AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Loan Fraud: જો તમને લોન માટે કોલ કે મેસેજ આવે તો રહો સાવધાન, એક ભૂલથી ખાલી થઈ શકે છે બેંક ખાતું, જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી

હવે બેંકમાંથી લોન અપાવવાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. લોકોને પર્સનલ લોનની ઓફર આપી છેતરપિંડીનો ધંધો ચાલી રહ્યો છે. સ્કેમર્સ દાવો કરે છે કે એક જ દિવસમાં ઘરે બેઠા લોન પાસ થઈ જશે. ઈ-મેલ દ્વારા વિગતો મંગાવીને દસ્તાવેજો તપાસવાનું નાટક કરવામાં આવે છે.

Bank Loan Fraud: જો તમને લોન માટે કોલ કે મેસેજ આવે તો રહો સાવધાન, એક ભૂલથી ખાલી થઈ શકે છે બેંક ખાતું, જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી
Bank Loan Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2023 | 1:24 PM
Share

સાયબર (Cyber Crime) છેતરપિંડી કરનારાઓએ તેમની પદ્ધતિઓ બદલી છે. અગાઉ કોલ કરીને પાસવર્ડ, પાન કાર્ડ કે આધાર કાર્ડની વિગતો પૂછવામાં આવતી હતી. હવે બેંકમાંથી લોન (Bank Loan Fraud) અપાવવાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. લોકોને પર્સનલ લોનની ઓફર આપી છેતરપિંડીનો ધંધો ચાલી રહ્યો છે. સ્કેમર્સ દાવો કરે છે કે એક જ દિવસમાં ઘરે બેઠા લોન પાસ થઈ જશે. ઈ-મેલ દ્વારા વિગતો મંગાવીને દસ્તાવેજો તપાસવાનું નાટક કરવામાં આવે છે.

પ્રોસેસિંગ ફીના નામે મોટી રકમ વસૂલે છે

ડોક્યુમેન્ટમાં ખામીઓ કાઢીને પેપર તૈયાર કરવા અને પ્રોસેસિંગ ફીના નામે મોટી રકમ વસૂલે છે. આ ઉપરાંત બિઝનેસ માટે રૂપિયાની જરૂર હોય અને કોઈ તમને તમારી ઈચ્છા મુજબ લોન આપવાનું કહે તો પણ સાવચેતી રાખવી જોઈએ. કારણ કે, તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. બેંકમાંથી લોન મેળવવા માટે એક લાંબી પેપરવર્ક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ સમગ્ર પ્રોસેસ થવામાં સમય લાગે છે.

લોન આપવાનું કહીને લોકોને શિકાર બનાવે છે

આવી સ્થિતિમાં જો કોઈ ઘર બેઠા એક જ દિવસમાં લોન આપવાનું કહે તો સમજવું કે તે સ્કેમર્સ છે. સોશિયલ મીડિયા પર જાહેરાતો આપીને છેતરપિંડી કરનારાઓની ટોળકી લોન આપવાનું કહીને લોકોને શિકાર બનાવે છે. મોબાઈલ પર SMS કે ઈ-મેલ મોકલીને તેઓ ઓળખપત્ર, ફોટોગ્રાફ અને બેંકની વિગતો માંગે છે. ત્યારબાદ પ્રોસેસિંગ ફી ચૂકવવાનું કહે છે અને તે લોનની રકમ મૂજબ 5 થી 20 હજાર સુધીની હોય છે.

બેંક કર્મચારી તરીકે આપે છે ઓળખ

આ ઉપરાંત સ્કેમર્સ બેંક કર્મચારી તરીકે પોતાની ઓળખ આપીને લોકોને કોલ કરે છે. તેઓ લોકોને લોન માટે પૂછે છે, જો હા માં જવાબ મળે તો અરજદારનો એકાઉન્ટ નંબર માંગે છે અને તેને પ્રોસેસિંગ ફી ભરવાનું કહે છે. તેની સાથે અલગ-અલગ ચાર્જીસના નામે પણ છેતરપિંડી થાય છે.

આ પણ વાંચો : Call Forwarding Fraud: ભૂલથી પણ આ નંબર ડાયલ કરવો નહીં, એક કોલથી તમારું વોટ્સએપ એકાઉન્ટ થઈ જશે હેક, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ

આ બાબતોનું રાખો ધ્યાન

1. અજાણ્યા વ્યક્તિનો ફોન કે મેસેજ આવે તો કોઈપણ પ્રકારની માહિતી આપવી નહીં.

2. મેસેજમાં કોઈ લિંક આપવામાં આવી હોય તો તેના પર ક્લિક કરશો નહીં.

3. બેંક એકાઉન્ટની વિગતો જન્મ તારીખ કે OTP કોઈની સાથે શેર કરશો નહીં.

4. જો છેતરપિંડી થાય તો તમે 1930 પર કોલ કરો.

5. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">