Alert! જો તમે પણ ઉપયોગ કરો છો આ એપનો તો તમારુ વોટ્સએપ એકાઉન્ટ હંમેશા માટે થઇ જશે બેન

TV9 GUJARATI

|

Updated on: Aug 19, 2021 | 9:37 AM

વોટ્સએપ સમયે સમયે યૂઝર્સને એ વાતની ચેતવણી આપતુ રહ્યુ છે કે જેનાથી લોકો આવી એપથી દૂર રહે. વર્ષ 2019 માં વોટ્સએપે એવા એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો જે જીબી વોટ્સએપ સાથે જોડાયેલા હતા.

Alert! જો તમે પણ ઉપયોગ કરો છો આ એપનો તો તમારુ વોટ્સએપ એકાઉન્ટ હંમેશા માટે થઇ જશે બેન
If you also use this app then your WhatsApp account will be banned

Follow us on

વોટ્સએપ (WhatsApp) પર તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો પરંતુ અહી એક એવી એપ પણ છે જેનો ઉપયોગ કરવો તમને ભારી પડી શકે છે અને તેના બદલામાં મેસેજીંગ એપ તમને તમને હંમેશા માટે બેન કરી શકે છે. તમારુ એકાઉન્ટ પણ હંમેશા માટે બેન થઇ શકે છે. વોટ્સએપ રોજ પાતાના યૂઝર્સને કોઇ નવુ ફિચર આપે છે પરંતુ વોટ્સએપ આજે પણ એ ફિચર્સને (Features) શોધી રહ્યુ છે જે બીજી એપ્સમાં છે. આ જ કારણ છે કે લોકો વોટ્સએપ સિવાય અન્ય એપ્સનો પણ ઉપયોગ કરે છે.

આ ફિચર્સમાં ઓટો-રિપ્લાય (Auto Reply), શેડ્યૂલિંગ ચેટ અને અન્ય પણ કેટલાક ફિચર્સ સામેલ છે. એક રિપોર્ટ પ્રમાણે કેટલાક ડેવલપર્સે ફેન્સી ફિચર્સનો ઉપયોગ કરીને એક એપ બનાવી છે જેમાં યૂઝર્સ પોતાની વોટ્સએપ ચેટને ટ્રાંસફર કરી શકે છે. જો કે આ વોટ્સએપનું અનઓફિશિયલ વર્ઝન છે. આ એપ એકદમ વોટ્સએપ જેવી જ દેખાય છે પરંતુ તમને તેમાં કેટલાક એવા ફિચર્સ મળશે કે જે વોટ્સએપમાં નથી. જીહાં અમે અહીં જીબી વોટ્સએપ (GB WhatsApp) અને વોટ્સએપ પ્લસની (WhatsApp Plus) વાત કરી રહ્યા છીએ.

શું છે GB WhatsApp ?

GB વોટ્સએપ એ એક ઓલ્ટરનેટ અથવા તો વોટ્સએપનું મોડિફાઇડ વર્ઝન છે. તે વોટ્સએપ કરતા બિલકુલ અલગ છે અને તમે એપીકે રૂપમાં તેને ડાઉનલોડ કરી શકો છો કારણ કે તે ગુગલ પ્લે અથવા તો એપલ સ્ટોર પર નથી. તેને થર્ડ પાર્ટી ડેવલપર્સે બનાવી છે. તેવામાં આ એપનું વોટ્સએપ સાથે કોઇ કનેક્શન નથી. જણાવી દઇએ કે જીબી વોટ્સએપ ઓરિજીનલનું કોઇ નકલી વર્ઝન નથી અને તે કોઇ નવી એપ પણ નથી.

એપના ઉપયોગને લઇને વોટ્સએપે આપી હતી ચેતવણી

અમુક ફિચર્સના કારણે યૂઝર્સે આ એપને ડાઉનલોડ કરવાનું શરૂ કર્યુ હતુ. જો કે વોટ્સએપ સમયે સમયે યૂઝર્સને એ વાતની ચેતવણી આપતુ રહ્યુ છે કે જેનાથી લોકો આવી એપથી દૂર રહે. વર્ષ 2019 માં વોટ્સએપે એવા એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો જે જીબી વોટ્સએપ સાથે જોડાયેલા હતા. સાથે જ તેમણે યૂઝર્સને પણ ચેતવણી આપી હતી કે જો તેઓ આ એપનો ઉપયોગ કરશે તો તેમના એકાઉન્ટને ડિલીટ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો –

Multibagger stock: આ સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં 375% સુધી રિટર્ન આપી રોકાણકારોને કર્યા માલામાલ, શું છે તમારા પોર્ટફોલિયોમાં ?

આ પણ વાંચો –

NCA ના વડા તરીકે રાહુલ દ્રાવિડે કાયમ રહેવા માટે ફરી ઉમેદવારી કરતા જ હલચલ મચી, શાસ્ત્રી બાદ દ્રાવિડ મજબૂત દાવેદાર

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati