AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુવાનોમાં વધતું સોશિયલ મીડિયા એડિક્શન, સમય સાથે વધી ચિંતા, જાણો કારણ

આજના ડિજિટલ યુગમાં યુવાનોમાં સોશિયલ મીડિયાનો વધતો અને અતિરિક્ત ઉપયોગ તેમના માનસિક સ્વાસ્થ્ય, અભ્યાસ, ઊંઘ અને સામાજિક જીવન પર નકારાત્મક અસર કરી રહ્યો છે, નિષ્ણાતોનુ આ વિશે શું કહેવુ છે ચાલો જાણીએ.

યુવાનોમાં વધતું સોશિયલ મીડિયા એડિક્શન, સમય સાથે વધી ચિંતા, જાણો કારણ
| Updated on: Mar 06, 2026 | 6:28 PM
Share

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા યુવાનોના દૈનિક જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. સ્માર્ટફોન અને ઇન્ટરનેટની સરળ ઉપલબ્ધતા ના કારણે ઘણા યુવાનો રોજના ઘણા કલાકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિતાવે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે, જે કેટલીકવાર એડિક્શનનું સ્વરૂપ પણ ધારણ કરે છે.

સોશિયલ મીડિયાના વધારે ઉપયોગની માનસિક અસર

સોશિયલ મીડિયા પર લાંબા સમય સુધી સક્રિય રહેવાને કારણે ઘણા યુવાનોમાં ધ્યાન ભંગ થવું, ઊંઘમાં ઘટાડો અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ જોવા મળે છે. કેટલાક અભ્યાસોમાં જણાવાયું છે કે સતત ઓનલાઇન રહેવાની ટેવથી આત્મવિશ્વાસમાં ઘટાડો અને એકલતાની લાગણી પણ વધી શકે છે. ખાસ કરીને કિશોરાવસ્થાના યુવાનો માટે આ સ્થિતિ વધુ અસરકારક બની શકે છે.

શિક્ષણવિદો કહે છે કે સોશિયલ મીડિયાનો અતિરિકત ઉપયોગ વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર કરે છે. ઘણા વિદ્યાર્થીઓ વાંચન અથવા હોમવર્ક કરતાં વધુ સમય મોબાઇલ પર વિતાવે છે, જેના કારણે તેમના શૈક્ષણિક પરિણામોમાં પણ ઘટાડો જોવા મળે છે.

યુવાનોમાં સોશિયલ મીડિયાનો વધતો  ટ્રેન્ડ

વિશેષજ્ઞોના મતે સોશિયલ મીડિયા એડિક્શન વધવાના કેટલાક મુખ્ય કારણોમાં સતત મળતી નોટિફિકેશન્સ, લાઈક્સ અને કોમેન્ટ્સ દ્વારા મળતો તાત્કાલિક પ્રતિસાદ મહત્વનો ભાગ ભજવે છે. ઉપરાંત મિત્રો સાથે જોડાયેલા રહેવાની ઇચ્છા અને ટ્રેન્ડ્સને અનુસરવાની ભાવના પણ યુવાનોને સોશિયલ મીડિયા તરફ વધુ આકર્ષે છે.

નિષ્ણાતોની સલાહ

માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા સંપૂર્ણપણે નકારાત્મક નથી, પરંતુ તેનો સંતુલિત ઉપયોગ જરૂરી છે. માતા-પિતા અને શિક્ષકોને યુવાનોને ડિજિટલ ડિવાઇસનો યોગ્ય ઉપયોગ શીખવવો જોઈએ. વિશેષજ્ઞો કહે છે કે રોજિંદા જીવનમાં રમતગમત, વાંચન અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે સમય ફાળવવાથી સોશિયલ મીડિયાની ઉપરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે છે.

એક રીતે જોવામાં આવે તો સોશિયલ મીડિયા આધુનિક જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે, પરંતુ તેનો અતિરિકત ઉપયોગ યુવાનો માટે પડકારરૂપ બની શકે છે. યોગ્ય માર્ગદર્શન અને જાગૃતિ દ્વારા જ આ વધતા એડિક્શનને નિયંત્રિત કરી શકાય છે.

વધુ ચા પીવાની આદત બની શકે છે નુકસાનકારક, દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ? વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
g clip-path="url(#clip0_868_265)">