AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સર્વેક્ષણમા થયો ખુલાસોઃ વિશ્વસનીય ઈન્ટરનેટ કનેક્શન મેળવવું એ, આજના આ વર્ગ માટે પ્રેમ શોધવો અને પ્રેમમાં પડવા કરતા વધુ છે મહત્વપૂર્ણ

ડેલોઈટના રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટ (Internet) સુવિધાથી સજ્જ મોબાઈલ ફોનના વેચાણમાં વધારો થવાથી સ્માર્ટફોન યુઝર્સની સંખ્યામાં વધારો થશે.

સર્વેક્ષણમા થયો ખુલાસોઃ વિશ્વસનીય ઈન્ટરનેટ કનેક્શન મેળવવું એ, આજના આ વર્ગ માટે પ્રેમ શોધવો અને પ્રેમમાં પડવા કરતા વધુ છે મહત્વપૂર્ણ
Symbolic Image (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 12:24 PM
Share

ભારતમાં 2026 સુધીમાં એક અબજ સ્માર્ટફોન (Smartphones)યુઝર્સ હશે. મંગળવારે જાહેર થયેલા ડેલોઈટના રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટ(Internet)સુવિધાથી સજ્જ મોબાઈલ ફોનના વેચાણમાં વધારો થવાથી સ્માર્ટફોન યુઝર્સની સંખ્યામાં વધારો થશે. ભારતમાં વર્ષ 2021 સુધીમાં 1.2 બિલિયન મોબાઈલ ફોન યુઝર્સ હતા. તેમાંથી 750 મિલિયન સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. ડેલોઈટના 2022 ગ્લોબલ ટીએમટી (ટેક્નોલોજી, મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ, ટેલિકોમ્યુનિકેશન્સ) અંદાજ મુજબ, “2026 સુધીમાં સ્થાનિક બજારમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા વધીને એક અબજ થવાનો અંદાજ છે.”

ગ્રામીણ વિસ્તારોમાં સ્માર્ટફોનના ગ્રાહકો ઝડપથી વધી રહ્યા છે

ડેલોઈટ અનુસાર, 2021 અને 2026 ની વચ્ચે, ગ્રામીણ વિસ્તારોમાં સ્માર્ટફોન ગ્રાહકોની સંખ્યા વાર્ષિક ધોરણે 6 ટકાના દરે વધશે.  શહેરી વિસ્તારોમાં, તે વાર્ષિક 2.5 ટકા વધશે. ડેલોઈટના વિશ્લેષણ મુજબ, ભારતની સ્માર્ટફોન માગ 2021માં 300 મિલિયનથી 2026માં 6 ટકા વધીને 400 મિલિયન થઈ જશે.

‘જનરેશન ઝેડ’ (Generation Z)નું યુવાધન

ડેઈલી મેલમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, કિશોર અને યુવાનો પર કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે આ વર્ગો માટે પ્રેમ શોધવા અથવા પ્રેમમાં પડવા કરતાં વિશ્વસનીય ઇન્ટરનેટ કનેક્શન મેળવવું વધુ મહત્વપૂર્ણ છે. આ સર્વે અનુસાર, 1997 અને 2012ની વચ્ચે જન્મેલી પેઢી માટે વેકેશનમાં ફરવા, મિત્રો બનાવવા અને ઘર ખરીદવા કરતાં પણ ઓનલાઈન રહેવું વધુ મહત્વનું છે. આ પેઢીને ‘જનરેશન Z’ અથવા ‘ઝૂમર્સ’ (Zoomers)પણ કહેવામાં આવે છે.

બ્રિટિશ મોબાઇલ નેટવર્ક ઓપરેટર EE દ્વારા 2022 માટેના પ્રાથમિક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 74 % ઝૂમર માટે ‘કનેક્ટિવિટી’ અત્યંત મહત્વની છે, જ્યારે 77 % માટે કારકિર્દીની પ્રગતિ વધુ મહત્વપૂર્ણ છે. 70 % ઝૂમર્સ વેકેશન પર જવાની તકને મોટી વાત માને છે, જ્યારે 69 % કિશોર અને આ ઉંમરના યુવાનો નવા મિત્રો બનાવવાનું પસંદ કરે છે. સ્માર્ટફોન યુઝર્સમાં વધારો થવાનું આ એક મુખ્ય કારણ છે.

નિષ્ણાતો શું કહે છે

સર્વેક્ષણ જૂથમાં ફક્ત 51 % યુવાનોએ કહ્યું કે જીવનસાથી સાથે સ્થાયી થવું તેમની ટોચની પ્રાથમિકતાઓમાંનું છે, જ્યારે માત્ર 43 % લગ્ન કરવા માંગે છે અને 40 % બાળક ઈચ્છે છે. ‘જનરેશન Zની અન્ય પ્રાથમિકતાઓ 55 % માટે ઘર માટે નાણાં એકત્ર કરવાની અને 52% માટે વર્લ્ડ કપ જોવાની છે.

આ પણ વાંચો: TV9 Exclusive interview with Paresh Rawal : પરેશ રાવલે 40 વર્ષ પછી ગુજરાતી સિનેમામાં કર્યું રીડેબ્યું, આ ફિલ્મને લઈને છે ઉત્સાહિત

આ પણ વાંચો: આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો, એક બતકે સાંઢના ટોળાને પરસેવો વાળી દીધો, લોકોએ કહ્યું ‘એ બતક ઝુકેગા નહીં’

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">