AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમારી સાથે સાયબર ફ્રોડ થાય તો 100 ટકા રકમ પરત મળી શકે, જાણો રૂપિયા રીફંડ મેળવવા માટે શું છે નિયમ

મહત્વની વાત એ છે કે, બેંકમાંથી ફ્રોડ થયેલા રૂપિયા ફક્ત ત્યારે જ પરત મળે છે, જો છેતરપિંડી દરમિયાન તમારા દ્વારા કોઈ બેદરકારી થઈ હોય નહીં. જો સ્કેમર્સ તમને લાલચ આપીને OTP માંગે છે અને પછી રૂપિયા ઉપાડે છે, તો આવી સ્થિતિમાં બેંક તમને રૂપિયા પરત કરશે નહીં.

જો તમારી સાથે સાયબર ફ્રોડ થાય તો 100 ટકા રકમ પરત મળી શકે, જાણો રૂપિયા રીફંડ મેળવવા માટે શું છે નિયમ
Cyber Fraud Refund
| Updated on: Nov 08, 2023 | 2:25 PM
Share

સાયબર ક્રાઈમ કરનારાઓની નજર લોકોના બેંક ખાતા પર હોય છે. તમારી એક નાની ભૂલથી મહેનતની કમાણી થોડી જ વારમાં ચોરાઈ જાય છે. ઘણી વખત લોકોની ભૂલ ન હોય તો પણ ફ્રોડ થઈ જાય છે. આ માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જો તમે નિયત સમય મર્યાદામાંન ફરિયાદ નોંધાવો છો, તો તમને 10 દિવસની અંદર છેતરપિંડી કરાયેલા રૂપિયા પરત મળી જશે.

બેંક તમને રૂપિયા પરત કરશે નહીં

અહીં મહત્વની વાત એ છે કે, બેંકમાંથી ફ્રોડ થયેલા રૂપિયા ફક્ત ત્યારે જ પરત મળે છે, જો છેતરપિંડી દરમિયાન તમારા દ્વારા કોઈ બેદરકારી થઈ હોય નહીં. જો સ્કેમર્સ તમને લાલચ આપીને OTP માંગે છે અને પછી રૂપિયા ઉપાડે છે, તો આવી સ્થિતિમાં બેંક તમને રૂપિયા પરત કરશે નહીં. આ ઉપરાંત જો તમે તમારા ડેબિટ કાર્ડનો પિન નંબર કોઈની સાથે શેર કરો છો, તો બેંક તમને કોઈ રકમ પરત આપશે નહીં.

બેંક તમારા રૂપિયા 10 દિવસમાં પરત કરશે

જો ફ્રોડ થયાના 3 દિવસની અંદર ફરિયાદ કરો છો, તો તમને 100 ટકા રકમ પરત મળશે. જો બેંકિંગ સિસ્ટમમા ખામી અથવા ફ્રોડના કારણે તમારા બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડવામાં આવે તો 3 દિવસમાં બેંકમાં ફરિયાદ કરો. જો તમે 3 દિવસમાં ફરિયાદ નોંધાવો છો, તો બેંક તમારા બધા જ રૂપિયા 10 દિવસમાં પરત કરી દેશે.

25,000 રૂપિયાનું નુકસાન તમારે ભોગવવું પડશે

જો તમે છેતરપિંડીના 3 દિવસથી વધારે એટલે કે, 4 થી 7 દિવસમાં ફરિયાદ નોંધાવો છો, આરબીઆઈએ આપેલા નિર્દેશ મૂજબ 25,000 રૂપિયાનું નુકસાન તમારે ભોગવવું પડશે. તમારી સાથે થયેલા ફ્રોડની વધારાની રકમ તમે પરત મેળવી શકો છો. પરંતુ તેના માટે ઘણી શરતો પણ છે. જેના વિશે તમને બેંકમાંથી સંપૂર્ણ માહિતી મળશે.

આ પણ વાંચો : AI ડીપફેક ટેકનોલોજી દ્વારા લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો શું છે Deepfake અને કેવી રીતે ફ્રોડથી બચી શકાય

જો તમે 7 દિવસ બાદ ફરિયાદ કરો છો તો ગમે તેટલી રકમની છેતરપિંડી થઈ હોય તમને 10,000 રૂપિયા જ પરત મળી શકે છે. જો તમે છેતરપિંડી દ્વારા તમારા પૈસા ઉપાડ્યાના 7 દિવસ પછી ફરિયાદ કરો છો, તો બેંકમાં છેતરપિંડી માટે રચાયેલ બોર્ડની બેઠક અને તેના અંતિમ નિર્ણય પછી જ રૂપિયા પરત મળે છે. જો આ કેસ સાયબર ક્રાઈમ સાથે સંબંધિત હોય તો પોલીસમાં ફરિયાદ નોંધાવવી જરૂરી છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">