સાયબર ગુનેગારોની હવે ખેર નહીં, પ્રતિબિંબ એપ દ્વારા સ્કેમર્સને ટ્રેક કરાવામાં આવશે, સાયબર ફ્રોડના કેસમાં થશે ઘટાડો
દેશભરમાં ઠગ સામાન્ય લોકોને છેતરવા માટે નવી નવી રીતો અપનાવી રહ્યા છે ત્યારે ઝારખંડ પોલીસ I4C દ્વારા આ નંબરો મેળવી રહી છે. આ સાથે તેનો ડેટા બેઝ પણ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ ગુનેગારોનો ડેટા ટેલિકોમ કંપની અને સંબંધિત જિલ્લાના એસપીને મોકલવામાં આવશે, જેથી આ નંબરોની સર્વિસ બંધ કરી શકાય.
હાલમાં સાયબર ક્રાઈમના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે CID DG અનુરાગ ગુપ્તા દ્વારા સાયબર ગુનેગારોને ટ્રેક કરવા માટે એક એપ તૈયાર કરવામાં આવી છે. આ એપ ગઈકાલે એટલે કે 8 નવેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવી હતી. રાંચીમાં ઝારખંડ સહિત દેશના 6 રાજ્યના પોલીસ અધિકારીઓની બેઠક પણ યોજાઈ હતી. પ્રતિબિંબ એપની એ છે કે તેમાં સાયબર ગુનેગારનો મોબાઈલ નંબર એન્ટર કરતાની સાથે જ તેનું લોકેશન એપમાં જોવા મળે છે.
પ્રતિબિંબ એપ સાયબર ગુનેગારોને કરશે ટ્રેક
CID DG અનુરાગ ગુપ્તાના જણાવ્યા અનુસાર, પ્રતિબિંબ એપમાં રજીસ્ટર્ડ તમામ મોબાઈલ નંબરોનો ઉપયોગ સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે કરી રહ્યા છે. સાયબર ઠગ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા આ નંબરોને બંધ કરવા માટે, રાજ્યના સંબંધિત જિલ્લાના એસપીને મોકલવામાં આવશે. ત્યારબાદ આ નંબરોની સર્વિસ બંધ કરવામાં આવશે જેથી સ્કેમર્સ આ નંબરનો ઉપયોગ કરી શકે નહીં.
ડીજીએ આગળ કહ્યુ હતું કે, એપનું લોંચિંગ 8 નવેમ્બરે થશે. આ ઈવેન્ટમાં I4Cના અધિકારીઓ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓ પણ સામેલ થશે. તેથી હવે સાયબર ગુનેગારને સરળતાથી ટ્રેક કરી શકાશે અને છેતરપિંડી બંધ થશે.
સ્કેમર્સનો ડેટા બેઝ તૈયાર કરવામાં આવશે
દેશભરમાં ઠગ સામાન્ય લોકોને છેતરવા માટે નવી નવી રીતો અપનાવી રહ્યા છે ત્યારે ઝારખંડ પોલીસ I4C દ્વારા આ નંબરો મેળવી રહી છે. આ સાથે તેનો ડેટા બેઝ પણ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ ગુનેગારોનો ડેટા ટેલિકોમ કંપની અને સંબંધિત જિલ્લાના એસપીને મોકલવામાં આવશે, જેથી આ નંબરોની સર્વિસ બંધ કરી શકાય.
આ પણ વાંચો : જો તમારી સાથે સાયબર ફ્રોડ થાય તો 100 ટકા રકમ પરત મળી શકે, જાણો રૂપિયા રીફંડ મેળવવા માટે શું છે નિયમ
આ ક્રાર્યક્રમમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના અધિકારીઓની સાથે ED, CBI, DOT ના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ એપ સાયબર ક્રાઈમના કેસ સામે ખૂબ જ અસરકારક સાબિત થશે. આ એપના ટ્રાયલ દરમિયાન જાણવા મળ્યું હતું કે, દરરોજ 2 થી 3 હજાર સાયબર ઠગ મોબાઈલ પર અલગ-અલગ રાજ્યોમાં એકટિવ હોય છે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો