Tech Tips: WhatsApp યુઝર્સ માટે જલ્દી આવી રહ્યું છે Last Seen સાથે જોડાયેલું આ જરૂરી ફિચર

રિપોર્ટ અનુસાર, વોટ્સએપ તેના યુઝર્સને ચોક્કસ કોન્ટેક્ટ્સથી 'લાસ્ટ સીન' (Last Seen) છુપાવવાનો વિકલ્પ આપશે. હાલમાં, એપ્લિકેશન વપરાશકર્તાઓને ત્રણ વિકલ્પો મળે છે, જેમાં Last Seenને દરેકને (Everyone), માત્ર ફોન કોન્ટેક (My Contact)કે પછી કોઈને નહીં (Nobody)છે.

Tech Tips: WhatsApp યુઝર્સ માટે જલ્દી આવી રહ્યું છે Last Seen સાથે જોડાયેલું આ જરૂરી ફિચર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 11:29 AM

વોટ્સએપ (WhatsApp)યુઝર્સ માટે નવા ફીચર્સ પર કામ કરતું રહે છે, અને હવે મેટા-માલિકીનું મેસેજિંગ પ્લેટફોર્મ ઘણા બધા ઉપયોગી ફિચર્સ લાવવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, વોટ્સએપ તેના યુઝર્સને ચોક્કસ કોન્ટેક્ટ્સથી ‘લાસ્ટ સીન’ (Last Seen) છુપાવવાનો વિકલ્પ આપશે. હાલમાં, એપ્લિકેશન વપરાશકર્તાઓને ત્રણ વિકલ્પો મળે છે, જેમાં Last Seenને દરેકને (Everyone), માત્ર ફોન કોન્ટેક (My Contact)કે પછી કોઈને નહીં (Nobody) છે.

‘Last Seen’આપને જણાવે છે કે વપરાશકર્તાએ છેલ્લે ક્યારે તેની એપ ચેક કરી હતી એટલે કે તે વ્યક્તિ ક્યારે ઓનલાઈન હતી. આનાથી સંદેશ મોકલનાર અંદાજ લગાવી શકે છે શું તમે કોઈ મેસેજ જોયો હશે, ભલે જ ‘Read Receipt’ બંધ હોય. WABetaInfo અનુસાર, Android અને iOS માટે લેટસ્ટ બીટામાં, WhatsApp હવે તમને તમારા ‘Last Seen’ છુપાવાની મંજૂરી આપશે, જેને તમે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાંથી પસંદ કર્યા હશે.

જો તમે Settingsમાં જાઓ છો, તો Account પર ટેપ કરો અને Privacy પસંદ કરો, તો તમે ‘Last Seen’ માટે એક વિકલ્પ જોશો, વિકલ્પ પસંદ કરો, અને તે જોવા માટે ‘My Contacts Except’ પર ટેપ કરો જેથી એ જાણી શકાય કે તમારૂ સ્ટેટસ કોણ જોઈ શકે છે. આ મદદરૂપ છે કારણ કે તમારે હવે તમારું ઓનલાઈન સ્ટેટસ દરેક વ્યક્તિથી છુપાવવું પડશે નહીં, અને તમે સંપર્કમાં રહેલા થોડા લોકોથી લાસ્ટ સીન સ્ટેટસ છુપાવી શકશો.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

આવી રહ્યા છે આ ફિચર

આ સિવાય વ્હોટ્સએપ યુઝર્સ માટે ટૂંક સમયમાં 5 નવા ફીચર્સ લાવવા માટે તૈયાર છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ ફીચર કોમ્યુનિટીઝ છે, જે લોકોને મોટા સમુદાય સાથે કનેક્ટ કરવાની મંજૂરી આપશે. આ સિવાય Meta ની માલિકીની આ મેસેજિંગ એપ 4 વધુ ફીચર્સ લોન્ચ કરવાની છે.

આ પણ વાંચો: Tech Tips: ચોરાયેલા ફોનને શોધી આપશે ગૂગલની આ એપ, જાણો કેવી રીતે કરશે કામ?

આ પણ વાંચો: Maharashtra Politics: રાજ ઠાકરેનું અલ્ટીમેટમ, 3 મે સુધીમાં મસ્જિદમાંથી લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો હિન્દુ જવાબ આપવા તૈયાર રહે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">