Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facebook Fake ID Fraud: નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી મદદના બહાને છેતરપિંડી, આ રીતે રહો સાવચેત, જુઓ Video

છેતરપિંડી કરનારાઓ યુઝરના ફેસબુક મિત્રો પાસેથી મદદ માંગે છે અને તેઓ ફોનપે, પેટીએમ અથવા ગૂગલ પે દ્વારા ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાની માગ કરે છે. આ દિવસોમાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, આવી સ્થિતિમાં સાવધાન રહેવું જરૂરી છે.

Facebook Fake ID Fraud: નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી મદદના બહાને છેતરપિંડી, આ રીતે રહો સાવચેત, જુઓ Video
Facebook Fake ID Fraud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 12:10 PM

જેમ જેમ દુનિયા હાઈટેક બની રહી છે, તેમ ફ્રોડ (Cyber Crime) કરનારા પણ હાઈટેક બની રહ્યા છે. આજકાલ સાયબર ક્રાઈમના કેસ વધી રહ્યા છે. સાયબર ગુનેગારો છેતરપિંડી કરવાના અવનવા રસ્તાઓ શોધતા રહે છે. હવે આવા લોકો ફેસબુક (Facebook) દ્વારા લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા લોકો સામાન્ય માણસથી લઈને મોટા અધિકારીઓને પોતાનો શિકાર બનાવી રહ્યા છે.

યુઝરના ફેસબુક મિત્રો પાસેથી મદદ માંગે છે

ફ્રોડ કરનારા નકલી પ્રોફાઇલ બનાવીને તેમના નજીકના લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ યુઝરના ફેસબુક મિત્રો પાસેથી મદદ માંગે છે અને તેઓ ફોનપે, પેટીએમ અથવા ગૂગલ પે દ્વારા ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાની માગ કરે છે. આ દિવસોમાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, આવી સ્થિતિમાં સાવધાન રહેવું જરૂરી છે.

ફેસબુક પર આવી રીતે થાય છે છેતરપિંડી

ફેસબુક પર યુઝર્સની નકલી પ્રોફાઇલનો ઉપયોગ કરે છે. નકલી ફેસબુક પ્રોફાઈલ બનાવવા માટે, ઠગ યુઝર્સના ફોટોગ્રાફ્સ ચોરી લે છે અને પછી તેને ઓરિજીનલ પ્રોફાઈલ જેવી નકલી બનાવે છે અને પછી યુઝરના પરિચિતો પાસેથી પૈસાની માંગણી કરે છે. છેતરપિંડીનો બીજો રસ્તો એ છે કે યુઝરના ફેસબુક એકાઉન્ટને હેક કરવું.

કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?

તબિયત અને હોસ્પિટલમાં દાખલના બહાને પૈસાની માંગણી

સાયબર ઠગ્સ મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને જાણીતી હસ્તીઓના ફેસબુક એકાઉન્ટ પર નજર રાખે છે. તેમના એકાઉન્ટનો યોગ્ય અભ્યાસ કર્યા બાદ તેઓ સંબંધિત વ્યક્તિના મિત્રોની યાદીમાંના લોકોને મેસેજ મોકલે છે અને તબિયત, હોસ્પિટલમાં દાખલ થવા અને તાત્કાલિક કામમાં વ્યસ્તતા સહિતના વિવિધ પ્રતિકૂળ સંજોગોને જણાવી તાત્કાલિક પૈસાની માંગણી કરે છે.

તેઓ નાણાં આજે સાંજ કે આવતીકાલે સવાર સુધીમાં પરત કરવાની ખાતરી પણ આપે છે. આ બહાને, જો કોઈ વ્યક્તિ જાળમાં ફસાઈ જાય છે, તો તેની સાથે પૈસાની છેતરપિંડી કરીને, ગુનેગાર સંબંધિત નકલી આઈડી બંધ કરી દે છે.

આ પણ વાંચો : Credit Card Fraud: ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા માટે ફોન આવે, તો રહો સાવધાન! તમારી સાથે થઈ શકે ઠગાઈ, જુઓ Video

નકલી ફેસબુક એકાઉન્ટ કેવી રીતે ઓળખવું

1. જો તમને પ્રોફાઈલ ફોટો પર શંકા હોય તો ફોટો સર્ચ કરો. જો ફોટો 18+ સાઇટ પર દેખાય છે, તો સમજો કે ફેસબુક એકાઉન્ટ નકલી છે.

2. જો ટાઈમલાઈન પર કોઈ સેલિબ્રિટી, ભગવાન કે છોકરીઓની તસવીર દેખાઈ રહી હોય તો સાવચેત રહો અને તેને ઓળખવા માટે રિવર્સ ઈમેજ સર્ચની મદદ લો.

3. મોટાભાગના નકલી ફેસબુક એકાઉન્ટમાં તેમની જન્મ તારીખ 1 જાન્યુઆરી હોય છે. આ સિવાય તારીખો દ્વારા પણ નકલી એકાઉન્ટ શોધી શકાય છે.

4. ફેસબુક એકાઉન્ટ અને ઈમેલ પર હંમેશા ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશન ચાલુ રાખો, જેથી જો કોઈ અન્ય વ્યક્તિ આઈડી ખોલે તો તમારા ફોન પર OTP આવશે.

5. સામાન્ય રીતે ફેક એકાઉન્ટ દ્વારા કોઈ પેજને લાઈક કરવામાં આવતું નથી. આ કિસ્સામાં, પ્રોફાઇલ પર જાઓ અને તપાસો કે તે એકાઉન્ટ દ્વારા કયું પેજ લાઇક કરવામાં આવ્યું છે. જો કોઈ પેજ લાઈક ન હોય તો સમજવું કે તે એકાઉન્ટ નકલી છે.

6. ફેસબુક આઈડીથી મદદના નામે પૈસા માંગવામાં આવે છે, તો પહેલા તે વ્યક્તિના મોબાઈલ અથવા કોઈપણ સંપર્ક નંબર પર કોલ કરો.

7. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">