સાવધાન: વેક્સિન બુક કરાવતી વખતે CoWIN એપ પર ન કરો આ ભૂલ, નહીંતર થઇ જશો બ્લોક

દેશભરમાં વેક્સિન અભિયાન શરુ છે. આવામાં CoWIN App પર વેક્સિન બુક કરાવવાની હોડ લાગી છે. પરંતુ જો તમે પણ એપ પર વેક્સિન બુક કરાવતા હોય તો તમારે થોડીક સાવચેતી રાખવી જરૂરી છે. જાણો તેના વિશે.

સાવધાન: વેક્સિન બુક કરાવતી વખતે CoWIN એપ પર ન કરો આ ભૂલ, નહીંતર થઇ જશો બ્લોક
પ્રતિકાત્મક તસ્વીર

ભારતમાં કોરોના વાયરસનો કહેર વધ્યો તેની સામે સરકારે રસીકરણની પ્રક્રિયા પણ ઝડપી કરી હતી. નાગરિકો કોવિન ઍપ પર રજીસ્ટ્રેશન કરાવે છે પરંતુ જો આ ભૂલ કરશો તો બ્લોક થઇ જશો.

વેક્સિન સ્લોટ બૂક કરાવવા માટે તમે એપ ખોલશો અને ભૂલ કરશો તો બ્લોક થઇ જશો અને ક્યારેય વેક્સિન સ્લોટ બૂક નહી કરાવી શકો. એક તરફ સ્લોટ બૂક કરવા ઓટોમેટ કરવાના પ્રયત્ન પર રોક લગાવી છે તો બીજી તરફ યુઝર પોતાની ભૂલો જાતે સુધારી શકે તેવો ઓપ્શન પણ આપ્યો છે.

ન કરશો આ ભૂલો

જો તમે કોવિન પ્લેટફોર્મ પર 24 કલાકની અંદર વેક્સિન સ્લોટ માટે 1000 વાર સર્ચ કરશો અથવા તો 50થી વધુ વાર OTP જનરેટ કરશો તો બ્લોક થઇ જશો. કોવિન પોર્ટલને મેનેજ કરી રહેલી ટીમના અધિકારીએ કહ્યું કે, તે યુઝર અન્ય 24 કલાક માટે વેક્સિન સ્લોટ બૂક નહી કરી શકે.

કોવિડ મેનેજમેન્ટ ટીમે આ પગલુ વેક્સિન સ્લોટ બૂકિંગ્સને ઓટોમેટ કરવા માટે બોટ્સ કે સ્ક્રિપ્ટ્સ ડિપ્લોયમેન્ટના રીતને રોકવા માટે ઉઠાવ્યા છે. એક અધિકારીએ કહ્યું કે, આવું એટલા માટે કરવુ પડ્યુ છે જેથતી મેન્યુઅલી સ્લોટ બૂક કરવાવાળા લોકોને બોટ્સ સાથે પ્રતિસ્પર્ધા ન કરવી પડે. એક કે બે પિનકોડ કે જિલ્લામાં 15 થી 20 વાર સર્ચ કરવાથી તમને એપ બ્લોક કરી દે છે.

સર્ટીફીકેટની ભૂલ સુધારી શકશો

વેક્સિન લેનાર વ્યક્તિ પ્રમાણપત્રમાં રહેલી ભૂલો જાતે જ સુધારી શકે તેવી સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. સરકારે એક નવી અપડેટની ઘોષણા કરી છે. જેમાં નામ, જન્મતારીખ કે જાતિમાં ભૂલ થઇ હોય તો તેને જાતે સુધારી શકાય છે.

આરોગ્ય સેતુ એપના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવ્યુ હતુ કે જો કોવિન વેક્સિનેશન સર્ટીફિકેટમાં ભૂલથી તમારા નામ કે અન્ય માહીતી ખોટી લખાઇ ગઇ હોય તો તેને જાતે જ સુધારી શકો છો.

 

આ પણ વાંચો: સુશાંતના ફેન્સ માટે માઠા સમાચાર, દિલ્હી હાઈકોર્ટે અભિનેતાના પિતાની અરજી ફગાવી

આ પણ વાંચો: ના હોય! તો આ કારણે મચ્છરો પીવે છે માણસોનું લોહી? કારણ જાણીને અચંબિત થઇ જશો