Viral: ફ્રેન્ચ ફ્રાઈ ખાતા ખાતા જ બાળકી ઊંઘી ગઈ અને અચાનક આંખ ખુલતા થયું કંઈક આવું
આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @FredSchultz35 આઈડી પર શેર કરવામાં આવ્યો છે. લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે આ વાયરલ વીડિયો.
બાળપણની આવી ઘણી વાતો છે, જેને લોકો હંમેશા યાદ રાખે છે. જેમ કે તમારી સાથે ઘણી વાર બન્યું હશે કે તમે અભ્યાસ દરમિયાન ઊંઘી ગયા હશો. ખાસ કરીને આવું ત્યારે થતું જ્યારે પરિવારના સભ્યો તમને વહેલી સવારે જગાડીને અભ્યાસ માટે બેસવાનું કહે અથવા બપોરે જમ્યા પછી, શાળાઓમાં પણ આવી જ સ્થિતિ બનતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય જમતી વખતે ઊંઘ લીધી છે? આજકાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને હસવું આવું જશી. જો કે સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના વીડિયો વાયરલ (Viral Video)થતા રહે છે, પરંતુ આ વીડિયો અલગ અને ખૂબ જ ફની પણ છે.
આ વીડિયોમાં એક નાની બાળકી ફ્રેન્ચ ફ્રાય ખાઈ રહી છે, પરંતુ જમતી વખતે તે અચાનક જ ઊંઘી જાય છે અને નીચે પડતા પડતા રહી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકીની આંખો પૂરી રીતે ખુલ્લી છે, તે ફ્રેન્ચ ફ્રાય પર ચટણી લગાવે છે અને તેને મોંમાં નાખીને આનંદથી ખાવા લાગે છે. આ દરમિયાન, તે તેની આંખો મીંચવા લાગે છે અને જેવી તે નમી રહી છે ત્યારે તેના માતાપિતા તેને પકડી લે છે. આ અચાનક બનેલી ઘટના બાદ બાળકી પણની આંખો પણ ખુલી જાય છે.
That last french fry almost put her into food coma. 😏😂🥱🍟 pic.twitter.com/5Wz0wowU3b
— Fred Schultz (@FredSchultz35) January 24, 2022
બાળકીને ફ્રેન્ચ ફ્રાય ખાતા જોઈને એવું લાગે છે કે તેને ખુબ ગમે છે કે તે ખાતી વખતે ઊંઘી જ ગઈ. શરૂઆત જોતા એવું લાગે છે કે તેણીને ફ્રેન્ચ ફ્રાયનો ટુકડો પસંદ છે, તેથી તેણીએ તેની આંખો બંધ કરી દીધી હતી, પરંતુ જ્યારે તે પડી રહી હતી ત્યારે ખબર પડી કે તે ખરેખર ઊંઘમાં હતી.
આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @FredSchultz35 નામ સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘તે છેલ્લા ફ્રેન્ચ ફ્રાયએ લગભગ તેને ફૂડ કોમામાં મૂકી દે છે’. 11 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 18 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે. ઘણા લોકોએ વીડિયો જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે.
આ પણ વાંચો: પોપટનો આવો અંદાજ તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય, Viral વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો
આ પણ વાંચો: હવે શા માટે સ્માર્ટફોનમાં રિમૂવેબલ બેટરી નથી લગાવવામાં આવતી, જાણો તેની પાછળનું કારણ