AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુશાંતના ફેન્સ માટે માઠા સમાચાર, દિલ્હી હાઈકોર્ટે અભિનેતાના પિતાની અરજી ફગાવી

અભિનેતા સુશાંતના પિતાએ સુશાંત પર બની રહેલી ફિલ્મ બાબતે અરજી આપી હતી. અરજી અનુસાર સુશાંતના જીવન પર આધારિત વિભિન્ન પ્રસ્તાવિત પ્રોજેક્ટ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી.

સુશાંતના ફેન્સ માટે માઠા સમાચાર, દિલ્હી હાઈકોર્ટે અભિનેતાના પિતાની અરજી ફગાવી
સુશાંત સિંહ રાજપૂત
| Updated on: Jun 10, 2021 | 11:57 AM
Share

સુશાંત સિંહ રાજપૂતના નિધનને લગભગ વર્ષ પૂરું થવા આવ્યું છે. આવામાં એક્ટર પર આધારિત ફિલ્મ “ન્યાય: ધ જસ્ટિસ” પર દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે ફિલ્મ પર રોક લગાવવાની ના કહી દીધી છે.

અહેવાલ અનુસાર અભિનેતા સુશાંતના પિતાએ આ બાબતે અરજી આપી હતી. અરજી અનુસાર સુશાંતના જીવન પર આધારિત વિભિન્ન પ્રસ્તાવિત પ્રોજેક્ટ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે યાચિકામાં સુશાંતના પિતા કૃષ્ણ કિશોર સિંહને ફિલ્મોમાં તેમના દીકરાના નામ અને તેનાથી મળતા પાત્રોના ઉપયોગ પર રોક લગાવવાની માંગ કરી છે.

આ સાથે, અરજીમાં સુશાંતના જીવન પર આગામી અથવા સૂચિત પ્રોજેક્ટ્સનો પણ ઉલ્લેખ છે, જેમાં “સુસાઇડ ઓર મર્ડર: અ સ્ટાર વોઝ લોસ્ટ”, ‘શશાંક’ અને એક અનામી ફિલ્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને કહેવામાં આવ્યું હતું કે આવી સ્થિતિમાં સુશાંતના ચાહકોને આનાથી આંચકો લાગશે એમ કહેવું ખોટું નહીં હોય.

આ અગાઉ ન્યાય ફિલ્મના નિર્માતાઓની વાર્તા દિલ્હી હાઈકોર્ટમાં સંપૂર્ણ બદલી દેવામાં આવી છે. ફિલ્મના નામની સાથે દિલ્હી હાઈકોર્ટમાં આપવામાં આવેલા એફિડેવિટમાં, વાર્તામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફિલ્મનું નવું શીર્ષક હવે શશાંક બની ગયું છે.

તમને જણાવી દઈએ કે સુશાંતના પિતાને લાગે છે કે તેમના દીકરા અને તેમના પરિવારનું નામ બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેની સાથે બનેલી ઘટનાનો લાભ લઈ તેમની ફિલ્મનું માર્કેટિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સુશાંત કેસ ક્યાં પહોંચ્યો

તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન 2020 ના રોજ મુંબઇના તેના ફ્લેટમાં નિધન થયું હતું. અભિનેતાએ આત્મહત્યા કરી હોવાનું બહાર આવતા સૌ ચોંકી ગયા હતા. અભિનેતાના મૃત્યુના 1 મહિના પછી, પરિવારે પોલીસમાં કેસ નોંધાવ્યો હતો અને રિયા ચક્રવર્તી સામે ફરિયાદ કરી હતી. જે પછી સીબીઆઈ અને એનસીબી હવે આ કેસની તપાસ કરી રહી છે.

NCB ની તપાસમાં રિયા જેલમાં જી ચુકી છે. આ સાથે તેમાં ઘણા વધુ મોટા નામ બહાર આવ્યા હતા. હવે ફરી એકવાર એનસીબી કાર્યવાહી કરવાના મૂડમાં છે અને સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછના આધારે હવે વધુ લોકોને પૂછપરછ કરવામાં આવશે.

આ પણ વાંચો: ના હોય! તો આ કારણે મચ્છરો પીવે છે માણસોનું લોહી? કારણ જાણીને અચંબિત થઇ જશો

આ પણ વાંચો: એલોપથી વિવાદ બાદ વેક્સિનને લઈને બાબા રામદેવના બદલાયા સુર, કહ્યું- જલ્દી જ લેશે વેક્સિન

કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
g clip-path="url(#clip0_868_265)">