AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BUDGET 2021: Union Budget Mobile App દ્વારા જાણો બજેટ 2021ના જરૂરી મુદ્દા, જાણો ડાઉનલોડ કરવાની રીત

BUDGET 2021: નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સંસદમાં દેશનું સામાન્ય બજેટ (Budget 2021) રજુ કરી  રહ્યા છે. 23 જાન્યુઆરીના રોજ નાણા મંત્રીએ યૂનિયન બજેટ મોબાઈલ એપ લૉન્ચ કરી હતી.

BUDGET 2021: Union Budget Mobile App  દ્વારા જાણો બજેટ 2021ના જરૂરી મુદ્દા, જાણો ડાઉનલોડ કરવાની રીત
Ankit Modi
| Edited By: | Updated on: Feb 01, 2021 | 11:09 AM
Share

BUDGET 2021: નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સંસદમાં દેશનું સામાન્ય બજેટ (Budget 2021) રજુ કરી  રહ્યા છે. 23 જાન્યુઆરીના રોજ નાણા મંત્રીએ યૂનિયન બજેટ મોબાઈલ એપ લૉન્ચ કરી હતી. એપને આર્થિક મામલાના વિભાગ (DEA)ના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર (NIC)ની તરફથી તૈયાર કરવામાં આવી છે. આ મોબાઈલ એપના દ્વારા સાંસદ અને બધા દેશવાસી ડિજિટલ રૂપથી બજેટ દસ્તાવેજ વાંચી શકાય છે.

યૂનીયન બજેટ મોબાઈલ એપ એટલા માટે લૉન્ચ કરવામાં આવી, કારણ કે આ વર્ષ ચાલી રહી COVID-19 મહામારીની વચ્ચે સ્વાસ્થ્ય સંબંધી જોખમોને ધ્યાનમાં રાખીને બજેટ પેપર્સ પ્રિન્ટ નથી કરવામાં આવ્યા. 1 ફેબ્રુઆરી એટલે કે આજે નાણા મંત્રીનું બજેટ ભાષણ પૂરૂ થવાની બાદ બજેટ પેપર્સ એપ પર રજુ થશે.

યૂનિયન બજેટ મોબાઈલ એપને એન્ડ્રૉઈડ ડિવાઈઝ પર Google Play Storeથી અને iOS ડિવાઈઝ પર Apple એપ સ્ટોરથી ડાઉનલોડ કરવામાં આવી શકે છે. તેના સિવાય એપને કેન્દ્રીય બજેટ વેબ પોર્ટલ (www.Indiabudget.Gov.In)થી પણ ડાઉનલોડ કરવામાં આવી શકે છે. આ એપના દ્વારા યૂઝર્સ બજેટના દસ્તાવેજને સર્ચ કરી શકે છે, તેને ડાઉનલોડ કરી શકે છે અને પ્રિંટ પણ કરાવી શકે છે. તેમાં તમામ જરૂરી એક્સટર્નલ લિંક્સ અને સામગ્રી કોષ્ટકો પણ છે. વપરાશકર્તાઓની સુવિધા માટે એપ્લિકેશન હિન્દી અને અંગ્રેજી બંનેમાં બનાવવામાં આવી છે. વાર્ષિક નાણાકીય નિવેદનો, ગ્રાન્ટ્સ માટેની માંગ અને નાણાં વિધેયક સહિતના તમામ 14 કેન્દ્રીય બજેટ દસ્તાવેજો મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો: Budget in Gujarati 2021 LIVE: આજે અર્થવ્યવસ્થાને લાગશે ‘વિકાસની વેક્સીન’ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ રજુ કરશે બજેટ 2021

g clip-path="url(#clip0_868_265)">