Money Saving Tips : ફેસ્ટિવલ સીઝનમાં બિનજરૂરી ખરીદી તમારું ખિસ્સું ખાલી ન કરીદે તેનું ધ્યાન રાખો, અનુસરો આ 5 ટિપ્સ
ખરીદી કરતી વખતે તમને ખરેખર જોઈતી વસ્તુઓ જ ખરીદવાની ખાતરી કરો. પૈસાનો વ્યય ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને ઘરમાં બિનજરૂરી વસ્તુઓ ન લાવવી જોઈએ.
Money Saving Tips: નાણાકીય નિષ્ણાતો કહે છે કે તહેવારો દરમિયાન નાણાકીય વ્યવસ્થાપન થોડું મુશ્કેલ હોય છે. આ સમય દરમિયાન આપણે સતત ખર્ચા કરીએ છીએ. અવનવી ઓફરોના કારણે બચત જાળવવી થોડી અઘરી છે માટે નકામા ખર્ચાઓ પર અંકુશ લગાવવો જોઈએ ખરીદી કરતી વખતે તમને ખરેખર જોઈતી વસ્તુઓ જ ખરીદવાની ખાતરી કરો. પૈસાનો વ્યય ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને ઘરમાં બિનજરૂરી વસ્તુઓ ન લાવવી જોઈએ. આજે અમે તમને બિનજરૂરી ખર્ચ અટકાવવા અને બચત માટે જરૂરી ટિપ્સ આપી રહ્યા છે.
આ રીતે ખર્ચ પર નિયંત્રણ રાખો ખર્ચને નિયંત્રિત કરવા માટે તમારે તહેવારો પર ખરીદી માટે વ્યૂહરચના બનાવવી પડશે. ખરીદી કરતા પહેલા એક યાદી બનાવો અને યાદી લઈને જ બજારમાં જાઓ.
જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો તફાવત રાખો સૌ પ્રથમ આપણે આપણી જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો તફાવત સમજવો પડશે. કારણ કે ખર્ચ ઘટાડવાની દિશામાં આ સૌથી મહત્વપૂર્ણ પગલું છે. તેથી આપણે આપણી જરૂરિયાતો અને ઇચ્છાઓ વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરવું અને તફાવત કરવો પડશે. જે વસ્તુ વગર આપણે જીવી શકતા નથી તે આપણી જરૂરિયાત છે અને જે સામગ્રી માટે તમે તમારા મનમાં થાય છે કે તમને તે ‘ જોઈએ છે’ તેનો અર્થ એ છે કે તે સામગ્રી વિના તમારું કામ ચાલી શકે છે.
ખરીદીની યાદી બનાવતી વખતે સામાનની આગળ જરૂરિયાતો અથવા માંગ લખો. જ્યારે આ લિસ્ટ તૈયાર થઈ જાય ત્યારે જે વસ્તુઓની આગળ ઇચ્છા લખેલી છે તેના પર ક્રોસ કરો. આ રીતે સામાન પ્રત્યે તમારું વલણ બદલાશે અને બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ આવશે.
ખરીદી માટે લોન તહેવારોની મોસમ દરમિયાન બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પણ ખરીદી પર વિશેષ ડિસ્કાઉન્ટ અથવા ઑફર્સ આપે છે. ખરીદી કરતી વખતે મનમાં એ પણ વિચાર આવે છે કે આવી વસ્તુ ખરીદવા માટે બેંકમાંથી લોન લેવી કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું. બાદમાં ધીરે ધીરે બિલ ભરવામાં આવશે. જો તમે સંપૂર્ણ ખરીદીનો મૂડ બનાવી લીધો હોય તો પછી ક્રેડિટ કાર્ડ શોપિંગનો વિકલ્પ પસંદ ન કરીને નો કોસ્ટ EMI પસંદ કરો.
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે તેના વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે, તો જ તમે તેનો લાભ લઈ શકશો. નહિંતર તમે દેવાના ચક્કરમાં અટવાઈ જશો. તમે ક્રેડિટ કાર્ડ વડે સ્માર્ટ રીતે ખરીદી કરીને રિવોર્ડ પોઈન્ટ્સ પણ હાંસલ કરી શકો છો. તમે આ રિવોર્ડ પોઈન્ટનો ઉપયોગ અન્ય કોઈપણ ખરીદી અથવા હોલીડે માટે કરી શકો છો.
વધુ પડતો ખર્ચ ટાળો તહેવારોની મોસમ દરમિયાન નાણાંનું સંચાલન કરવું ક્યારેક બોજારૂપ બની શકે છે. આ એટલા માટે છે કારણ કે આપણે ઘણીવાર આપણે વિચારીએ છીએ તેના કરતા વધુ ખર્ચ કરીએ છીએ. આનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે ખરીદી માટે ઘરની બહાર નીકળતી વખતે જરૂરી વસ્તુઓની યાદી બનાવવી. ક્રેડિટ કાર્ડ ઘરે મૂકી દો. રોકડમાં ખરીદી કરવાનો પ્રયાસ કરો. તહેવારો દરમિયાન કોઈપણ મોટા સ્ટોર કે મોલમાં બિનજરૂરી જવાનું ટાળો.
આ પણ વાંચો : Share Market : આજે હિન્દૂ નૂતન વર્ષે શેરબજાર બંધ રહેશે, દિવાળી મુહૂર્તમાં મજબૂત સ્થિતિ દેખાઈ હતી