Tech News: Twitterના એડિટ બટન પર કામ શરૂ, સ્ક્રીનશોટમાં જુઓ કેવું હશે નવું Edit Button

નવા ડેવલપમેન્ટથી જાણવા મળ્યું છે કે ટ્વિટર બેકએન્ડમાં કેટલાક ફેરફારો કરી રહ્યું છે જે યુઝર્સ દ્વારા એડિટ કરતા પહેલા ટ્વીટ્સના અગાઉના સેટને જાળવી રાખશે. આ માહિતી સંશોધક જેન મંચુન વોંગ દ્વારા શેર કરવામાં આવી હતી.

Tech News: Twitterના એડિટ બટન પર કામ શરૂ, સ્ક્રીનશોટમાં જુઓ કેવું હશે નવું Edit Button
Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 2:33 PM

ટ્વિટર (Twitter)નું ‘એડિટ બટન’ (Edit Button) ફીચર ઘણા સમયથી ચર્ચામાં છે. ટ્વિટરે તેના એડિટ ટ્વીટ ફીચર પર કામ કરવાનું શરૂ કરી દીધું છે, જેની લોકો વર્ષોથી તેના પ્લેટફોર્મ પર રાહ જોઈ રહ્યા હતા. પરંતુ નવા ડેવલપમેન્ટથી જાણવા મળ્યું છે કે ટ્વિટર બેકએન્ડમાં કેટલાક ફેરફારો કરી રહ્યું છે, જે યુઝર્સ દ્વારા એડિટ કરતા પહેલા ટ્વીટ્સના અગાઉના સેટને જાળવી રાખશે. આ માહિતી સંશોધક જેન મંચુન વોંગ દ્વારા શેયર કરવામાં આવી હતી. જેમણે ટ્વીટ કર્યું હતું કે સંપાદન બટનમાં ‘અપરિવર્તનશીલ’ ગુણવત્તા હોઈ શકે છે. અમે હજુ પણ જાણતા નથી કે તમારા ટ્વીટની એડિટ હિસ્ટ્રી જાહેર જનતા માટે ફ્રંટ-એન્ડ કેવું દેખાશે,

તેમણે કહ્યું. વોંગનું કહેવું છે કે શરૂઆતમાં આ એડિટ બટન ફક્ત ટ્વિટર બ્લુ યુઝર્સ માટે જ ઓફર કરવામાં આવી શકે છે અને આવનારા સમયમાં આ ફીચર દરેક માટે લાવવાની અપેક્ષા છે. ઘણા લોકોએ જેનની પોસ્ટ પર કમેન્ટ્સ કરી પોતાના વિચાર શેયર કર્યા કે કેવી રીતે ટ્વિટરના એન્જિનિયરો દ્વારા એડિટ ટ્વીટ ફંક્શનનો ઉપયોગ અથવા ડિઝાઈન કરવી જોઈએ. દરમિયાન, એપ્લિકેશન સંશોધક એલેસાન્ડ્રો પલુઝીએ પણ નવા એડિટ બટનનો સ્ક્રીનશોટ ટ્વીટ કર્યો અને ટ્વિટર પર લાઈવ હોવાનું જોવા મળતા ફિચરના સંભવિત દેખાવને ટીઝ કર્યો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સ્ક્રીનશોટમાં પલુઝી બતાવે છે કે કેવી રીતે ‘ટ્વીટ એડિટ કરવી’ વિકલ્પ તમારા ટ્વીટની જમણી બાજુના ત્રણ-બિંદુના મેનૂમાં દેખાઈ શકે છે. થોડા દિવસો પહેલા ટ્વિટરે એડિટ ટ્વીટ ફીચર પર કામ કરવાના સમાચાર શેયર કર્યા હતા. જાહેરાત પહેલાં એલોન મસ્ક માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ પર એક પોલ ચલાવ્યો, જ્યાં મોટાભાગના લોકોએ વિકલ્પની તરફેણમાં મતદાન કર્યું. પરંતુ ટ્વીટરે આ સુવિધા વિશેની વિગતોની સત્તાવાર પુષ્ટિ કરી અને ઉલ્લેખ કર્યો છે કે તે ટૂલ પર ગત વર્ષથી કામ કરી રહ્યું છે, નહીં કે મસ્કના જાહેર મતદાન પછીથી.

આ પણ વાંચો: Tech Tips: WhatsApp યુઝર્સ માટે જલ્દી આવી રહ્યું છે Last Seen સાથે જોડાયેલું આ જરૂરી ફિચર

આ પણ વાંચો: Himachal Pradesh: ઉનામાં યતિ સત્યદેવાનંદ સરસ્વતીનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું મુસ્લિમોની વધતી વસ્તી વચ્ચે હિન્દુઓએ વધુ બાળકો પેદા કરવા જોઈએ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">