AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Apple ભારતમાં શરૂ કરવા જઈ રહ્યું છે આ ‘નવી સર્વિસ’, શું Google Pay અને Paytm નો જમાનો ગયો?

શું Google Pay, PhonePe અને Paytm ની બાદશાહી હવે ખતરામાં છે? વાત એમ છે કે, ટેક દિગ્ગજ Apple એ ભારતમાં પોતાની બહુપ્રતિક્ષિત સર્વિસને સત્તાવાર રીતે લોન્ચ કરી દીધી છે, જે સીધી સ્થાનિક ડિજિટલ પેમેન્ટ માર્કેટને ટક્કર આપશે. ખાસ વાત એ છે કે, ટૂંક સમયમાં જ આમાં ભારતના યુપીઆઈ (UPI) ને પણ જોડવામાં આવશે.

Breaking News: Apple ભારતમાં શરૂ કરવા જઈ રહ્યું છે આ 'નવી સર્વિસ', શું Google Pay અને Paytm નો જમાનો ગયો?
| Updated on: Sep 30, 2026 | 2:42 PM
Share

અમેરિકી ટેક દિગ્ગજ એપ્પલે ભારતમાં તેની બહુપ્રતિક્ષિત પેમેન્ટ સર્વિસ ‘એપ્પલ પે’ (Apple Pay) લોન્ચ કરી દીધી છે. આની સીધી ટક્કર પહેલાથી જ હાજર Google Pay, PhonePe અને Paytm જેવા દિગ્ગજો સાથે થશે.

બુધવારે 30 સપ્ટેમ્બરના રોજ એપ્પલે જણાવ્યું કે, શરૂઆતમાં આ સર્વિસને Axis Bank સાથેની ભાગીદારીમાં રજૂ કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે, હવે એક્સિસ બેંકના ગ્રાહકો પોતાના ક્રેડિટ કે ડેબિટ કાર્ડને સીધા પોતાના iPhone કે Apple Watchના ‘Apple Wallet’માં Save કરી શકે છે.

Face ID અને Touch ID થી થશે Payment

આ સર્વિસ સંપૂર્ણપણે સુરક્ષિત છે, કારણ કે કોઈપણ પેમેન્ટને એપ્રુવ કરવા માટે ‘ફેસ આઈડી’ કે ‘ટચ આઈડી’નો ઉપયોગ થાય છે. આનાથી તમે દુકાન પર ‘ટેપ-ટુ-પે’ની સાથે સાથે વેબસાઈટ્સ અને મોબાઈલ એપ્સ પર પણ સરળતાથી Payment કરી શકશો.

એપ્પલનો ભવિષ્ય માટેનો પ્લાન ઘણો મોટો છે. આવનારા સમયમાં કંપની આમાં બીજી બેંકોના કાર્ડ્સ પણ જોડશે. સૌથી મહત્વની વાત એ છે કે, Apple Payમાં ટૂંક સમયમાં જ ભારતની લોકપ્રિય યુપીઆઈ (UPI) સિસ્ટમને પણ જોડવામાં આવશે, જેનો દેશના ડિજિટલ પેમેન્ટ માર્કેટ પર એકાધિકાર છે.

કયા ભારતીય યુઝર્સ પર છે Apple ની નજર?

એક અબજથી વધુ ગ્રાહકો ધરાવતા ભારતીય માર્કેટમાં એપ્પલની નજર ઝડપથી વધી રહેલા મધ્યમ વર્ગ પર છે. જો કે, ભારતમાં સસ્તા એન્ડ્રોઈડ ફોનનો વધુ દબદબો છે પરંતુ પેમેન્ટ સર્વિસ આવવાથી એપ્પલના પ્રીમિયમ ડિવાઈસની ડિમાન્ડ વધુ વધવાની આશા છે. કંપની ભારતમાં ઝડપથી પોતાનો વિસ્તાર વધારી રહી છે.

દેશભરમાં ખુલ્યા એપ્પલના 6 રિટેલ સ્ટોર

દિલ્હી અને મુંબઈ સહિત દેશમાં એપ્પલના 6 ઓફિશિયલ રિટેલ સ્ટોર ખૂલી ચૂક્યા છે. સાથે જ પાર્ટનર સ્ટોર્સની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. ભારત હવે એપ્પલ માટે માત્ર એક માર્કેટ નથી પરંતુ મોટું મેન્યુફેક્ચરિંગ હબ બની ચૂક્યું છે.

કંપની પોતાના ગ્લોબલ iPhone પ્રોડક્શનનો 25% હિસ્સો ભારતમાં લાવી ચૂકી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન સાથે ટ્રેડ વોર શરૂ કર્યા પછીથી એપ્પલ ભારતને અમેરિકી માર્કેટ માટે એક મોટા એક્સપોર્ટ હબ તરીકે ઉપયોગ કરી રહ્યું છે.

Breaking News: WhatsApp મેસેજના 14 પૈસા ચૂકવવા પડશે, 1 ઓક્ટોબરથી બદલાવા જઈ રહ્યો છે ‘મોટો નિયમ’

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
g clip-path="url(#clip0_868_265)">