ATM Fraud : એટીએમનો ઉપયોગ કરતી વખતે આ બાબતોને જરૂરથી ધ્યાનમાં રાખો, બચી જશે તમારી મહેનતના પૈસા

એટીએમનો ઉપયોગ કરતી વખતે, જો બેંક અથવા મશીનમાં ટ્રાન્જેકશન સફળ થયા બાદ પણ તમને પૈસા મળ્યા ન હોય, તો તમારે તરત જ બેંકને ફોન કરવો જોઈએ. જો કોઈ તકનીકી સમસ્યા હોય તો, બેંક દ્વારા 24 થી 48 કલાકમાં પૈસા પાછા ખાતામાં જમા કરવામાં આવે છે.

ATM Fraud : એટીએમનો ઉપયોગ કરતી વખતે આ બાબતોને જરૂરથી ધ્યાનમાં રાખો, બચી જશે તમારી મહેનતના પૈસા
ATM Fraud: Here are the things to keep in mind when using an ATM
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 8:54 AM

ATM Fraud: તાજેતરના વર્ષોમાં એટીએમ(ATM) છેતરપિંડીના કેસોમાં વધારો થયો છે. શિક્ષિત લોકો પણ ભોગ બની રહ્યા છે. સાયબર ગુનેગારો (Cyber Fraud) ખાસ કરીને એટીએમ ક્લોનિંગ (ATM Clone) દ્વારા લોકોને છેતરી રહ્યા છે.આવા ઘણા કિસ્સાઓ બન્યા છે જ્યારે એટીએમ મશીનોના કીપેડ પર કેમેરા અને ચિપ્સ લગાવીને ગ્રાહકોના પીન ચોરાઈ ગયા હોય આમ કરીને ગુનેગારો એટીએમ ક્લોનિંગ કરે છે અને પછી ગ્રાહકના ખાતામાંથી પૈસા ચોરી કરી લે છે.

તમે પણ આવા કિસ્સાઓ વિશે વારંવાર વાંચ્યું હશે. ગ્રાહકોને અવારનવાર સાવચેત રહેવા માટે કહેવામાં આવે છે અને સરકાર, આરબીઆઈ અને અન્ય બેંકો દ્વારા સમય સમય પર ચેતવણીઓ આપવામાં આવે છે.આ પ્રકારની છેતરપિંડી(fraud)થી બચવા માટે આપણે કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે. જો આપણે ATM નો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખીએ, તો આપણે છેતરપિંડી(fraud)નો શિકાર બનતા બચી જઈશું.

ATM ફ્રોડથી બચવા ધ્યાનમાં રાખો આ 9 બાબત

'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?

1.ATM મશીનમાંથી રોકડ ઉપાડતી વખતે તમારે હંમેશા મશીનમાં કાર્ડ દાખલ કરવાની જગ્યા તપાસવી જોઈએ. ઠગ તે સ્થળે ક્લોનીંગ ડિવાઇસ મુકે છે અને વ્યક્તિનું એટીએમ કાર્ડ સ્કેન કરે છે. 2. તમારો પિન નંબર દાખલ કરતા પહેલા, તમારે કીપેડ તપાસવું જોઈએ કે ત્યાં કોઈ કેમેરા કે ચિપ વગેરે છુપાવેલ નથી. 3. પિન દાખલ કરતી વખતે તમારે તમારી આંગળીઓને કેમેરાની દૃષ્ટિથી દૂર રાખવી જોઈએ અથવા કીપેડને બીજા હાથથી કવર કરી દેવુ જોઈએ. 4. તમારે તમારા કાર્ડને ગમે ત્યાં સ્વાઇપ કરતા પહેલા POS મશીન તપાસવું જોઈએ. તપાસો કે મશીન કઈ બેંકનું છે. મશીનનું બિલ જોઈને પણ પીઓએસ મશીનની કંપની જાણી શકાય છે.આ સિવાય, સ્વાઇપ એરિયા અને કીપેડ પણ તપાસો. 5. તમારે મેગ્નેટિક કાર્ડને બદલે EMV ચિપ આધારિત કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે, જો કાર્ડ સ્કેન અથવા ક્લોન કરવામાં આવે છે, તો એન્ક્રિપ્ટેડ માહિતી પ્રાપ્ત થશે, કારણ કે ઇએમવી કાર્ડ્સમાં માઇક્રોચિપ્સ હોય છે. 6. ખરીદી, રિચાર્જ અથવા અન્ય વોલેટ માટે તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડને સેવ કરવુ નહીં. 7. તમારે શક્ય હોય ત્યાં સુધી જાહેર સ્થળોએ સ્થિત એટીએમનો અથવા જ્યાં એટીએમ ગાર્ડ હાજર હોય તેનો ઉપયોગ કરવો જોઈએ. 8. જો પીઓસી મશીન શોપિંગ મોલમાં ઓટીપી વગર ટ્રાન્ઝેક્શન કરે છે, તો બેંકમાં જાવ અને સુરક્ષિત કાર્ડ જારી કરો, જે ઓટીપી દ્વારા જ ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરશે. 9. તમારા કાર્ડમાં ઉપાડની મર્યાદા નિશ્ચિત રાખો, જેથી ક્લોનીંગ અથવા છેતરપિંડીના કિસ્સામાં મર્યાદિત રકમ જ ઉપાડી શકાય.

છેતરપિંડીનો શિકાર બનો તો શું કરવું?

એટીએમનો ઉપયોગ કરતી વખતે, જો બેંક અથવા મશીનમાં ટ્રાન્જેકશન સફળ થયા બાદ પણ તમને પૈસા મળ્યા ન હોય, તો તમારે તરત જ બેંકને ફોન કરવો જોઈએ. જો કોઈ તકનીકી સમસ્યા હોય તો, બેંક દ્વારા 24 થી 48 કલાકમાં પૈસા પાછા ખાતામાં જમા કરવામાં આવે છે.ઘણી વખત બેંક દ્વારા મશીનમાંથી પૈસા કેમ નથી બહાર આવી રહ્યા એ કહેવામાં આવે છે. તે જ સમયે, જો કોઈ તકનીકી ખામી ન હોય, તો બેંકકર્મી અથવા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરે છે. આવી સ્થિતિમાં, વપરાશકર્તાએ બેંક કર્મચારી અથવા પોલીસના આગમન સુધી ત્યાં રહેવું જોઈએ.

આ પણ વાંચો –

Money Saving Tips : ફેસ્ટિવલ સીઝનમાં બિનજરૂરી ખરીદી તમારું ખિસ્સું ખાલી ન કરીદે તેનું ધ્યાન રાખો, અનુસરો આ 5 ટિપ્સ

આ પણ વાંચો –

PM Modi Kedarnath Visit: PM મોદી પહોચ્યા કેદારનાથના, બાબા કેદારનાથના દર્શન કર્યા બાદ આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું કરશે અનાવરણ

g clip-path="url(#clip0_868_265)">