Tech News: યૂઝર્સની પ્રાઈવસી વધી તો કમાણી ઘટી, Apple, ગૂગલના આ ફીચરે મેટાને આપ્યો મોટો ફટકો

વર્ષોથી જાહેરાતો માટે લોકોની 'પ્રાઈવસી'નો ઉપયોગ કરતી ફેસબુક (મેટા) જેવી કંપનીને મોટો ફટકો પડ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુઝર્સના ટ્રેકિંગને રોકવાથી મેટાને જાહેરાતની આવકમાં અબજો ડોલર ગુમાવવા પડી શકે છે.

Tech News: યૂઝર્સની પ્રાઈવસી વધી તો કમાણી ઘટી, Apple, ગૂગલના આ ફીચરે મેટાને આપ્યો મોટો ફટકો
Facebook (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 2:37 PM

તાજેતરમાં, એપલ(Apple)અને ગૂગલે (Google) વપરાશકર્તાઓની પ્રાઈવસી (Privacy) વધારવા માટે એવા પગલાં લેવા પડ્યા છે, જેના હેઠળ તેઓ તેમના ઑનલાઇન ડેટાને જાતે નિયંત્રિત કરી શકશે. જેના કારણે વર્ષોથી જાહેરાતો માટે લોકોની ‘પ્રાઈવસી’નો ઉપયોગ કરતી ફેસબુક (મેટા) જેવી કંપનીને મોટો ફટકો પડ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુઝર્સના ટ્રેકિંગને રોકવાથી મેટાને જાહેરાતની આવકમાં અબજો ડોલર ગુમાવવા પડી શકે છે.

પ્રાઈવસીના કારણે મેટાને આ રીતે નુકસાન થયું

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ઘણા iPhone યુઝર્સે ફેસબુક જેવી એપ્સને ટ્રેકિંગથી બ્લોક કરવાનું પસંદ કર્યું છે. આનાથી મેટાના ઓનલાઈન એડવર્ટાઈઝીંગ બિઝનેસના પ્રાથમિક સ્ત્રોતને ફટકો પડ્યો છે. આવી સ્થિતિમાં, ફેસબુક પર પોતાનું પ્રમોશન ચલાવવાનાર જાહેરાત ધારકો નિરાશ થઈ રહ્યા છે. ઓનલાઈન જાહેરાત કંપનીઓને એન્ડ્રોઈડ કરતા આઈફોન પર વધુ નફો મળે છે. આવી સ્થિતિમાં આઈફોન યુઝર્સ દ્વારા તેમનું ટ્રેકિંગ બંધ કરવું મેટા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે.

Appleએ એટીટી ઉમેર્યું, ગૂગલ લાવશે પ્રાઈવેસી સેન્ડબોક્સ

ખરેખર, ગત વર્ષે Appleએ iPhone અને iPad માટે એપ ટ્રેકિંગ ટ્રાન્સપરન્સી (ATT) ફીચર ઉમેર્યું હતું. આ થર્ડ પાર્ટી એપ્સ અને વેબસાઈટ્સને તેમની ઓનલાઈન એક્ટિવિટી ટ્રૅક કરવા માટે વપરાશકર્તાઓ પાસેથી પરવાનગી લેવાની મંજૂરી આપે છે. ATT ફીચરે iPhone યુઝર્સના ડેટાની એક્સેસ બ્લોક કરી દીધી છે. ફેસબુકે પોતે (મેટા) એપલના આ એક પગલાથી 2022 માં $ 10 બિલિયનની આવક ગુમાવવાની આશંકા દર્શાવી છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

બીજી તરફ, આ મહિનાની શરૂઆતમાં, ગૂગલે પ્રાઇવસી સેન્ડબોક્સ લાવવાની જાહેરાત કરીને ઘણી કંપનીઓના કાન ઉભા કર્યા છે. આ એક ગોપનીયતા ઉકેલ છે જે Android ઉપકરણો પર વેબ માટે બનાવવામાં આવી રહ્યો છે. આ જાહેરાત માટે થર્ડ પાર્ટી સાથે વપરાશકર્તા ડેટાના શેરિંગને મર્યાદિત કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડિવાઇસ બે વર્ષમાં એન્ડ્રોઇડ પર કામ કરવાનું શરૂ કરશે.

પ્રાઈવસી સેન્ડબોક્સ શું છે?

જ્યારે વપરાશકર્તા કોઈ વેબસાઇટની મુલાકાત લે છે, ત્યારે તેની પ્રવૃત્તિ સંબંધિત ડેટા બ્રાઉઝરમાં સંગ્રહિત થાય છે, તેને કૂકી કહેવામાં આવે છે. થર્ડ પાર્ટી કૂકીઝ અનેક વેબસાઈટના સંચાલન કરનાર સેવા દ્વારા સંગ્રહિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, સમાચાર વેબસાઇટની મુલાકાત લેતી વખતે, વપરાશકર્તાઓ સાથે સંકળાયેલી કૂકીઝ અહીં હાજર જાહેરાત પ્લેટફોર્મ દ્વારા એકત્રિત કરવામાં આવી શકે છે. જ્યારે ફર્સ્ટ પાર્ટી કૂકીઝ પોતે જ વેબસાઇટ એકત્રિત કરે છે.

આ પણ વાંચો: Success Story: આ પ્રગતિશીલ ખેડૂતે કર્યું કમાલ, 23 ફુટ લાંબી શેરડી ઉગાડી ત્રણ ગણી કરી આવક

આ પણ વાંચો: સર્વેક્ષણમા થયો ખુલાસોઃ વિશ્વસનીય ઈન્ટરનેટ કનેક્શન મેળવવું એ, આજના આ વર્ગ માટે પ્રેમ શોધવો અને પ્રેમમાં પડવા કરતા વધુ છે મહત્વપૂર્ણ

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">