Fake Delivery Fraud: જો તમે ઓનલાઈન ખરીદી કરો છો તો રહો સાવધાન, ફેક ડિલિવરી દ્વારા છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
ગ્રાહકોને વધુ સુરક્ષિત ડિલિવરી આપવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે વન ટાઈમ પાસવર્ડ ડિલિવરી શરૂ કરી છે. તેમ છતા પણ છેતરપિંડી કરનારાઓ ગ્રાહકોને છેતરીને તેના બેંક ખાતામાંથી નાણાંની ચોરી કરવામાં સફળ રહ્યા છે. સ્કેમર્સ નવી નવી પદ્ધતિ દ્વારા ફ્રોડ કરી રહ્યા છે. આજે આપણે જાણીશું કે ફેક ડિલિવરી (Fake Delivery Fraud) દ્વારા કેવી રીતે છેતરપિંડી કરવામાં આવે છે.
સાયબર ફ્રોડના (Cyber Crime) કિસ્સાઓમાં વધારો થતા ઓનલાઈન ખરીદી કરતા ગ્રાહકોએ સાવચેત રહેવું જરૂરી છે. ગ્રાહકોને વધુ સુરક્ષિત ડિલિવરી આપવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે વન ટાઈમ પાસવર્ડ ડિલિવરી શરૂ કરી છે. તેમ છતા પણ છેતરપિંડી કરનારાઓ ગ્રાહકોને છેતરીને તેના બેંક ખાતામાંથી નાણાંની ચોરી કરવામાં સફળ રહ્યા છે. સ્કેમર્સ નવી નવી પદ્ધતિ દ્વારા ફ્રોડ કરી રહ્યા છે. આજે આપણે જાણીશું કે ફેક ડિલિવરી (Fake Delivery Fraud) દ્વારા કેવી રીતે છેતરપિંડી કરવામાં આવે છે.
ડિલિવરી એજન્ટ તરીકે પોતાની ઓળખ આપે છે
ગ્રાહકો પાસેથી OTP મેળવીને ફેક ડિલિવરીના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. છેતરપિંડી કરનારાઓ અને સ્કેમર્સ એવા ગ્રાહકો પર નજર રાખે છે કે જેઓ વારંવાર ઓનલાઈન ઓર્ડર કરે છે. ડિલિવરી કરવા માટે અને OTP માટે ગ્રાહકોના ઘરઆંગણે ડિલિવરી એજન્ટ તરીકે પોતાની ઓળખ આપે છે. તેઓ કેશ ઓન ડિલિવરી પાર્સલ છે તેમ કહીને ઓર્ડરની રકમ માંગે છે.
ગ્રાહકોના સેલ ફોન હેક કરે છે
જો ગ્રાહકો ડિલિવરી પાર્સલ લેવની ના પાડે છે, તો તેઓ ડિલિવરી કેન્સલ કરવાનું કહે છે. સ્કેમર્સ ગ્રાહકો પાસેથી ઓર્ડર રદ કરવા માટે OTP માંગે છે. આખરે OTP મેળવ્યા પછી તેઓ ગ્રાહકોના સેલ ફોન હેક કરે છે અને રૂપિયાની ઉઠાંતરી કરે છે. આ ઉપરાંત છેતરપિંડી કરનારા ગ્રાહકોના પડોશીઓનો પણ સંપર્ક કરી રહ્યા છે અને તેમને તે વ્યક્તિને કોલ કરવા અને OTP માટે પૂછવાનું કહે છે.
છેતરપિંડીથી બચવા માટે આ બાબતોનું રાખો ધ્યાન
આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે સૌથી પહેલા OTP કોઈની સાથે શેર ન કરો. જે કોઈપણ પ્રકારનો OTP માંગતો હોય તેની હંમેશા ચકાસણી કરો. પૈસા ચૂકવતા પહેલા અને ડિલિવરીની પુષ્ટિ કરતા પહેલા ડિલિવરી પેકેજ ખોલીને ચેક કરો. કોઈપણ પ્રકારની વ્યક્તિગત માહિતી માટે પૂછતી લિંક્સ અથવા વેબસાઇટ્સ પર વિશ્વાસ કરશો નહીં. ડિલિવરી પર ચુકવણી પર QR કોડ સ્કેન કરવાનું ટાળવા માટે વેરિફાઇડ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ઓનલાઇન ચુકવણી કરો.
ઓર્ડર સ્વીકારતા પહેલા હંમેશા ઓર્ડર ચકાસો. જો તમે સાયબર ક્રાઈમનો શિકાર બનો છો તો હેલ્પલાઈન નંબર પર કોલ કરો. 1930 અને સરકારના સાયબર ક્રાઈમ સેલમાં તરત જ ફરિયાદ નોંધાવો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો