સાવધાન, COVID બુસ્ટર ડોઝના નામે થઈ રહી છે છેતરપિંડી, જાણો કઈ રીતે તેનાથી બચવું

સાવધાન, COVID બુસ્ટર ડોઝના નામે થઈ રહી છે છેતરપિંડી, જાણો કઈ રીતે તેનાથી બચવું
Symbolic Image

COVID Scam બુસ્ટર ડોઝના નામે સ્કેમર્સ વુદ્ધ લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે, જેમાં વૃદ્ધોને કદાચ આ વાતનો અંદાજ નથી કે વેક્સિન સ્લોટ બુક કરવા માટે ઇન્ટરનેટ બેંકિંગ, UPI અથવા મોબાઇલ એપ કેવી રીતે કામ કરે છે.

TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Jan 26, 2022 | 3:06 PM

Covid-19 મહામારીથી લોકોની ડેઈલી લાઈફ પર ખૂબ અસર થઈ છે. લોકો હજુ આ મુશ્કેલીમાંથી નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે, ત્યાં સાઈબર ક્રિમીનલ આ પરિસ્થિતિનો સૌથી વધુ ફાયદો ઉઠાવી રહ્યાં છે. ઓમિક્રોન (Omicron)વેરિએન્ટના ઝડપી સંક્રમણને કારણે કોવિડના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ભારત સરકારે પણ 60 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા લોકોને બુ્સ્ટર ડોઝ (COVID Booster Dose) આપવાનું શરૂ કરી દીધું છે. એક તરફ કેસ ઘટાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે તો બીજી તરફ ઠગ છેતરપિંડીના નવા-નવા કિમીયા અજમાવી રહ્યા છે. કોવિડ બૂસ્ટર સ્લોટ સ્કેમમાં ઠગ નકલી હેલ્થ ઓફિસર્સ બની લોકો પાસેથી તેમની બેંકની ડિટેલ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઉપર જણાવ્યું મુજબ આ ઠગ હેલ્થ ઓફિસર્સના રૂપમાં લોકોને ફોન કરે છે, મોટા ભાગે તેઓ વૃદ્ધોને ટારગેટ કરે છે. જેમાં તેઓ સીનિયર સિટીજન્સને એડ્રેસ, ફોન નંબર અને બુસ્ટર ડોઝ લીધો છે કે નહીં તે પણ પુછી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં, તો આ ઠગ પાસે પહેલાથી જ સિટીજન્સની વેક્સિનેશનની ડેટ સહિત જરૂરી ડિટેલ હોય છે.

કેવી રીતે સ્કેમર્સ લોકોને તેમની જાળમાં ફસાવે છે

બધી વિગતો મેળવ્યા પછી, છેતરપિંડી કરનારા બીજો કૉલ કરીને પૂછે છે કે શું કોઈને બૂસ્ટર ડોઝ લગાવાનો છે અને ત્યાર બાદ વેક્સિન માટે સ્લોટની તારીખ અને સમયની પુષ્ટિ કરી મોબાઇલ નંબર પર OTP સહિતની માહિતી મેળવે છે. કેટલાક કિસ્સાઓમાં, સ્કેમર્સ બુકિંગ પ્રક્રિયામાં મદદ કરવા માટે AnyDesk જેવી વિશેષ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું પણ કહી રહ્યા છે. ત્યારે લોકો આવા ‘ફિશિંગ સ્કેમ’ નો શિકાર બની રહ્યા છે.

એક અહેવાલ મુજબ, કોવિડના આ કૌભાંડમાં મોટાભાગે ગ્રામીણ વિસ્તારોના વૃદ્ધ લોકોને ભોગ બનાવામાં આવી રહ્યા છે. છે, જ્યાં વૃદ્ધોને ભાગ્યે જ કોઈ ખ્યાલ હશે કે ઇન્ટરનેટ બેંકિંગ, UPI અથવા મોબાઇલ એપ્લિકેશન રસીના સ્લોટ બુક કરવા માટે કેવી રીતે કામ કરે છે. સ્કેમર્સ સરળતાથી મની ટ્રાન્સફર માટે OTP મેળવવા માટે તેમની સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરે છે.

કોવિડ સ્કેમથી તમારી જાતને કેવી રીતે બચાવવી

સતર્ક રહી COVID સ્લોટ બુકિંગ અથવા ઇન્ટરનેટ બેંકિંગ છેતરપિંડી માટે નકલી/સ્પામ કૉલ્સ ટાળો, નોંધનીય સૌથી મહત્વની બાબત – સરકારે ફોન કોલ દ્વારા રસીનો સ્લોટ બુક કરવાનો વિકલ્પ ઓફર કર્યો નથી. રસીનો સ્લોટ બુક કરવાનો એકમાત્ર રસ્તો કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશન છે. જો તમે ઓનલાઈન બુકિંગ કરી શકતા નથી, તો પણ તમે કોઈપણ રસી કેન્દ્રની મુલાકાત લઈને રસી માટે નોંધણી કરાવી શકો છો.

OTP ના કિસ્સામાં, કોઈપણ પગલાં લેતા પહેલા મેસેજને કાળજીપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે. ત્યારે ઘણી એવી એપ્લીકેશન પણ છે જે જણાવે છે કે સ્પામ કોલ છે કે નહી.

આ પણ વાંચો: Cumin Farming: જીરાની ખેતીમાં ખેડૂતો આ બાબતોનું ધ્યાન રાખી મેળવી શકે છે સારૂ ઉત્પાદન

આ પણ વાંચો: Viral: ફ્રેન્ચ ફ્રાઈ ખાતા ખાતા જ બાળકી ઊંઘી ગઈ અને અચાનક આંખ ખુલતા થયું કંઈક આવું

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati