AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: તમારા પાન કાર્ડ પર અન્ય કોઈએ તો નથી લીધીને લોન?, આ ઓનલાઈન રીતથી કરો ચેક

PAN Card Loan Fraud: આવા મોટા ભાગના કિસ્સાઓમાં, સ્કેમર્સ માલિકની જાણ વગર પાન કાર્ડ(PAN Card)ની મદદથી લોન લે છે. તેથી, જો તમારી પાસે પણ પાન કાર્ડ છે, તો તમે આવી જાળમાં ફસાઈ શકો છો. ચાલો જાણીએ કે તમારા પાન કાર્ડને કેવી રીતે ચેક કરી શકો છો.

Tech Tips: તમારા પાન કાર્ડ પર અન્ય કોઈએ તો નથી લીધીને લોન?, આ ઓનલાઈન રીતથી કરો ચેક
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 9:44 AM
Share

પાન કાર્ડ (PAN Card)એ આવશ્યક દસ્તાવેજોમાંનું એક છે અને જો કોઈ તમારા પાન કાર્ડનો દુરુપયોગ કરે તો શું? અભિનેતા રાજકુમાર રાવ (Actor Rajkumar Rao)સાથે જોડાયેલો આવો જ એક કિસ્સો થોડા દિવસો પહેલા સામે આવ્યો છે. અભિનેતાએ જણાવ્યું કે કેવી રીતે તેના પાન કાર્ડનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને ફિનટેક એપ્સની મદદથી વ્યક્તિગત લોન લેવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં તેણે આ માહિતી આપી હતી. રાજકુમાર રાવે જણાવ્યું કે કેવી રીતે કોઈ વ્યક્તિએ તેના પાન કાર્ડનો ઉપયોગ કરીને 2500 રૂપિયાની લોન (Loan) લીધી છે, જેના કારણે તેનો CIBIL સ્કોર પ્રભાવિત થયો છે. થોડા દિવસ પહેલા સની લિયોને પણ આવી જ ફરિયાદ નોંધાવી હતી.

છેલ્લા કેટલાક દિવસોમાં ઓનલાઈન સ્કેમમાં વધારો થયો છે. આવા કિસ્સાઓમાં સ્કેમર્સ નોન-પર્સનને ટાર્ગેટ બનાવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે તમારી સાથે થઈ શકે નહીં. આવા મોટા ભાગના કિસ્સાઓમાં, સ્કેમર્સ માલિકની જાણ વગર પાન કાર્ડની મદદથી લોન લે છે. તેથી, જો તમારી પાસે પણ પાન કાર્ડ છે, તો તમે આવી જાળમાં ફસાઈ શકો છો. ચાલો જાણીએ કે તમારા પાન કાર્ડને કેવી રીતે ચેક કરી શકો છો.

તમારો CIBIL સ્કોર તપાસો

પ્રથમ અને સૌથી સહેલો રસ્તો છે તમારો CIBIL સ્કોર ચેક કરવાનો. તમે આને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ CIBIL, Equifax, Experian અથવા CRIF હાઈ માર્ક દ્વારા ચકાસી શકો છો. CIBIL સ્કોર ચેક કરીને તમે જાણી શકો છો કે તમારા નામે કોઈ લોન છે કે નહીં.

Paytm મદદ કરશે

બીજી રીત એ છે કે ફિનટેક પ્લેટફોર્મની મદદ લેવી. એટલે કે, તમે Paytm અથવા પોલિસી બજાર જેવા કોઈપણ પ્લેટફોર્મ પરથી શોધી શકો છો કે તમારા પાન કાર્ડ પર કોઈ લોન છે કે નહીં. આ પ્લેટફોર્મ્સ પર, તમને નાણાકીય અહેવાલો તપાસવાનો વિકલ્પ મળે છે. અહીંથી તમે તમારા CIBIL સ્કોર અને લોનની વિગતો સરળતાથી મેળવી શકો છો.

Form 26A તપાસો

ત્રીજી રીત Form 26A તપાસવાની છે. એટલે કે, તમારા પાન કાર્ડ પર કોઈ અન્ય વ્યક્તિએ લોન લીધી છે કે નહીં, તમે Form 26A પરથી ચેક કરી શકો છો. આ આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક ટેક્સ સ્ટેટમેન્ટ છે. તેમાં તમારા આવકવેરા રિટર્ન રેકોર્ડ્સ અને તમારા પાન કાર્ડ દ્વારા થયેલા અન્ય નાણાકીય વ્યવહારોની વિગતો શામેલ છે. આ રીતે તમે જાણી શકો છો કે તમારા પાન કાર્ડ સામે કોઈ અન્ય વ્યક્તિએ લોન લીધી છે કે નહીં.

આ પણ વાંચો: Tech Tips: અનેક GB ડેટા યુઝ કરે છે WhatsApp વીડિયો અને વોઈસ કોલિંગ, બચાવો છે ડેટા તો ફોલો કરો આ ટીપ્સ

આ પણ વાંચો: PM મોદીએ કહ્યું, ખેડૂત ભાઈ-બહેનો પર દેશને ગર્વ, તેઓ સશક્ત થશે તો નવું ભારત સમૃદ્ધ થશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">