Chandrayaan 3ના નિર્માણથી લઈને લેન્ડિંગ સુધીની સફર, 60 સેકન્ડના Videoમાં જુઓ પૂર્ણ મિશન
Chandrayaan 3 Moon Landing : ચંદ્રયાન 3ની લેન્ડિંગ પહેલા જ ચંદ્રયાનની ટ્વિટર પર ભારે ચર્ચા થઈ રહી છે. આ બધા વચ્ચે ચંદ્રયાન 3 મિશનનો એક શાનદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચંદ્રયાનની નિર્માણથી લઈને લેન્ડિંગ સુધીની સફર જોવા મળી રહી છે.

ISRO : 23 ઓગસ્ટ, 2023નો દિવસ ચંદ્રયાન 3 મિશન માટે મહત્વનો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝનેશન એટલે કે ISROનું મૂન મિશન બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે. આ અવસર પર પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો – PIBએ એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં ચંદ્રયાન 3ની સંપૂર્ણ સફર જોવા મળી રહી છે.
ચંદ્રયાન 3 મિશનની લોન્ચિંગની જેમ લેન્ડિંગને લઈને પણ તમામ ભારતીયોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચંદ્રયાન 3, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરીને ઈતિહાસ રચશે. હમણા સુધી કોઈ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાન લેન્ડ કરી શક્યુ નથી. અમેરિકા, રશિયા, ચીન બાદ ભારત ચંદ્રની સપાટી પર લેન્ડ કરનાર ચોથો દેશ બની જશે. આ ઐતિહાસિક ઘટનાને આખો દેશ લાઈવ જોઈ શકશે.
આ પણ વાંચો : આવતીકાલે ભારતના Chandrayaan 3ને દુનિયા કરશે સલામ, આ 5 ફેરફારોને કારણે થશે સુરક્ષિત લેન્ડિંગ
1 મિનિટમાં જુઓ ચંદ્રયાન 3ની સંપૂર્ણ સફર
Chandrayaan-3 Mission
Witness the cosmic climax as #Chandrayaan3 is set to land on the moon on 23 August 2023, around 18:04 IST.@isro pic.twitter.com/ho0wHQj3kw
— PIB India (@PIB_India) August 21, 2023
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ચંદ્રયાન 3 મિશનની સંપૂર્ણ સફર જોવા મળી રહી છે. વીડિયોની શરુઆતમાં વૈજ્ઞાનિકોની ટીમ ચંદ્રયાન 3ના સ્પેસક્રાફ્ટને તૈયાર કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં ચંદ્રયાન 3ની ઐતિહાસિક લેન્ડિંગના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. લોન્ચ થયા બાદ ચંદ્રયાન 3, ચંદ્ર તરફ સતત આગળ વધતુ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : પૃથ્વીથી ચંદ્ર સુધી સીડી દ્વારા જઈ શકાય ? સીડીથી ચંદ્ર પર પહોંચવામાં કેટલો સમય લાગશે ? જાણો આ અહેવાલમાં
આગળનો વીડિયો એનિમેટેડ છે, જેમાં ચંદ્રયાનનું લેન્ડિંગ બતાવવામાં આવ્યુ છે. તે કેવી રીતે ધીમે ધીમે ચંદ્રની સપાટીને સ્પર્શે છે અને પછી પૃથ્વી પર સિગ્નલ મોકલે છે. ત્યારબાદ વિક્રમ લેન્ડરનું રોવર આવે છે. ટ્વિટર પર શેયર કરેલા વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે ચંદ્રયાન-3 મિશનના કોસ્મિક ક્લાઈમેક્સના સાક્ષી બનો. આ મિશન 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે લેન્ડ થશે.
ચંદ્રયાન મિશનનું લેન્ડિંગ ઈસરોના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ જોઈ શકાશે. X, YouTube અને Facebook પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. લાઈવ લેન્ડિંગ માટેનું પ્રસારણ સાંજે 5.27 વાગ્યે શરૂ થશે. આ સિવાય લેન્ડિંગને ઈસરોની વેબસાઈટ પર પણ લાઈવ જોઈ શકાશે.