AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

QR Code Fraud: જો તમે પેમેન્ટ માટે QR Code નો ઉપયોગ કરો છો તો રહો સાવધાન, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને બચવા માટે શું ધ્યાન રાખવું

હાલમાં QR કોડ સંબંધિત ફ્રોડના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. લોકો જ્યારે કોઈ વસ્તુનું વેચાણ કરે છે ત્યારે તેને પેમેન્ટ સ્વિકારવાનું હોય છે. ત્યારે રૂપિયાની ચુકવણી કરવા દરમિયાન સ્કેમર્સ આવા લોકોને એક QR કોડ મોકલે છે અને તેને સ્કેન કરવાનું કહે છે. તેઓ એવું કહે છે કે તેનાથી તમને તમારા રૂપિયા મળી જશે. ત્યારબાદ જ્યારે આ QR કોડ સ્કેન કરવામાં આવે ત્યારે બેંક ખાતામાંથી રૂપિયા ડેબિટ થઈ જાય છે.

QR Code Fraud: જો તમે પેમેન્ટ માટે QR Code નો ઉપયોગ કરો છો તો રહો સાવધાન, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને બચવા માટે શું ધ્યાન રાખવું
QR Code Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 1:40 PM
Share

દુનિયા હવે ડિજિટલ થઈ રહી છે અને લોકોના ઘણા બધા કામ ઓનલાઈન થઈ રહ્યા છે, પરંતુ તેના સાથે સાયબર ક્રાઈમના (Cyber Crime) કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહી છે. આજે આપણે જાણીશું કે QR Code દ્વારા (QR Code Fraud) કેવી રીતે છેતરપિંડી થઈ રહી છે. આ ઉપરાંત આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

સ્કેમર્સ લોકોને એક QR કોડ મોકલે છે

હાલમાં QR કોડ સંબંધિત ફ્રોડના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. લોકો જ્યારે કોઈ વસ્તુનું વેચાણ કરે છે ત્યારે તેને પેમેન્ટ સ્વિકારવાનું હોય છે. ત્યારે રૂપિયાની ચુકવણી કરવા દરમિયાન સ્કેમર્સ આવા લોકોને એક QR કોડ મોકલે છે અને તેને સ્કેન કરવાનું કહે છે. તેઓ એવું કહે છે કે તેનાથી તમને તમારા રૂપિયા મળી જશે. ત્યારબાદ જ્યારે આ QR કોડ સ્કેન કરવામાં આવે ત્યારે બેંક ખાતામાંથી રૂપિયા ડેબિટ થઈ જાય છે.

UPI પેમેન્ટ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવું ખૂબ જ સરળ

QR કોડથી ફ્રોડ કરવાની આ નવી પદ્ધતિ દ્વારા લોકો સાથે છેતરપિંડીના આ પ્રકારના ઘણા કિસ્સાઓ બની રહ્યા છે. UPI પેમેન્ટ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવું ખૂબ જ સરળ બની ગયું છે. લોકો રોજબરોજની નાની-મોટી રકમની ચૂકવણી તેના દ્વારા કરે છે. આ સાથે જ સાયબર ક્રાઈમના બનાવોમાં પણ વધારો થયો છે.

QR કોડ ફ્રોડ કેવી રીતે થાય છે?

QR કોડ ફ્રોડમાં ઠગ્સ લોકોને એક QR કોડ મોકલે છે જે બરાબર લાગે છે. તેના દ્વારા લોકો સાથે વિશ્વાસ કેળવીને QR કોડ સ્કેન કરીને પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે. ત્યાબાદ સ્કેમર્સ QR કોડ સ્કેન કરી અને રૂપિયા મેળવવા માટે રકમ દાખલ કરવાનું કહે છે. આ પછી લોકોને OTP દાખલ કરવા માટે કહેવામાં આવે છે. અહીં મહત્વની વાત એ છે કે QR કોડનો ઉપયોગ માત્ર પૈસા મોકલવા માટે થાય છે.

કોઈ પણ રકમ મેળવવા માટે QR કોડ સ્કેન કરવાની જરૂરિયાત રહેતી નથી. લોકો જ્યારે કોઈનો QR કોડ સ્કેન કરે છે, ત્યારે તેમને લાગે છે કે તેમને પૈસા મળી રહ્યા છે. પરંતુ, ખરેખર રૂપિયા મોકલનારના ખાતામાંથી સ્કેમર્સના ખાતામાંથી ટ્રાન્સફર થઈ જાય છે.

આ પણ વાંચો : OLX Fraud: OLX પર સામાન ખરીદવાના બહાને છેતરપિંડી, વિશ્વાસ જીતવા પહેલા મોકલે છે 100 રૂપિયા, પછી હજારો રૂપિયાની કરે છે છેતરપિંડી

આ બાબતોનું રાખો ધ્યાન

1. UPI ID અથવા બેંક વિગતો કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં.

2. જો શક્ય હોય તો ઓનલાઈન સાઈટ પર COD નો વિકલ્પ પસંદ કરો.

3. કોઈ પણ પેમેન્ટ મેળવવા માટે ક્યારેય QR કોડ સ્કેન કરશો નહીં.

4. નાણા મોકલતી વખતે પણ QR કોડની વિગતોને ક્રોસ ચેક કરો.

5. કોઈપણ અજાણી વ્યક્તિ સાથે વ્યવહાર કરતા પહેલા તેમની વિગતો ચકાસો.

તમારી બેંકની વિગતો, OTP, પાસવર્ડ, પીન કે કાર્ડ નંબર આપશો નહીં. ફ્રોડ થાય તો ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથતા ધારાસભ્ય મદદે
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથતા ધારાસભ્ય મદદે
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">