AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં વિકસિત BSNLના 4જી નેટવર્કથી કર્યો પ્રથમ ફોન કોલ, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી ટ્વીટ કરી જાણકારી

કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં સંસદમાં જણાવ્યું હતું કે બીએસએનએલને (BSNL) અપેક્ષા છે કે 18-24 મહિનામાં 4જી સેવાઓ (4G Service)ની શરૂઆત થઈ જશે.

ભારતમાં વિકસિત BSNLના 4જી નેટવર્કથી કર્યો પ્રથમ ફોન કોલ, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી ટ્વીટ કરી જાણકારી
Ashwini Vaishnav (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 11:37 PM
Share

કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) રવિવારે કહ્યું કે તેમને BSNLના 4જી નેવટર્કથી પ્રથમ ફોન કર્યો છે. અશ્વિની વેષ્ણવે કહ્યું કે આ નેટવર્ક ભારતમાં ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવ્યું છે. તેમને ટ્વીટર પર તેની જાણકારી આપતા લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના આત્મનિર્ભર ભારત ( Aatmanirbhar Bharat)નું વિઝન સાકાર થઈ રહ્યું છે.

કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં સંસદમાં જણાવ્યું હતું કે બીએસએનએલને (BSNL) અપેક્ષા છે કે 18-24 મહિનામાં 4જી સેવાઓ (4G Service)ની શરૂઆત થઈ જશે. કેન્દ્ર સરકારે (Central Government) બીએસએનએલ (BSNL)ના રિવાઈવલ પ્લાનને બે વર્ષ પહેલા 2019માં મંજૂરી આપી હતી. તેમાં સરકારી ટેલિકોમ કંપનીને બજેટ ફાળવણી દ્વારા 4G સેવાઓ માટે સ્પેક્ટ્રમની વહીવટી ફાળવણીનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યુ ટ્વીટ

બીએસએનએલે (BSNL) ઓગસ્ટ મહિનામાં માહિતીના અધિકાર (RTI) કાયદા હેઠળ માંગેલી જાણકારીમાં જણાવ્યું હતું કે લગભગ 78 મહિનામાં કંપનીએ 9.22 કરોડ મોબાઈલ ગ્રાહકો ગુમાવ્યા છે. જવાબમાં જણાવવામાં આવ્યું કે જાન્યુઆરી 2015થી મે 2021 સુધી મોબાઈલના કુલ 9,22,10,990 ગ્રાહકોએ કનેક્શન પરત કર્યા છે.

ટેલિકોમ રેગ્યુલેટર TRAI (Telecom Regulatory Authority of India)એ એક રિપોર્ટમાં જણાવ્યું કે દેશમાં કુલ ટેલીકોમ વપરાશકર્તાઓની સંખ્યા 119.85 કરોડ છે. મોબાઈલ ક્ષેત્રમાં મે 2021 સુધી બજારમાં બીએસએનએલ (BSNL) અને એમટીએલ (MTL)ની ભાગીદારી 10.17 ટકા હતી, જ્યારે ખાનગી કંપનીઓની ભાગીદારી 89.83 ટકા છે.

આ પણ વાંચો: Ladakh standoff: ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની 13મા રાઉન્ડની મંત્રણા 8 કલાક સુધી ચાલી, LAC પર તણાવ ઘટાડવાનો પ્રયાસ

આ પણ વાંચો: T20 World Cup: વિશ્વકપ દરમ્યાન કોરોના સંક્રમણ ફેલાવવાને લઇને ટૂર્નામેન્ટ અંગે આમ લેવાશે નિર્ણય, જાણો શુ કરાયુ છે આયોજન

આ પણ વાંચો: Panchmahal: દિલ્હી-મુંબઈ નેશનલ હાઇવેનું કામ ખેડૂતોએ આ કારણસર અટકાવ્યું, વિરોધ થતા અધિકારીઓ દોડી આવ્યા

g clip-path="url(#clip0_868_265)">