Tech Tips: જાણવા માગો છો કે Instagram પર તમારી પહેલી કમેન્ટ્સ શું હતી? તો ફોલો કરો આ ટિપ્સ
ઇન્સ્ટાગ્રામે તાજેતરમાં નવું ફિચર (Instagram New Feature)રજૂ કર્યું છે જેનો હેતુ વપરાશકર્તાઓને પોસ્ટ, કમેન્ટ્સ અને અન્ય પ્લેટફોર્મ પ્રવૃત્તિને સરળતાથી ડિલીટ કરવામાં મદદ કરવાનો છે.
ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને ટિકટોક હવે નવા ટ્રેન્ડને પગલે વીડિયોથી ભરાઈ રહ્યા છે જ્યાં વપરાશકર્તાઓ તેમની સૌથી જૂની કમેન્ટસ ઈન્સ્ટાગ્રામ (Instagram)પર શેર કરી રહ્યા છે, જો કે પ્લેટફોર્મ પર તમે લખેલી સૌથી જૂની કમેન્ટ્સ શોધવાનું મુશ્કેલ લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એકદમ સરળ છે. ઇન્સ્ટાગ્રામે તાજેતરમાં નવું ફિચર (Instagram New Feature) રજૂ કર્યું છે જેનો હેતુ વપરાશકર્તાઓને પોસ્ટ, કમેન્ટ્સ અને અન્ય પ્લેટફોર્મ પ્રવૃત્તિને સરળતાથી ડિલીટ કરવામાં મદદ કરવાનો છે.
તમે ‘Your Activity’ નામના નવા સેક્શન હેઠળ આ સુવિધાઓને ઍક્સેસ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ યુઝર્સ હવે મોનિટર કરી શકે છે અને હવે પોસ્ટ, સ્ટોરીઝ, IGTV અને રીલ્સ જેવી કન્ટેન્ટને બલ્ક ડિલીટ અથવા આર્કાઇવ કરી શકે છે. તેઓ એ રીતે જ તેમની કમેન્ટ્સ, લાઈક્સ, સ્ટોરી સ્ટીકર રિએક્શન, વગેરે સાથે પણ કરી શકે છે, જે બધું પ્લેટફોર્મ પર એક જગ્યાએ કરવામાં આવે છે. જો તમે જાણવા માગો છો કે ઇન્સ્ટાગ્રામ પર તમારી પહેલી કમેન્ટ્સ શું હતી, તો તમે આ સ્ટેપ્સને ફોલો કરી શકો છો.
અહીં આખી પ્રક્રિયા છે
- સૌથી પહેલા તમારા ફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.
- હવે નીચે જમણા કોર્નર પર આવતા તમારા ફોટા પર ક્લિક કરો અને પ્રોફાઇલ પર જાઓ.
- હવે સ્ક્રીનની ટોચ પર જમણા ખૂણામાં આવતા 3 ડોટ પર ટેપ કરો.
- હવે મેનુમાં ‘Your Activity’ પર ટેપ કરો.
- ત્યાર બાદ Interactions પર ટેપ કરો.
- હવે Comments પર ટેપ કરો.
- હવે Sort & Filter પર ટેપ કરો.
- હવે Oldest to Newest પર ટેપ કરો.
- હવે Apply પર ટેપ કરો.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો