Tech Tips: પોતાની પ્રોફાઇલ માટે કેવી રીતે બનાવવો WhatsApp QR કોડ, આ રહી સંપૂર્ણ પ્રોસેસ

એક રિપોર્ટ અનુસાર, એન્ડ્રોઇડ (Android) યુઝર્સ માટે 2.22.9.8 બીટા અપડેટમાં આ ફીચર વિશે જાણકારી મળી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે નવા શેર પ્રોફાઇલ બટન સાથે, તમે તમારી પ્રોફાઇલની એક લિંક બનાવી શકશો.

Tech Tips: પોતાની પ્રોફાઇલ માટે કેવી રીતે બનાવવો WhatsApp QR કોડ, આ રહી સંપૂર્ણ પ્રોસેસ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 9:58 AM

વોટ્સએપ (WhatsApp) કથિત રીતે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે તમને URL દ્વારા સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર તમારી પ્રોફાઇલ શેર કરવાની મંજૂરી આપશે. એક રિપોર્ટ અનુસાર, એન્ડ્રોઇડ યુઝર્સ માટે 2.22.9.8 બીટા અપડેટમાં આ ફીચર વિશે જાણકારી મળી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે નવા શેર પ્રોફાઇલ બટન સાથે, તમે તમારી પ્રોફાઇલની એક લિંક બનાવી શકશો જે અન્ય વપરાશકર્તાઓને તમારી સાથે એક જ ટેપથી ચેટ કરવાની મંજૂરી આપશે.

રિપોર્ટમાં શેર કરાયેલા સ્ક્રીનશોટ મુજબ, સેટિંગ્સ ટેબમાં તમારા પ્રોફાઇલ ફોટોની બાજુમાં એક નવું બટન ઉપલબ્ધ થશે. જેઓ અજાણ છે તેમના માટે, WhatsApp હાલમાં તમારી પ્રોફાઇલનો QR કોડ જનરેટ કરવાનો વિકલ્પ પ્રોવાઈડ કરે છે જેને તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી શકો છો. આનાથી યુઝર તમારા ફોન નંબર વગર સરળતાથી તમારા સુધી પહોંચી શકે છે. તમારી WhatsApp પ્રોફાઇલ માટે QR કોડ કેવી રીતે જનરેટ કરવો તે જાણવા માટે તમે આ સ્ટેપ્સને અનુસરી શકો છો.

એન્ડ્રોઇડ ફોનમાં આ રીતે બનાવો QR કોડ

સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં WhatsApp ઓપન કરો. હવે જમણા ખૂણામાં આવતા ત્રણ બિંદુઓ પર ટેપ કરો. હવે મેનુ પર જાઓ અને સેટિંગ્સ પર ટેપ કરો. હવે WhatsApp એકાઉન્ટ નામની બાજુમાં QR કોડ આઇકોન પર ટેપ કરો. હવે શેર કરવા માટે આ આઇકનને તમારી ફોન ગેલેરીમાં સેવ કરો.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

આઇફોનમાં આ રીતે QR કોડ બનાવો

સૌથી પહેલા તમારા iPhone પર WhatsApp ઓપન કરો. સ્ક્રીનની નીચે સેટિંગ્સ વિકલ્પ પર ટેપ કરો. હવે WhatsApp એકાઉન્ટના નામ પછી આવતા QR કોડ આઇકોન પર ટેપ કરો. હવે શેર કરવા માટે આ આઇકનને તમારી ફોન ગેલેરીમાં સેવ કરો.

આ પણ વાંચો: Tech News: Twitterના એડિટ બટન પર કામ શરૂ, સ્ક્રીનશોટમાં જુઓ કેવું હશે નવું Edit Button

આ પણ વાંચો: Tech Tips: WhatsApp યુઝર્સ માટે જલ્દી આવી રહ્યું છે Last Seen સાથે જોડાયેલું આ જરૂરી ફિચર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">