AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૃથ્વીથી ચંદ્ર સુધી સીડી દ્વારા જઈ શકાય ? સીડીથી ચંદ્ર પર પહોંચવામાં કેટલો સમય લાગશે ? જાણો આ અહેવાલમાં

chandryaan 3 News : 23 ઓગસ્ટ, 2023નો દિવસ ઈસરો અને તમામ ભારતીયો માટે ઐતિહાસિક બની જશે. આ દિવસે સાંજે 6 વાગ્યે ચંદ્રયાન ચંદ્રની સપાટી પર લેન્ડ થશે. તેવામાં સવાલ એ થાય કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે સીડી બનાવીને માણસ ચંદ્ર સુધી પહોંચી શકે કે નહીં ? ચાલો જાણીએ આ અટપટા સવાલનો રસપ્રદ જવાબ.

પૃથ્વીથી ચંદ્ર સુધી સીડી દ્વારા જઈ શકાય ? સીડીથી ચંદ્ર પર પહોંચવામાં કેટલો સમય લાગશે ? જાણો આ અહેવાલમાં
chandryaan 3 Mission
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2023 | 5:35 PM
Share

Moon Mission :  ભારતની સ્પેસ એજન્સી ઈસરો અને અમેરિકાના નાસા સહિત દુનિયાભરની સ્પેસ એજન્સી ચંદ્ર પર પહોંચવાની રેસમાં છે. મિશન ચંદ્રયાન 3ને કારણે ઈસરો, ભારત અને ચંદ્ર આખી દુનિયામાં ભારે ચર્ચામાં છે. લગભગ 40-42 દિવસની યાત્રા પૂરી કરીને ચંદ્રયાન 3, 23 ઓગસ્ટના દિવસે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે. ત્યારે પ્રશ્ન એ પણ થાય કે શું પૃથ્વીથી ચંદ્ર (Moon) સુધીની સીડી બનાવીને માણસ ચંદ્ર સુધી પહોંચી શકે ?

આ સવાલ થોડો અટપટો છે, પણ તેનો જવાબ જણાવાની જિજ્ઞાસા દરેક વ્યક્તિને હશે જ. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર 384,400 કિલોમીટર છે.પૃથ્વીથી ચંદ્રનું અંતર 3 લાખ 84 હજાર 400 કિલોમીટર છે, જે પૃથ્વીના વ્યાસ કરતાં લગભગ 30 ગણું છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનો પોતાનો પ્રકાશ નથી. તે સૂર્યપ્રકાશથી પ્રકાશિત થાય છે.

એવી સ્થિતિ પણ આવે છે જ્યારે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે. આ સ્થિતિને પેરીજી કહેવામાં આવે છે. પેરીજી વખતે ચંદ્ર પૃથ્વીથી આશરે 363,104 કિલોમીટર (225,623 માઇલ) દૂર હોય છે.

આ પણ વાંચો : Breaking News: ISROએ ચંદ્રયાન-3 મિશન પર નવો Video કર્યો શેર, જાણો ક્યાં મળશે દરેક ક્ષણની અપડેટ

પૃથ્વીથી ચંદ્ર સુધીની લાંબી સીડી બનાવવી શક્ય છે ?

પૃથ્વી પરથી ચંદ્ર સુધીની લાંબી સીડી બનાવવી સૈદ્ધાંતિક રીતે શક્ય છે, પરંતુ આ પ્રક્રિયા અતિ મુશ્કેલ અને ખર્ચાળ હશે. લગભગ 384,000 કિલોમીટર સુધીની સીડી બનાવવા માટે અવકાશની કઠોર પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડશે. આજથી વર્ષો બાદ અતિ અદ્યતન ટેકનોલોજી અને સંસાધનોની મદદથી આવી સીડી બનાવી શકાશે, પણ હાલની પરિસ્થિતિમાં આ કામ અશક્ય છે.

આ પણ વાંચો: Chandrayaan 3 : પ્રથમ વખત ISRO ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે, જાણો શું છે સોફ્ટ લેન્ડિંગ અને હાર્ડ લેન્ડિંગ

ચંદ્ર પર જવા માટે કેટલી સીડીઓ લાગશે?

પૃથ્વીથી ચંદ્ર સુધીની યાત્રા સીડીની મદદથી પૂરી કરવા માટે લગભગ 33 મિલિયન સીડીની જરુર પડશે. આ દરેક સીડીની લંબાઈ લગભગ 3 ફીટ જેટલી હોવી જરુરી છે. એકની ઉપર એક, આમ 33 મિલિયન સીડી ગોઠવીને પૃથ્વીથી ચંદ્ર સુધી પહોંચી શકાશે.

ચંદ્ર સુધી સીડી ચઢવામાં કેટલો સમય લાગશે ?

આ પ્રક્રિયા લગભગ 79,633.33 કલાકના નોન-સ્ટોપ ક્લાઇમ્બીંગ સમાન છે. દિવસમાં 9 કલાક ખાવા અને સૂવાના 29,862.5 કલાક સાથે, લગભગ 109,495.83 કલાક અથવા તો લગભગ 12.5 વર્ષમાં તમે સીડીની મદદથી પૃથ્વીથી ચંદ્ર સુધી પહોંચી શકશો. એટલે કે પૃથ્વી-ચંદ્ર વચ્ચે સીડી બનાવવાનો વિચાર ખર્ચાળ અને સમયનો વ્યય કરશે.

ચંદ્રયાનને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
g clip-path="url(#clip0_868_265)">