આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી ઇકોનોમીમાં 500 અબજ ડોલર જોડી શકાય તેમ છે : ગૂગલ
ગૂગલ ઈન્ડિયાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે મહત્વની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે AI નો ઉપયોગ કરીને ઇકોનોમીમાં 500 અબજ ડોલર જોડી શકાય છે. આ ટેક્નોલોજીથી પુરનું પૂર્વાનુમાન અને બીમારીના તપાસમાં સારો એવો લાભ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભવિષ્ય તરફ મોટું પગલું માનવામાં આવે છે જેના કેટલાક અતિઉપયોગી લાભ છે જયારે […]

ગૂગલ ઈન્ડિયાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે મહત્વની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે AI નો ઉપયોગ કરીને ઇકોનોમીમાં 500 અબજ ડોલર જોડી શકાય છે. આ ટેક્નોલોજીથી પુરનું પૂર્વાનુમાન અને બીમારીના તપાસમાં સારો એવો લાભ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભવિષ્ય તરફ મોટું પગલું માનવામાં આવે છે જેના કેટલાક અતિઉપયોગી લાભ છે જયારે નિર્ભરતા જેવા ભય પણ વ્યક્ત કરાઈ રહ્યા છે.
10 અબજ ડોલર ખર્ચ કરશે ગૂગલ
ગૂગલ ઇન્ડિયાના પ્રાદેશિક સંચાલક અને ઉપાધ્યક્ષ સંજય ગુરુએ જણાવ્યું હતું કે કંપની ભારતના ડિજિટલ સેક્ટરમાં 10 અબજ ડોલરનો ખર્ચ કરી શકે છે . ગુરુએ કહ્યું, ” કોવિડ -19 મહામારીથી જે પડકારો ઉભા થયા છે તેનો સામનો કરવા અને અવસરનો લાભ મેળવવ કંપની પોતાના તમામ ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરે છે. ”
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે?
મનુષ્યની જેમ વિચારસરણી, માનવીની જેમ વર્તન અને તથ્યોને સમજવા અને તર્ક અને વિચારોના પ્રતિસાદના આધારે AI કાર્ય કરે છે. આ ટેક્નોલોજીની શરૂઆત 1950 માં થઈ હતી. તેના આધારે કમ્પ્યુટર અથવા રોબોટિક સિસ્ટમ બનાવવામાં આવી છે. શાબ્દિક અર્થ કૃત્રિમ રીતે બનાવેલી બૌદ્ધિક ક્ષમતા છે. જે તર્કને અનુસરે છે જેના પર માનવ મગજ વર્તે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફાયદા અને જોખમ શું છે ?
AI નો સૌથી મોટો ફાયદો એ છે કે લોકોને ટૂંક સમયમાં સચોટ માહિતી મળી શકશે. નાણા, ખેતી, હવામાન અને અન્ય મહત્વપૂર્ણ માહિતીની ત્વરિત મેળવી શકશે. જો કે આ ટેક્નોલોજીથી મશીનો પર નિર્ભરતા વધશે અને આ મશીનોની નિર્ણય લેવાની ક્ષમતાને અંકુશમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
