ભારતમાં શરુ થશે ટેકનોલોજીનો નવો યુગ, જાણો કેવી રીતે 5Gને કારણે બદલાશે ભારતની તસ્વીર
સરકાર એ બાબતે કટીબંધ છે કે નવી પેઢી અને ઈન્ડસ્ટ્રી તેનો વધારેને વધારે ઉપયોગ કરે. 1 ઓક્ટોબરની શરુઆતની સાથે સાથે આ મહિને 5Gની સુવિધા (5G services) ગ્રાહકોને મળવાની શરુઆત થશે.
ભારતમાં 1 ઓક્ટોબરથી ટેકનોલોજીના નવા યુગની શરુઆત થશે. શનિવારે વડાપ્રધાન મોદી (PM Modi) સવારે 5G લોન્ચ કરશે. 5Gમાં ભવિષ્ય બદલવાની અસીમિત સંભાવના છુપાયેલી છે. સરકાર એ બાબતે કટીબંધ છે કે નવી પેઢી અને ઈન્ડસ્ટ્રી તેનો વધારેને વધારે તેનો ઉપયોગ કરે. 1 ઓક્ટોબરની શરુઆતની સાથે સાથે આ મહિને 5Gની સુવિધા (5G services) ગ્રાહકોને મળવાની શરુઆત થશે. ચાલો જાણીએ કે આ 5G દુનિયામાં શું ફેરફાર થશે. તે આપણી અર્થવ્યવસ્થાને કેવી રીતે મદદરુપ થશે.
કાલે દેખાશે ભવિષ્યની ઝલક
દેશમાં 5G ટેકનોલોજીની ક્ષમતા દેખાડવા માટે ભારતની ત્રણ મુખ્ય ટેલીકોમ ઓપરેટર વડાપ્રધાનની સામે એક-એક યૂઝ કેસનું પ્રદર્શન કરશે. રિલાયન્સ જીયો મુંબઈના એક સ્કૂલમાં એક શિક્ષકને મહારાષ્ટ્ર, ઓડિશા અને ગુજરાતમાં ત્રણ અલગ અલગ જગ્યાના વિદ્યાર્થીઓ સાથે જોડાશે અને તે પ્રદર્શિત કરશે કે કેવી રીતે 5G, શિક્ષકોને વિદ્યાર્થીઓની વધારે નજીક લાવીને તેમની વચ્ચેની શારીરિક દૂરી ખત્મ કરી શિક્ષાની સુવિધા પ્રદાન કરે છે. તે સ્ક્રીન પર ઓગમેન્ટેડ રિયાલિટીની શકિતનું પ્રદર્શન કરશે અને આખા દેશના બાળકોને આ ટેકનોલોજીથી શિક્ષા આપવામાં યોગદાન આપશે.
એરટેલના ડેમોમાં ઉત્તરપ્રદેશનાની એક છોકરી વર્ચુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલીટીની મદદથી સૌર મંડળ વિશે જાણવા માટે એક જીંવત અને ઈમર્સિવ શિક્ષાનો અનુભવ કરશે. આ છોકરી હોલોગ્રામના માધ્યમથી મંચ પર હાજર થઈને પોતાના શીખવાના અનુભવને વડાપ્રધાન સાથે શેયર કરશે.
વોડાફોન આઈડિયા, દિલ્હી મેટ્રોના એક નિર્માણાધીન સુરંગમાં કામદારની સુરક્ષાને ડાયસ પર સુરંગના ડિજીટલ ટ્વિનના નિર્માણના માધ્યમથી પ્રદર્શિત કરશે. તેનાથી વાસ્તવિક સમયમાં કામદારોને સુરક્ષા એલર્ટ આપવામાં મદદ મળશે. વડાપ્રધાન વીઆર અને આર્ટિફિશયલ ઈન્ટેલિજેન્સનો ઉપયોગ કરીને વાસ્તવિક સમયમાં કામની દેખરેખ માટે ડાયસ પરથી લાઈવ ડેમો લેશે.
5G પ્રૌધોગિકીના ઉપયોગનું પ્રદર્શન
વડાપ્રધાન મોદી 5G પ્રૌધોગિકીના ઉપયોગને દર્શાવતા પ્રદર્શનની મુલાકાત પણ લેશે. તેમાં વડાપ્રધાનને ડ્રોન આધિરિત ખેતી, ઉચ્ચ સુરક્ષા રાઉટર, ઓટોમેટિક વાહાનો, સ્માર્ટ એમ્બુલેન્સ, શિક્ષા અને કૌશલ વિકાસ, સ્વાસ્થ્ય નિદાનની ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે.
શું છે 5Gના લાભ ?
આ ટેકનોલોજી સામાન્ય લોકો માટે ખુબ લાભદાયક સાબિત થશે. તે પહેલાના ટેકનોલોજીમાં થતી સમસ્યાઓને દૂર કરશે. તે નેટવર્કની ક્ષમતામાં પણ વધારો કરશે. તે અરબ જેટલા ઈન્ટરનેટ ઉપકરણોને જોડવામાં મદદ કરશે . તેનાથી આપત્તિઓની વાસ્તવિક સમયની દેખરેખ, સારી ખેતી અને ખોટી ગતિવિધિયો પર દેખરેખ જેવા કામોમાં માણસોની ભૂમિકાને ઓછી કરવામાં મદદ કરશે.