AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: આ પ્રગતિશીલ ખેડૂતે કર્યું કમાલ, 23 ફુટ લાંબી શેરડી ઉગાડી ત્રણ ગણી કરી આવક

આ ખાસ ટ્રેંચ પદ્ધતિથી ઉગાડવામાં આવેલ પાકને જોવા માટે દૂર-દૂરથી શેરડીના ખેડૂતો (Farmers)આ ખેડૂતના ખેતરે પહોંચી રહ્યા છે. ખેડૂતની આ તકનીક દ્વારા શેરડીની ઉપજ બમણી થઈ છે, જ્યારે આવકમાં ત્રણ ગણો વધારો થયો છે.

Success Story: આ પ્રગતિશીલ ખેડૂતે કર્યું કમાલ, 23 ફુટ લાંબી શેરડી ઉગાડી ત્રણ ગણી કરી આવક
Success Story of Sugarcane Farmer (PC: Aajtak)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 1:53 PM
Share

ઉત્તર પ્રદેશના મુરાદાબાદના બિલારી વિસ્તારમાં એક ખેડૂતે કમાલ કરી બતાવ્યું છે. આ પ્રગતિશીલ ખેડૂતે શાનદાર રીતે 23 ફૂટથી વધુ ઉંચી શેરડીનું ઉત્પાદન (Sugarcane Farming)કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. જેના કારણે ખેડૂતનો પાક જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ખાસ ટ્રેંચ પદ્ધતિથી ઉગાડવામાં આવેલ પાકને જોવા માટે દૂર-દૂરથી શેરડીના ખેડૂતો (Farmers)આ ખેડૂતના ખેતરે પહોંચી રહ્યા છે. ખેડૂતની આ તકનીક દ્વારા શેરડીની ઉપજ બમણી થઈ છે, જ્યારે આવકમાં ત્રણ ગણો વધારો થયો છે.

શેરડીની સાથે તે કોબીજ અને બટાકાના પાકની પણ વાવણી કરી રહ્યા છે. શેરડીથી પોતાની ઓળખ બનાવનાર પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતે કંઈક એવું કર્યું છે, જેના કારણે તે આજે વધુ સારી ખેતી કરીને ચર્ચામાં આવ્યા છે. 23 ફૂટ ઉંચી શેરડી ઉગાડવાને કારણે તેમની આવક પણ ત્રણ ગણી વધી ગઈ છે. પ્રગતિશીલ ખેડૂતે કંઈક અલગ કરવાના જુસ્સાને કારણે આ સિદ્ધિ મેળવી છે.

તેમણે ટ્રેંચ પદ્ધતિથી શેરડીનો પાક ઉગાડવાનું શરૂ કર્યું. જ્યારે તેમના ખેતરોમાં ઉભી શેરડી 23 ફૂટથી વધુ ઉંચી થઈ ગઈ ત્યારે તેમની પહેલ સાર્થક થઈ. તેમનું વજન પણ પ્રમાણમાં સામાન્ય શેરડી કરતા બમણું થઈ ગયું. અગાઉ જ્યાં એક વીઘા ખેતરમાં માત્ર 40-50 ક્વિન્ટલ શેરડી મળતી હતી, ત્યારે આ ખેડૂતની ટ્રેંચ પદ્ધતિથી એક વીઘા ખેતરમાં 100 ક્વિન્ટલથી વધુ પાકનું ઉત્પાદન થયું છે.

આ ખેડૂતે દેશભરના ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ દ્વારા અપનાવામાં આવેલી પદ્ધતિ અપનાવીને ખેડૂતો પાક ઉગાડવાનું શરૂ કરે. ત્યારે આપની જાણકારી માટે જણાવી દઈએ કે હાલ ઓર્ગેનિક ખેતીથી પણ ઘણા ખેડૂતો શેરડીના પાકમાં સારૂ ઉત્પાદન મેળવી રહ્યા છે ત્યારે ખેડૂતો ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવી ઉત્પાદન બમણું મેળવી શકે છે.

શું છે ટ્રેંચ પદ્ધતિ

આ પદ્ધતિમાં, ખેતર તૈયાર કર્યા પછી, ઓપનર વડે લગભગ 1 ફૂટ પહોળી અને લગભગ 25-30 સેમી ઊંડી પાળી બનાવવામાં આવે છે. અહીં એક બાબત ધ્યાનમાં રાખવામાં આવે છે કે એક ડ્રેઇનથી બીજા ડ્રેઇનનું અંતર લગભગ 120 સેમી રહેવું જોઈએ. આ રીતે સમગ્ર ખેતરમાં પાળી તૈયાર કરવામાં આવે છે. ત્યારે નીચે આપેલી તસ્વીરથી તમે આ પદ્ધતિ સરળતાથી સમજી શકશો.

Trench method

Trench method (PC: Google)

આ પણ વાંચો: સર્વેક્ષણમા થયો ખુલાસોઃ વિશ્વસનીય ઈન્ટરનેટ કનેક્શન મેળવવું એ, આજના આ વર્ગ માટે પ્રેમ શોધવો અને પ્રેમમાં પડવા કરતા વધુ છે મહત્વપૂર્ણ

આ પણ વાંચો: આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો, એક બતકે સાંઢના ટોળાને પરસેવો વાળી દીધો, લોકોએ કહ્યું ‘એ બતક ઝુકેગા નહીં’

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">