AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: અનેક GB ડેટા યુઝ કરે છે WhatsApp વીડિયો અને વોઈસ કોલિંગ, બચાવો છે ડેટા તો ફોલો કરો આ ટીપ્સ

આજે અમે તમને એક એવી રીત જણાવી રહ્યા છીએ જેના દ્વારા વોટ્સએપ (WhatsApp) પર વોઈસ અને વીડિયો કોલિંગ કર્યા પછી પણ તમારો ડેટા વધારે યુઝ થશે નહીં.

Tech Tips: અનેક GB ડેટા યુઝ કરે છે WhatsApp વીડિયો અને વોઈસ કોલિંગ, બચાવો છે ડેટા તો ફોલો કરો આ ટીપ્સ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 8:10 AM
Share

વોટ્સએપ (WhatsApp)નો ઉપયોગ આજે સામાન્ય બની ગયો છે. મેસેજિંગ હોય કે વીડિયો કૉલિંગ અને વૉઇસ કૉલિંગ અથવા તો ડૉક્યુમેન્ટ્સ મોકલવા, બધું જ અહીંથી સરળતાથી થઈ જાય છે. હવે વોટ્સએપ પેમેન્ટ પણ શરૂ થઈ ગયું છે. પરંતુ શું તમે જાણો છો કે WhatsApp વોઈસ અને વીડિયો કોલિંગમાં ઘણો ડેટા યુઝ (Data Use)થઈ જાય છે. હા, તમને ખબર પણ નહીં હોય અને તમે WhatsApp વૉઇસ અને વીડિયો કૉલિંગ દ્વારા વધુ ડેટા ખર્ચો છો. પરંતુ તમે આને થતું અટકાવી શકો છો. આજે અમે તમને એક એવી રીત જણાવી રહ્યા છીએ જેના દ્વારા વોટ્સએપ પર વોઈસ અને વીડિયો કોલિંગ કર્યા પછી પણ તમારો ડેટા વધારે ખર્ચાશે નહીં.

Android યુઝર્સ આ સ્ટેપ્સને કરો ફોલો

સૌથી પહેલા તમારે WhatsApp પર જવું પડશે. પછી ઉપર જમણી બાજુએ તમને ત્રણ ડોટ્સ દેખાશે. આના પર ટેપ કરો. ત્યારપછી તમારે Settings ના ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે. તે પછી સ્ટોરેજ અને ડેટા વિકલ્પ પર જાઓ. ત્યારપછી કોલ ઓપ્શનમાં જઈને તમારે Less Data Option ઓન કરવું પડશે.

iPhone યુઝર્સ આ સ્ટેપ્સને કરો ફોલો

સૌથી પહેલા તમારે WhatsApp પર જવું પડશે. ત્યારપછી તમારે Settings ના ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે. આ પછી તમારે મેનુમાં જઈને સ્ટોરેજ અને ડેટાના વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ નેટવર્ક વિભાગમાં જઈને Use Less Data For Calls વિકલ્પ પસંદ કરો.

WhatsApp પર કેટલો ડેટા થાય છે યુઝ

એક રિપોર્ટ અનુસાર, જો તમે WhatsApp પર એક મિનિટનો કોલ કરો છો, તો તેમાં 720kb ડેટાનો ઉપયોગ થાય છે. જો જોવામાં આવે તો તે વધારે લાગતું નથી, પરંતુ જે રીતે આપણે કલાકો સુધી વાત કરીએ છીએ તે મુજબ આ ડેટા ઘણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ઉપર આપેલા સ્ટેપ્સને અનુસરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

આ પણ વાંચો: Tech News : વ્હોટ્સએપમાં પોલથી લઈને મેસેજ રિએક્શન સુધી આ ટોપ ફિચર્સ આવી રહ્યા છે, જાણો તમામ માહિતી

આ પણ વાંચો: Google Maps દ્વારા લોન્ચ કરવામાં આવ્યું ન્યુ ફીચર, જાણો તમામ માહિતી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
લખનઉ ઘટનાના પડઘા સુરતમાં પડ્યા,ટ્યુશન ક્લાસથી હોસ્પિટલ સુધી સઘન ચેકિંગ
લખનઉ ઘટનાના પડઘા સુરતમાં પડ્યા,ટ્યુશન ક્લાસથી હોસ્પિટલ સુધી સઘન ચેકિંગ
સાપુતારામાં આહલાદક વાતાવરણ, પહાડો પર ધુમ્મસની ચાદર, જુઓ Video
સાપુતારામાં આહલાદક વાતાવરણ, પહાડો પર ધુમ્મસની ચાદર, જુઓ Video
સચિવને 1 લાખનો દંડ! હાઇકોર્ટની લાલ આંખ, Watch video
સચિવને 1 લાખનો દંડ! હાઇકોર્ટની લાલ આંખ, Watch video
ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
g clip-path="url(#clip0_868_265)">