શું ઈન્સ્ટાગ્રામ-ફેસબુક માટે રૂપિયા આપવા પડશે? પેઇડ વર્ઝન લાવવાની થઈ રહી છે તૈયારી!
માર્ક ઝુકરબર્ગની કંપની મેટા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ - ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું પેઇડ વર્ઝન લોન્ચ કરવાની છે. પેઇડ સબ્સ્ક્રિપ્શન આધારિત વર્ઝન યુરોપમાં લોન્ચ થવાની અપેક્ષા છે. આ કારણે, આ બંને પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે વપરાશકર્તાઓને જાહેરાતો દેખાશે નહીં. યુરોપિયન કાયદા અનુસાર, કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ લોકોના ડેટાનો ઉપયોગ તેમની સંમતિ વિના કરી શકે નહીં.

હવે તમારે ફેસબુક (Facebook) અને ઈન્સ્ટાગ્રામ (Instagram) યુઝ કરવા માટે રૂપિયા ચૂકવવા પડી શકે છે. માર્ક ઝુકરબર્ગની કંપની મેટા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ – ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું પેઇડ વર્ઝન લોન્ચ કરવાની છે. પેઇડ સબ્સ્ક્રિપ્શન આધારિત વર્ઝન યુરોપમાં લોન્ચ થવાની અપેક્ષા છે. આ કારણે, આ બંને પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે વપરાશકર્તાઓને જાહેરાતો દેખાશે નહીં. યુરોપિયન કાયદા અનુસાર, કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ લોકોના ડેટાનો ઉપયોગ તેમની સંમતિ વિના કરી શકે નહીં.
એડ સિસ્ટમ લોકોના ડેટા પર નિર્ભર
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની એડ સિસ્ટમ સંપૂર્ણપણે લોકોના ડેટા પર નિર્ભર છે. મેટા લોકોના ડેટા દ્વારા જાહેરાતો ચલાવે છે, જેના કારણે તે મોટી કમાણી કરે છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ લોકો શું જોઈ રહ્યા છે, તેઓ શું પસંદ કરે છે તેના ડેટા એકત્ર કરીને જાહેરાતો ચલાવે છે.
પેઇડ વર્ઝન જાહેરાત-મુક્ત રહેશે
પેઇડ વર્ઝન આવ્યા પછી વપરાશકર્તાઓને જાહેરાતો બતાવવામાં આવશે નહીં. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર યુરોપિયન યુનિયનની દેખરેખ અને તપાસના કારણે મેટા આ કરી શકે છે. જો કે, મેટાએ પેઇડ વર્ઝન લાવવાના સમાચારની પુષ્ટિ કરી નથી.
ફ્રી વર્ઝન પણ ઉપલબ્ધ
યુરોપમાં, મેટાનું ફ્રી વર્ઝન પણ ચાલુ રહેશે જેમાં જાહેરાતો બતાવવામાં આવશે. શક્ય છે કે પેઇડ વર્ઝન પછી મેટાને યુરોપિયન યુનિયનમાં પ્રાઈવસી પોલિસીને લઈને ચાલી રહેલી તપાસમાં પણ રાહત મળી શકે.
મેટા પર ભારે દંડ લાદવામાં આવ્યો
તમને જણાવી દઈએ કે જુલાઈ 2019માં મેટા જર્મન સરકાર સામે કેસ હારી ગઈ હતી. આ કિસ્સામાં, મેટાને તેમની સંમતિ વિના વપરાશકર્તા ડેટા એકત્રિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
EUના એન્ટિ-ટ્રસ્ટ રેગ્યુલેટર્સે 14 ઓગસ્ટથી મેટા પર દરરોજ લગભગ 77.51 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. મેટાએ વપરાશકર્તાઓનો ડેટા એકત્રિત કર્યો અને પછી તે મુજબ વપરાશકર્તાઓને જાહેરાતો બતાવવા માટે આ ડેટાનો ઉપયોગ કર્યો. નોર્વેજીયન ડેટા પ્રોટેક્શન ઓથોરિટીએ મેટા પર યુઝર્સની ગોપનીયતાના ઉલ્લંઘન બદલ આ દંડ લગાવ્યો છે. આ દંડ આગામી ત્રણ મહિના માટે લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Online Gaming App Fraud: રૂપિયાની લાલચ આપીને ઓનલાઈન ગેમ દ્વારા થઈ રહી છે છેતરપિંડી
અત્યાર સુધી સબસ્ક્રિપ્શનની કિંમત વિશે કોઈ સમાચાર નથી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની યોજનાઓ સમાન હશે કે અલગ હશે તે અંગે કોઈ માહિતી નથી. જો મેટાનું સબ્સ્ક્રિપ્શન મોડલ કામ કરે છે, તો તે અન્ય દેશોમાં પણ લાગુ કરી શકાય છે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો