એમેઝોન વેબ સર્વિસ ઠપ્પ, Netflix, Disney Plus સહિત અનેક એપ્સના યુઝર્સ પરેશાન

એક વેબસાઈટમાં એમેઝોન વેબ સર્વિસ બંધ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ઘણા વપરાશકર્તાઓએ સાઇટ પર ફરિયાદ કરી છે. સોશિયલ મીડિયા પર પણ યૂઝર્સ સતત ફરિયાદ કરી રહ્યા છે.

એમેઝોન વેબ સર્વિસ ઠપ્પ, Netflix, Disney Plus સહિત અનેક એપ્સના યુઝર્સ પરેશાન
Amazon Web Service Down (Pic.Downdetector)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 12:43 PM

8 ડિસેમ્બરની સવારથી એમેઝોન ક્લાઉડ સર્વિસ (Amazon Cloud Service)માં સમસ્યા સર્જાઈ જેના કારણે Netflix, Disney+, Robinhood જેવી ઘણી એપ્સ ડાઉન છે. એમેઝોન વેબ સર્વિસ (AWS) બંધ થવાને કારણે એમેઝોનની ઈ-કોમર્સ સાઈટ પણ ડાઉન છે.

એમેઝોનને પણ આ આઉટેજની જાણકારી છે. આ આઉટેજ પર એમેઝોને તેના ડેશબોર્ડ પર લખ્યું, ‘અમારી ઘણી સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે અને અન્ય સેવાઓને પુનઃસ્થાપિત કરવા માટે કામ ચાલી રહ્યું છે.’

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

એમેઝોન વેબ સર્વિસીસના ડાઉનફોલને કારણે એમેઝોન રીંગ સિક્યોરિટી કેમેરા, સિક્યુરિટી કેમેરા, મોબાઈલ બેન્કિંગ એપ ચાઇમ અને રોબોટ વેક્યૂમ ક્લીનર મેકર iRobotની સેવાઓ પણ ઠપ્પ થઈ ગઈ છે. ટ્રેન્ડિંગ એપ Robinhood અને Walt Disney ની સ્ટ્રીમિંગ સર્વિસ Disney+ અને Netflix પણ ડાઉન છે.

Downdetector.com પર એમેઝોન વેબ સર્વિસ પણ બંધ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ઘણા વપરાશકર્તાઓએ સાઇટ પર ફરિયાદ કરી છે. સોશિયલ મીડિયા પર પણ યૂઝર્સ સતત ફરિયાદ કરી રહ્યા છે.

Source: Downdetector.com

રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે AWS બંધ થવાને કારણે Netflixના ટ્રાફિકમાં 26 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એમેઝોને કહ્યું છે કે નેટવર્ક ડિવાઈસમાં સમસ્યાને કારણે ક્લાઉડ સેવા બંધ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 24,000 થી વધુ લોકોએ DownDetector ને ફરિયાદ કરી છે. યુઝર્સે એમેઝોન, એમેઝોન પ્રાઇમ વિડીયો અને અન્ય સેવાઓ ડાઉન હોવાની ફરિયાદ કરી છે. એમેઝોને છેલ્લા 12 મહિનામાં 27 આઉટેજનો સામનો કરવો પડ્યો છે.

આ વર્ષની શરૂઆતમાં, Reddit, Amazon, CNN, PayPal, Spotify, Al Jazeera Media Network અને New York Times જેવી મોટી સાઇટ્સ એકસાથે સ્થગિત થઈ ગઈ હતી. આ આઉટેજ AWS ની હરીફ કંપની Fastly ના સર્વરમાં સમસ્યાને કારણે થયું હતું.

આ પણ વાંચો: PM Kisan Mitra Yojana: માત્ર ખેતી પર નિર્ભર નહીં રહેવું પડે ખેડૂતોએ, આ યોજનાથી મળશે અનેક લાભ

આ પણ વાંચો:Technology News: Gmail પર આવ્યું આ ખાસ ફીચર ! ગૂગલ ચેટથી સરળતાથી થઈ શકશે Video અને Audio કોલિંગ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">