વિવિધ એપ્સ અને સેટિંગ્સ સક્રિય રહે છે અને આપણી જાણ બહાર ઇન્ટરનેટ ડેટા વપરાતા હોય છે.

જો તમે પણ આવી સમસ્યા અનુભવી રહ્યાં હોવ કે તમારા મોબાઈલ ડેટા બિનજરૂરી રીતે વપરાઈ રહ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમારે માત્ર સેટિંગ્સમાં મહત્વપૂર્ણ 3 ફેરફાર જ કરવાના છે. આમ કર્યા બાદ તમારા મોબાઈલના ડેટા આપોઆપ વપરાતા બંધ થઈ જશે અને તમારા ડેટા બચાવી શકશો.

બેકગ્રાઉન્ડ ડેટા વપરાશ બંધ કરો

  • તમારા ફોનમાં ઘણી એવી એપ્સ હોય છે જે મોબાઈલ સ્ક્રીન બંધ હોય ત્યારે પણ બેકગ્રાઉન્ડમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે.
  • આ એપ્સને બેકગ્રાઉન્ડ ડેટા વાપરતી રોકવા માટે, તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ, ‘એપ મેનેજમેન્ટ’ (App Management) વિકલ્પ શોધો અને જે એપ્સને બેકગ્રાઉન્ડ ડેટાની જરૂર નથી, તેમના માટે આ સુવિધા બંધ (disable) કરી દો.

સોશિયલ મીડિયા એપ્સ પર ‘ઓટો-પ્લે’ (Auto-play) વીડિયો બંધ કરો

  • જ્યારે તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, ત્યારે તમારી ફીડમાં રહેલા વીડિયો ઘણીવાર આપમેળે ચાલવા લાગે છે, જેનાથી ઘણો ડેટા વપરાઈ જાય છે.
  • આના માટે તમે તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના સેટિંગ્સમાં જાઓ અને વીડિયો માટે ‘ઓટો-પ્લે’ ફીચરને બંધ કરો અથવા તેને ‘ફક્ત Wi-Fi પર’ (Wi-Fi only) સેટ કરો. ગૂગલ પ્લે સ્ટોર પર એપ્સના ઓટોમેટિક અપડેટ્સ બંધ કરો
  • ઘણીવાર, પ્લે સ્ટોર પરની એપ્સ Wi-Fi અથવા મોબાઈલ ડેટા કનેક્શન મળતાની સાથે જ આપમેળે અપડેટ થવા લાગે છે, જેના કારણે થોડી જ મિનિટોમાં તમારો આખો ડેટા ખતમ થઈ શકે છે.
  • પ્લે સ્ટોરના સેટિંગ્સમાં જાઓ અને ‘એપ્સ ઓટો-અપડેટ કરો’ (Auto-update apps) વિકલ્પને ‘ફક્ત Wi-Fi પર’ અથવા ‘એપ્સ ઓટો-અપડેટ કરશો નહીં’ (Don’t auto-update apps) પર સેટ કરો. ડેટા ચેતવણીઓ અને મર્યાદાઓ સેટ કરીને સુરક્ષિત રહો

આ સેટિંગ્સમાં ફેરફાર કરવા ઉપરાંત, તમારા ફોન પર દૈનિક ડેટા વપરાશની મર્યાદા અથવા એલર્ટ સેટ કરો

આનાથી ખાતરી થાય છે કે, જ્યારે તમે તમારી નિર્ધારિત ડેટા મર્યાદાની નજીક પહોંચો, ત્યારે તમને એક સૂચના (નોટિફિકેશન) મળે છે, જે તમારા કિંમતી ઇન્ટરનેટ ડેટાના બિનજરૂરી વપરાશને રોકવામાં મદદ કરે છે.

WhatsAppનું સૌથી મોટું ફીચર લોન્ચ, હવે એપ કે અકાઉન્ટ વગર જ કરી શકશો કોલ, ચાર્જ પણ નહીં લાગે

Follow Us
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ
વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ
AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન
AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન
15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ
15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
g clip-path="url(#clip0_868_265)">