ISRO Jobs: ઈસરોની ભરતી પરીક્ષા રદ કરવામાં આવી, ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે નવી તારીખ

પરીક્ષા દરમિયાન છેતરપિંડી કરવા બદલ બંને ઉમેદવારોની ધરપકડ કરવામાં આવ્યા બાદ સ્પેસ સેન્ટરે પરીક્ષા રદ કરી હતી. આ પરીક્ષા ટેકનિકલ સ્ટાફની જગ્યાઓની ભરતી માટે યોજવામાં આવી રહી હતી. પરીક્ષા દરમિયાન આ મામલો સામે આવ્યો છે.

ISRO Jobs: ઈસરોની ભરતી પરીક્ષા રદ કરવામાં આવી, ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે નવી તારીખ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2023 | 4:55 PM

વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરે ISRO ભરતી પરીક્ષા 2023 રદ કરી છે. પરીક્ષા દરમિયાન છેતરપિંડી કરવા બદલ બંને ઉમેદવારોની ધરપકડ કરવામાં આવ્યા બાદ સ્પેસ સેન્ટરે પરીક્ષા (Exam) રદ કરી હતી. આ પરીક્ષા ટેકનિકલ સ્ટાફની જગ્યાઓની ભરતી માટે યોજવામાં આવી રહી હતી. કેરળમાં પરીક્ષા દરમિયાન આ મામલો સામે આવ્યો છે. VSSC તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પરીક્ષા માટે સંશોધિત કાર્યક્રમ તમામ સંબંધિત ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ દ્વારા જાણ કરવામાં આવશે.

2 લોકોની ધરપકડ કરવામાં આવી

કેરળ પોલીસે પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરતા 2 લોકોને પકડ્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર, એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલ બંને પરીક્ષામાં પ્રશ્નોના જવાબ આપવા માટે અયોગ્ય માધ્યમનો ઉપયોગ કરી રહ્યા હતા. હાલમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની સામે કલમ 406 અને 420 (છેતરપિંડી) સહિતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

બટન કેમેરામાંથી કરી રહ્યા હતા કોપી

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા લોકો બટન કેમેરા વડે પ્રશ્નપત્રની તસવીરો લઈને અન્ય વ્યક્તિને મોકલી રહ્યા હતા, જે ઉમેદવારોના કાનમાં બ્લૂટૂથ ડિવાઈસ દ્વારા પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. કેરળ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. ભરતી પરીક્ષામાં હાજર રહેલા 400 થી વધુ ઉમેદવારો હરિયાણાના હતા અને એવી અટકળો છે કે કોચિંગ સેન્ટરોની મોટી સાંઠગાંઠ આ છેતરપિંડીમાં હોઈ શકે છે.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

આ પણ વાંચો : Govt Jobs: TGT-PGT શિક્ષક સહિત વિવિધ પોસ્ટ પર નોકરીઓ બહાર પડી, આ રીતે કરો ઓનલાઈન અરજી

ધરપકડ કરાયેલા બે ઉપરાંત કેરળ પોલીસે ઉત્તરીય રાજ્યમાંથી અન્ય 4 લોકોની પણ અટકાયત કરી છે. પોલીસે વધુમાં કહ્યું છે કે તેઓ રાજ્ય પોલીસને તપાસમાં મદદ કરવા માટે એક ટીમ હરિયાણા પણ મોકલશે. ડીસીપી કાયદો અને વ્યવસ્થા અજીત વી.એ કહ્યું કે અમે હરિયાણા પોલીસના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કરીશું અને તપાસ ટીમને ત્યાં મોકલવામાં આવશે.

પરીક્ષા ક્યારે યોજાઈ હતી

VSSC દ્વારા 20 ઓગસ્ટ 2023 ના રોજ તિરુવનંતપુરમમાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા દ્વારા ટેકનિશિયન-બી, ડ્રોફ્ટ્સ મેન-બી અને રેડિયોગ્રાફર-એની ખાલી જગ્યાઓ ભરવાની હતી.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">