Fact Check : શું સરકાર 10 કરોડ લોકોને FREE INTERNET આપવા જઈ રહી છે? જાણો આ દાવામાં સાચું શું છે

|

Jun 01, 2021 | 7:37 PM

Fact Check : FREE INTERNET અંગેનો એક મેસેજ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

Fact Check : શું સરકાર 10 કરોડ લોકોને FREE INTERNET આપવા જઈ રહી છે? જાણો આ દાવામાં સાચું શું છે
સાંકેતિક તસ્વીર

Follow us on

Fact Check : આજના ડીજીટલ યુગમાં સોશિયલ મીડિયા સમાચાર માટેનું પણ એક મહત્વનું માધ્યમ બની ગયું છે. સોશિયલ મીડિયા દ્વારા સમાચારોને એક જ સમયે અનેક વ્યક્તિઓ સુધી પહોચાડી શકાય છે. એક જ મેસેજ ગણતરીની મીનીટોમાં હજારોથી લાખો અને કરોડો લોકો સુધી પહોચી જાય છે. સોશિયલ મડિયાના આ લાભ સાથે ગેરલાભ પણ રહેલો છે. આ જ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને લોકો ખોટી માહિતી અને ખોટા સમાહર ફેલાવી જનતાને ગેરમાર્ગે દોરે છે.FREE INTERNET અંગેનો આવો જ એક મેસેજ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

શું સરકાર 10 કરોડ લોકોને આપશે મફત ઈન્ટરનેટ?
આજકાલ WHATSAPP માં ફ્રી ઈંટરનેટ અંગેનો એક મેસેજ ખુબ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ મેસેજની સત્યતા જાણ્યા વિના તેમના મિત્રો અને સંબંધીઓને આગળ પણ મોકલી રહ્યાં છે. આ મેસેજમાં લખવામાં આવ્યું છે –

7 કરોડની લક્ઝરી વેનિટી વેનમાં તૈયાર થાય છે અલ્લુ અર્જુન, જુઓ ફોટો
Health Tips : બ્રોકલી ખાવાના છે અઢળક ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List

“ભારત સરકાર 10 કરોડ લોકોને ત્રણ મહિના માટે FREE INTERNET આપવા જઈ રહી છે.”

WHATSAPP સોશિયલ મીડિયા પણ આ મેસેજ ખુબ વાયરલ થઇ રહ્યો છે. પણ શું તમે જાણો છો ભારત સરકાર તરફથી 10 કરોડ લોકોને મફત ઈન્ટરનેટ આપવાનો આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે એમાં સાચું કેટલું છે?

PIB Fact Check ની સ્પષ્ટતા
ભારત સરકાર તરફથી 10 કરોડ લોકોને મફત ઈન્ટરનેટ (FREE INTERNET) આપવાનો દાવો કરનારા આ વાયરલ મેસેજ અંગે ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત આવતા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની ફેક્ટ ચેકની ટીમે સ્પષ્ટતા કરતા આ મેસેજ ખોટો હોવાનું કહ્યું છે. PIB Fact Check ની ટીમે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ભારત સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

આ સાથે જ PIB Fact Check ની ટીમે લોકોને સતર્ક રહેવા સાથે આવા કોઈ મેસેજ કે તેની સાથે શેર કરવામાં આવેલી લિંકમાં પોતાની વ્યક્તિગત માહિતી ન આપવાની સ્પષ્ટ સૂચના આપી છે.

 

Next Article