Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે તમે પણ પારલે-જી ગર્લ અને નિરમા ગર્લને વાસ્તવિકતામાં જોઈ શકશો, જાણો કેવી રીતે?

AI ડિઝાઇનરે કર્યું અદભૂત અને અવિશ્વસનીય કામ, મળી યુઝર્સની વાહ-વાહી. પારલે-જી ગર્લ અને નિરમા ગર્લ ઉપરાંત એર ઇન્ડિયાના માસ્કોટ મહારાજા, ચીટોસના ચેસ્ટર ચિત્તા, 7UPના ફિડો ડીડો અને ભારતીય રેલ્વેનો ભોલા પણ વીડિયોમાં જોવા મળી રહ્યો છે.

હવે તમે પણ પારલે-જી ગર્લ અને નિરમા ગર્લને વાસ્તવિકતામાં જોઈ શકશો, જાણો કેવી રીતે?
Image Credit source: instagram: @sahixd
Follow Us:
| Updated on: Apr 12, 2025 | 5:16 PM

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પારલે-જી બિસ્કિટની નાની છોકરી અને નિરમા પાવડરની હસતી-રમતી છોકરીને માણસ તરીકે બતાવવામાં આવી છે. આ કમાલ ફક્તને ફક્ત AIની મદદથી કરવામાં આવ્યું છે.

આ અદ્ભુત વિડીયો ઇન્સ્ટાગ્રામ યુઝર શાહિદ એસકે (@sahixd) દ્વારા બનાવવામાં આવ્યો છે, જે એક ફેમસ AI ડિઝાઇનર છે. શાહિદ ઘણીવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એવા ફોટા અને વીડિયો બનાવે છે, જે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે.આવું જ કઇંક શાહિદે પારલે ગર્લ અને નિરમા પાવડરની ગર્લ સાથે કર્યું.

ડાલામથ્થા ક્યા બે પ્રાણીનો શિકાર ક્યારેય નથી કરતો?
RCBએ રચ્યો ઈતિહાસ, બધી ટીમોને પાછળ છોડી દીધી
Jio એ આપી મોટી ભેટ ! આ સેવા મળશે એકદમ ફ્રી
IPLમાં સૌથી વધુ વાર નર્વસ 90 નો શિકાર બનનાર ખેલાડીઓ
શાહરૂખ ખાન કરતા પણ વધુ પૈસાદાર છે આ ટોક શો હોસ્ટ,જુઓ ફોટો
રાજકુમાર રાવની પત્ની છે ખુબ સુંદર, જુઓ ફોટો
View this post on Instagram

A post shared by Sahid SK (@sahixd)

યુઝર્સે વરસાવ્યો પ્રેમ

AI ડિઝાઇનર શાહિદે એક દિવસ પહેલા જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ sahixd પર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કરતા તેણે લખ્યું કે, ચાલો AIની મદદથી ભારત અને વિશ્વના કેટલાક આઇકોનિક બ્રાન્ડ્સના માસ્કોટને હાઇપર-રિયાલિસ્ટિક અંદાજમાં રજૂ કરીએ. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ યુઝર્સે તેમની પ્રતિક્રિયાનો વરસાદ વરસાવ્યો. એક યુઝરે લખ્યું કે, આ તો એક જાદુ છે. બીજા યુઝરે કહ્યું કે, આ એક અદભૂત વસ્તુ છે.

પારલે-જી ગર્લ અને નિરમા ગર્લ ઉપરાંત એર ઇન્ડિયાના માસ્કોટ મહારાજા, ચીટોસના ચેસ્ટર ચિત્તા, 7UPના ફિડો ડીડો અને ભારતીય રેલ્વેનો ભોલા પણ વીડિયોમાં જોવા મળી રહ્યો છે. આ બધા ખરેખરમાં એટલા બધા વાસ્તવિક લાગે છે કે જાણો તેઓ હાલ જ કઈ બોલી દે.

આ પણ વાંચો: પ્રિયંકા ચોપરા બોક્સ ઓફિસ પર નોટો છાપવા તૈયાર, મોટા પરદે જલ્દી જ કરશે કમબેક!

g clip-path="url(#clip0_868_265)">