ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા જ AI એ જણાવ્યું કે કઈ ટીમ બનશે વિજેતા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ આવતીકાલે એટલે કે, 19 નવેમ્બર અને રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ બંને ટીમ વચ્ચે વર્લ્ડ કપ ટ્રોફી જીતવા માટે ફાઈનલ જંગ રમાશે. આવતીકાલે મેચ બાદ તેનું રિઝલ્ટ આવશે કે કઈ ટીમ વિશ્વ વિજેતા બનશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા જ AI એ જણાવ્યું કે કઈ ટીમ બનશે વિજેતા
ICC World Cup 2023
Follow Us:
| Updated on: Nov 25, 2023 | 2:39 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ આવતીકાલે એટલે કે, 19 નવેમ્બર અને રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ બંને ટીમ વચ્ચે વર્લ્ડ કપ ટ્રોફી જીતવા માટે ફાઈનલ જંગ રમાશે. આવતીકાલે મેચ બાદ તેનું રિઝલ્ટ આવશે કે કઈ ટીમ વિશ્વ વિજેતા બનશે. પરંતુ AI દ્વારા આ મેચનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

ખેલાડીઓના હાથમાં વર્લ્ડ કપની ટ્રોફી જોવા મળી

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ અનુસાર ભારત વર્લ્ડ કપની ફાઈનલ મેચ જીતશે. અમે જ્યારે AI ટૂલનો ઉપયોગ કરીને ICC વર્લ્ડ કપ વિજેતા ટીમની તસવીર બનાવવા માટે કહ્યું તો 7-8 એવી તસવીર સામે આવી જેમાં ટીમ ઈન્ડિયાને વિજેતા તરીકે દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત અમુક પિક્ચરમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના હાથમાં વર્લ્ડ કપની ટ્રોફી પણ જોવા મળી રહી હતી.

વારંવાર આવે છે ગુસ્સો તો શરીરમાં આ ચીજની હોઈ શકે ઉણપ
હિટલરની રહસ્યમય ગર્લફ્રેન્ડ કોણ હતી ?
કેમેરા સામે પતિ સૂરજ સાથે રોમેન્ટિક થઈ મૌની રોય, જુઓ ફોટો
સારાને છોડી આ અભિનેત્રી સાથે લંડનમાં ફરી રહ્યો છે ગિલ
આઈપીએલ ઓક્શનમાં આ વિકેટકીપર્સ પર લાગી છે ઊંચી બોલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોનની કિંમત છે કેટલી, એક તસવીરે જ દર્શાવી દીધુ

જાણો કયા AI ટૂલ દ્વારા બની તસવીર

અમે DALL.E ના AI ઈમેજ ક્રિએટર ટૂલ પર India vs Australia ICC World Cup Cricket 2023 winner team ટાઈપ કરીને સર્ચ કર્યું હતું. તેના રિઝલ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમને વિજેતા તરીકે દર્શાવવામાં આવી હતી.

આ જોતા એવું લાગે છે કે AI ટૂલ પણ ભારતના પક્ષમાં છે. એવો અંદાજ છે કે આ વખતે વર્લ્ડ કપ ભારત જ જીતશે. સેમી ફાઈનલ પહેલા જ ICC વર્લ્ડ કપ 2023ની શરૂઆતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સએ ટીમ ઈન્ડિયાને ફાઈનલ મેચમાં વિજેતા જાહેર કરી હતી. એટલે કે સેમિફાઇનલ સુધી AIની આગાહી સાચી નીકળી હતી.

આ પણ વાંચો : 11 કિલો વજનની વર્લ્ડ કપ ટ્રોફીને કોઈ ઉપાડશે? જાણો ચમકતી ટ્રોફીની 5 રસપ્રદ વાતો

ફાઈનલ મેચ 19મી નવેમ્બરે રમાશે

વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 20 વર્ષ પહેલા પણ આ બંને ટીમ વચ્ચે વર્લ્ડ કપ મેચ રમાઈ હતી. તે મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. જો કે આ વખતે AI ટીમ ઈન્ડિયાને વિજેતા માની રહી છે.

નોંધ: આ તસવીર AI દ્વારા તૈયાર કરવામાં આવી છે. ખેલાડીઓના ચહેરા, તેમના કપડા, વર્લ્ડ કપ ટ્રોફી અને કેટલીક વસ્તુઓ વાસ્તવિકતાથી અલગ હોઈ શકે છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">