Vaccine : ભારતમાં સરકારી રસી કેન્દ્રો પર મફતમાં મળશે સ્પુતનિક-V, ટૂંક સમયમાં જથ્થો ઉપલબ્ધ થશે

દેશના દરેક લોકોનું ઝડપથી રસીકરણ થાય તે માટે બંને વેક્સિનના પ્રોડક્શનને વધારવામાં આવ્યુ છે. સ્પુતનિક-V (Sputnik V ) વેક્સિન આવવાથી રસીકરણની પ્રક્રિયા વધુ ઝડપી બનશે

Vaccine : ભારતમાં સરકારી રસી કેન્દ્રો પર મફતમાં મળશે સ્પુતનિક-V, ટૂંક સમયમાં જથ્થો ઉપલબ્ધ થશે
ફાઇલ તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 1:06 PM

ભારતમાં હવે લોકો સરકારી વેક્સિન સેન્ટર્સ પરથી પણ સ્પુતનિક-V વેક્સિન લઇ શક્શે. હાલમાં આ વેક્સિન ફક્ત પ્રાઇવેટ સેક્ટર્સમાં જ મળે છે. પરંતુ ટૂંક સમયમાં સરકારી કેન્દ્રો પર મળશે. સ્પુતનિક-V (Sputnik V) ને ભારતની રેગ્યુલેટરી ઓર્થોરિટીએ મંજૂરી આપી દીધી છે. કોવિડ-19 વર્કિંગ ગ્રુપના ચેરપર્સન ડૉ. એન. કે. અરોડાએ માહિતી આપી છે કે, ભારતમાં હવે સ્પુતનિક-Vને ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભારતમાં હાલ લોકોને કોવેક્સિન અને કોવિશીલ્ડ વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યો છે. દેશના દરેક લોકોનું ઝડપથી રસીકરણ થાય તે માટે બંને વેક્સિનના પ્રોડક્શનને વધારવામાં આવ્યુ છે. સ્પુતનિક-V વેક્સિન આવવાથી રસીકરણની પ્રક્રિયા વધુ ઝડપી બનશે. જો આગામી સમયમાં આ વેક્સિનની સાથે મોડર્ના અને ઝાયડસ કેડિલાની નવી રસી પણ ઉપલબ્ધ થશે તો રોજ 80 લાખથી એક કરોડ લોકોને વેક્સિન આપી શકાશે

સરકાર આ વર્ષના અંત સુધીમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપી દેવા માંગે છે. જો આંકડાની વાત કરવામાં આવે તો 18 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા લગભગ 92 થી 93 કરોડ જેટલી થાય છે. આઇસીએમઆરના (ICMR) રિપોર્ટ પ્રમાણે કોરોનાની ત્રીજી સંભવિત લહેર આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચ મહિના દરમિયાન આવી શકે છે. માટે સરકારનો લક્ષ્ય છે કે બાકી રહેતા 8 મહિનામાં સમગ્ર લોકોનું વેક્સિનેશન થઇ જાય જેથી ત્રીજી લહેરને આવતા રોકી શકાય

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ભારતમાં માર્ચ થી મે મહિના દરમિયાન કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી છે. હાલાત એટલા બગડ્યા હતા કે લાખોની સંખ્યામાં લોકોના મોત થયા અને હોસ્પિટલમાં બેડ, દવાઓ અને ઓક્સિજનની અછત સર્જાઇ. દુનિયાભરના તમામ એક્સપર્ટ્સે જણાવ્યુ હતુ કે કોરોનાથી બચવા માટે વેક્સિન એક માત્ર ઉપાય છે. ભારતમાં જો રસીકરણ ઝડપી બનાવવામાં નહી આવે તો આટલી મોટી વસ્તી જોતા કોરોનાના વધુ વેરિએન્ટ મળી આવવાનું જોખમ રહેશે. માટે જ સરકાર વેક્સિનેશન પર ભાર આપી રહી છે અને વધુમાં વધુ લોકો વેક્સિન લે તે દિશામાં કાર્યો કરી રહી છે.

સ્પુતનિક-V વેક્સિનને રાખવા માટે માઇનસ 18 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે. વેક્સિનના સ્ટોરેજને લઇને ડૉ, અરોડાએ જણાવ્યુ છે કે, પોલીયોની રસી માટે કોલ્ડ ચેઇનની વ્યવસ્થા કરવામાં આવી હતી તે રીતે જ વેક્સિન માટે પણ કરવામાં આવશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">