AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

App Download: જાણો મોબાઈલમાં કોઈ પણ એપ ડાઉનલોડ કરવાની સાચી રીત, નહીંતર થશે છેતરપિંડી

ઘણી એવી ફેક એપ્સ છે જે તમને મુશ્કેલીમાં મુકી શકે છે. યુઝર્સે એપ હંમેશા ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોરમાંથી જ ઇન્સ્ટોલ કરવી જોઈએ. તમને જણાવીશું કે એપ ઇન્સ્ટોલ કરવાની સાચી રીત શું છે અને તમે ફેક એપ્સને કેવી રીતે ઓળખી શકો છો.

App Download: જાણો મોબાઈલમાં કોઈ પણ એપ ડાઉનલોડ કરવાની સાચી રીત, નહીંતર થશે છેતરપિંડી
App Download
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 7:51 PM
Share

જો તમે વિચાર્યા વગર કોઈપણ પ્લેટફોર્મ પરથી એપ ડાઉનલોડ (App Download) કરો છો, તો તમને નુકશાન પહોચાડી શકે છે. હાલમાં ઘણી એવી ફેક એપ્સ (Fake Apps) છે જે તમને મુશ્કેલીમાં મુકી શકે છે. યુઝર્સે એપ હંમેશા ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોરમાંથી જ ઇન્સ્ટોલ કરવી જોઈએ. તમને જણાવીશું કે એપ ઇન્સ્ટોલ કરવાની સાચી રીત શું છે અને તમે ફેક એપ્સને કેવી રીતે ઓળખી શકો છો.

આવી રીતે એપ્લિકેશનને ચકાસો

  • હંમેશા ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી એપ્સ ડાઉનલોડ કરો.
  • તમારા ફોનના સેટિંગમાં જાઓ અને એપ્સમાં ઓટો ડાઉનલોડનો વિકલ્પ બંધ કરો.
  • એપ્સ ઈન્સ્ટોલ કરતા પહેલા તમારે વેરિફાઈ કરવું આવશ્યક છે. તેના માટે સૌથી પહેલા એપ્લિકેશનની નીચે આપેલ રિવ્યુ વાંચવું  જોઈએ.
  • એપ ઇન્સ્ટોલ કરતા પહેલા તેના ડાઉનલોડની સંખ્યા ચેક કરો, તેનાથી તમને ખબર પડશે કે અત્યાર સુધી આ એપનો કેટલા લોકોએ ઉપયોગ કર્યો છે.
  • એપનું રેટિંગ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પ્લેટફોર્મ પર આપવામાં આવ્યું છે. એપ ઇન્સ્ટોલ કરતા પહેલા, એપનું રેટિંગ ચેક કરો.
  • કોઈપણ એપ ઇન્સ્ટોલ કરવા માટે ક્યારેય થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરશો નહીં.

આ રીતે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો

  • કોઈપણ એપ ઈન્સ્ટોલ કરવા માટે સૌથી પહેલા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર/એપલ એપ સ્ટોર ઓપન કરો.
  • ત્યારબાદ તમે ફોનમાં જે એપ ડાઉનલોડ કરવા માંગો છો તેનું નામ લખો, તે પછી તમને તે એપ દેખાશે.
  • હવે Install ના વિકલ્પ પર ક્લિક કરો.

આ પણ વાંચો : IRCTC App Fraud: જો તમે આઈઆરસીટીસીની એપ દ્વારા ટ્રેન ટિકિટ બુક કરો છો ? તો રહો સાવધાન, ફેક એપ દ્વારા થાય છે છેતરપિંડી

થર્ડ પાર્ટી પ્લેટફોર્મ પરથી એપ ડાઉનલોડ કરવામાં આવે તો થશે નુકસાન

  • જો તમે થર્ડ પાર્ટી પ્લેટફોર્મ પરથી કોઈ એપ ડાઉનલોડ કરો છો, તો તમારી અંગત વિગતો લીક થવાનું જોખમ રહેલું છે.
  • ઘણી વખત સ્કેમર્સ ફેક એપ્સનો ઉપયોગ કરી શકે છે અને તમારું GMAIL ID તેમની પાસે જાય છે. જેનો ઉપયોગ કરીને સ્કેમર્સ તમારી સાથે છેતરપિંડી કરી શકે છે.
  • વેરિફિકેશન વગર કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">