Twitter ને દિલ્હી હાઇકોર્ટની ફટકાર, ફરિયાદ અધિકારીની નિમણૂકને લઇને આપ્યો આ આદેશ

દિલ્હી હાઈકોર્ટે નવા આઈટી નિયમો અંતર્ગત સ્થાનિક ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવા અંગે 8 મી જુલાઈ સુધીમાં જણાવવાનો ટ્વિટરને આદેશ આપ્યો છે.

Twitter ને દિલ્હી હાઇકોર્ટની ફટકાર, ફરિયાદ અધિકારીની નિમણૂકને લઇને આપ્યો આ આદેશ
Twitter ને દિલ્હી હાઇકોર્ટની ફટકાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 2:52 PM

Twitter દ્વારા ફરિયાદ અધિકારીની નિમણૂકને લઈને દિલ્હી હાઈકોર્ટે માઇક્રોબ્લોગિંગ સાઇટ Twitter ને મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ટ્વિટર પર ટિપ્પણી કરતાં કહ્યું કે તમારી પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે? જો ટ્વિટર એવું વિચારે છે કે દેશમાં ઈચ્છે તેટલો સમય લઈ શકે છે. તો કોર્ટ આ બાબતની મંજૂરી આપશે નહીં.દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે ટ્વિટર નવા આઇટી(IT) નિયમો હેઠળ ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક ન કરીને કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે. હાઈ કોર્ટે નવા આઈટી નિયમોને ધ્યાનમાં રાખીને ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક ટ્વિટર ક્યારે કરશે તે અંગે 8 મી જુલાઇ સુધીમાં આપવાનો આદેશ આપ્યો છે.

ટ્વિટરને કોઈ રાહત આપી શકે તેમ નથી

ન્યાયમૂર્તિ રેખા પલ્લીએ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અદાલતને એવી માહિતી આપવામાં આવી ન હતી કે સ્થાનિક ફરિયાદ નિવારણ અધિકારી (આરજીઓ) ની અગાઉની નિમણૂક ફક્ત વચગાળાના આધારે કરવામાં આવી હતી. જેમણે રાજીનામું આપી દીધું છે.હાઈકોર્ટે આ અંગે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે હવે તે ટ્વિટરને કોઈ રાહત આપી શકે તેમ નથી અને કેન્દ્ર સરકાર પગલા લેવા સ્વતંત્ર છે. એડવોકેટ આચાર્ય દ્વારા દાખલ કરેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

ટ્વિટર પર સતત આરોપ લાગી રહ્યાં છે

કેન્દ્ર સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઓટીટી પ્લેટફોર્મ અને ડિજિટલ મીડિયાને લઇને જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાની પાલન કર્યામાં Twitterનિષ્ફળ નિવડ્યું છે. જે બાબતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે હાલમાં જ દિલ્હી હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને માહિતી આપી હતી કે કંપની થોડા જ સમયમાં ફરિયાદ અધિકારીની નિમણૂંક કરશે.ટ્વિટર પર સતત આરોપ લાગી રહ્યાં છે કે તે ભારતીય  આઇટી (IT) કાયદા અને કેન્દ્ર સરકારની ગાઈડ લાઇનનું પાલન નથી કરી રહી. ટ્વિટર ના તો ફરિયાદ અધિકારી નિયુક્ત કરી રહી છે તેમજ ન તો તે માર્ગદર્શિકા અનુસાર અન્ય અધિકારીઓની નિમણૂક કરી રહ્યું છે.

ફરિયાદ અધિકારીની નિયુકિતમાં વિલંબ

દિલ્હી હાઇકોર્ટે ટ્વિટરના વર્તનને લઇને નારાજગી વ્યક્ત કરી છે. તેમજ ટ્વિટર દ્વારા ફરિયાદ અધિકારીની નિયુકિતમાં વિલંબને દિલ્હી હાઇકોર્ટે ટ્વિટરને ફરિયાદ અધિકારીની નિયુક્તિની જાણ કરવા માટે બે દિવસનો સમય આપ્યો છે.

આ પણ વાંચો : Vaccine : ભારતમાં સરકારી રસી કેન્દ્રો પર મફતમાં મળશે સ્પુતનિક-V, ટૂંક સમયમાં જથ્થો ઉપલબ્ધ થશે

આ પણ વાંચો : New governor: ગુજરાતના પૂર્વ વનપ્રધાન મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ, વજુભાઈ વાળાના સ્થાને થાવરચંદ ગેહલોત કર્ણાટકના રાજ્યપાલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">