Tech News: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કેવી રીતે કરે છે કામ, Koo એ અલ્ગોરિધમ કર્યું સાર્વજનિક

ઘરેલું એપ કુ (Koo App) એ એક ઐતિહાસિક પગલું ભરતા પોતાના મૂળ અલ્ગોરિધમ્સને સાર્વજનિક કર્યું છે. તેનાથી આ સ્વદેશી એપ્લિકેશન પોતાની અલ્ગોરિધમ્સ અને તેના કામ કરવાની રીતને રજૂ કરનાર પહેલી મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે.

Tech News: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કેવી રીતે કરે છે કામ, Koo એ અલ્ગોરિધમ કર્યું સાર્વજનિક
Koo (Social Media)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 9:20 AM

આજકાલ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા (Social Media)નો ઉપયોગ કરે છે, પરંતુ જો કોઈને પૂછવામાં આવે કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કામ કેવી રીતે કરે છે, એટલે કે, તે કેવી રીતે નક્કી કરે છે કે કયા વપરાશકર્તાની ટાઈમલાઈન પર કેવા પ્રકારનું કન્ટેન્ટ બતાવવું, કઈ જાહેરાતો કયા વપરાશકર્તાને બતાવવી ? તો ભાગ્યે જ કોઈ પાસે તેનો જવાબ હશે. ઘરેલું એપ કુ (Koo App)એ એક ઐતિહાસિક પગલું ભરતા પોતાના મૂળ અલ્ગોરિધમ્સને સાર્વજનિક કર્યું છે. તેનાથી આ સ્વદેશી એપ્લિકેશન પોતાની અલ્ગોરિધમ્સ અને તેના કામ કરવાની રીતને રજૂ કરનાર પહેલી મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે. આ પગલું વપરાશકર્તાઓના હિત પર કેન્દ્રિત છે અને પ્લેટફોર્મની પારદર્શિતા અને નિષ્પક્ષતા માટે Koo એપની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

તે વપરાશકર્તાઓને તે જાણવાનો અધિકાર આપે છે કે તેઓ શા માટે કોઈપણ સામગ્રી જોઈ રહ્યાં છે. આ અલ્ગોરિધમ્સ પર માર્ચ 2022 થી કામ ચાલી રહ્યું હતું. આ અલ્ગોરિધમ્સ ગાણિતિક નિયમોનો સમૂહ છે જે વપરાશકર્તાઓને તેમના વ્યવહાર અને પ્રાથમિકતાઓના આધારે તેમના અનુભવોને કસ્ટમાઇઝ અને ઑપ્ટિમાઇઝ કરવામાં મદદ કરે છે. આ અલ્ગોરિધમ્સનો મૂળ સિદ્ધાંત વપરાશકર્તાઓ માટે સુસંગતતાને પ્રોત્સાહન આપવાનો છે.

Koo એપ્લિકેશન ફીડ, ટ્રેન્ડિંગ હેશટેગ્સ (#), લોકોની ભલામણો અને નોટિફિકેશન જેવા ચાર મુખ્ય અલ્ગોરિધમ્સના પ્રમુખ વેરિએબલ્સની ચર્ચા કરે છે આ ચાર અલ્ગોરિધમ્સ યુઝર્સ દ્વારા જોવા અને ઉપયોગ કરવામાં આવતા કંન્ટેન્ટના પ્રકારને નક્કી કરે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ સંદર્ભમાં, કૂ એપના સહ-સ્થાપક, મયંક બિદાવતકાએ જણાવ્યું હતું કે, “અમે અમારા મુખ્ય હિતધારકો એટલે કે વપરાશકર્તાઓ અને ક્રિએટર્સ પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. વપરાશકર્તાઓ માટે યોગ્ય ક્રિએટર્સ શોધવા અને સર્જકોને યોગ્ય વપરાશકર્તાઓ સુધી પહોંચવામાં મદદ કરવી મહત્વપૂર્ણ છે.

અમારા અલ્ગોરિધમ્સ આ હાંસલ કરવામાં મદદ કરે છે અને વપરાશકર્તાઓની સુસંગતતાને ધ્યાનમાં રાખીને ઘણા અનુભવોને કસ્ટમાઇઝ પણ કરે છે. અમે પારદર્શિતાને અમારી અટલ માન્યતા તરીકે લઈએ છીએ. અમારા અલ્ગોરિધમ્સને સાર્વજનિક કરીને વપરાશકર્તાઓને એ સમજાવાની દિશામાં એક પગલું ભરી રહ્યા છીએ કે અમે સુસંગતતા કેવી રીતે વધારીએ છીએ.

આ પણ વાંચો: Tech News: સરકારની Paytm સાથે ભાગીદારી, યુઝર્સ લઈ શકશે આયુષ્માન ભારત યોજનાનો ફાયદો, જાણો કેવી રીતે?

આ પણ વાંચો: Tech News : WhatsApp iOS યુઝર્સને મળશે ગ્રુપ પોલ ફિચર, જાણો કેવી રીતે કરશે કામ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">