AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Refund : આવકવેરા વિભાગે 11 ઓક્ટોબર સુધી કરદાતાઓને 84,781 કરોડ રૂપિયા રિફંડ આપ્યું

આવકવેરા વિભાગે ટ્વિટ કરીને કહ્યું કે, "CBDT એ 1 એપ્રિલ, 2021 અને 11 ઓક્ટોબર, 2021 ની વચ્ચે 59.51 લાખથી વધુ કરદાતાઓને 84,781 કરોડ રૂપિયાથી વધુ રિફંડ આપ્યું છે.

ITR Refund : આવકવેરા વિભાગે 11 ઓક્ટોબર સુધી કરદાતાઓને 84,781 કરોડ રૂપિયા રિફંડ આપ્યું
Income tax refunds
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 8:21 AM
Share

આવકવેરા વિભાગે(Income Tax Department) ચાલુ નાણાકીય વર્ષ (2021-22) માં 11 ઓક્ટોબર સુધી 59.51 લાખથી વધુ કરદાતાઓને 84,781 કરોડ રૂપિયાથી વધુની રકમ રિફંડ આપી છે. આ આંકડો 1 એપ્રિલ 2021 અને 11 ઓક્ટોબર 2021 ની વચ્ચે કરવામાં આવેલા રિફંડનો છે. આ રકમમાં પર્સનલ ઇન્કમટેક્સ રિફંડ રૂ 22,214 કરોડ હતું જ્યારે કોર્પોરેટ્સનું ટેક્સ રિફંડ 62,567 કરોડ હતું.

આવકવેરા વિભાગે ટ્વિટ કરીને કહ્યું કે, “CBDT એ 1 એપ્રિલ, 2021 અને 11 ઓક્ટોબર, 2021 ની વચ્ચે 59.51 લાખથી વધુ કરદાતાઓને 84,781 કરોડ રૂપિયાથી વધુ રિફંડ આપ્યું છે. 57,83,032 કેસોમાં રૂ. 22,214 કરોડનું આવકવેરા રિફંડ જારી કરવામાં આવ્યું છે. અને કોર્પોરેટમાં 1,67,718 કેસમાં 62,567 કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે છેલ્લા નાણાકીય વર્ષ 2020-21 માં આવકવેરા વિભાગે 2.38 કરોડ કરદાતાઓને 2.62 લાખ કરોડના ટેક્સ રિફંડ જારી કર્યા હતા. આ નાણાકીય વર્ષ 2019-20માં જારી કરવામાં આવેલા 1.83 લાખ કરોડ રૂપિયાના રિફંડ કરતા 43.2 ટકા વધારે છે.

નવા પોર્ટલ પર બે કરોડથી વધુ ITR ફાઇલ થયા આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2020-21 માટે અત્યાર સુધીમાં બે કરોડથી વધુ ITR ફાઇલ કરવામાં આવ્યા છે અને નવા IT પોર્ટલની કામગીરીને લગતી સમસ્યાઓને મોટા પ્રમાણમાં હલ કરવામાં આવી છે. CBDT એ કરદાતાઓને નાણાંકીય વર્ષ 2020-21 (એપ્રિલ 2020-માર્ચ 2021) માટે આવકવેરા રિટર્ન વહેલી તકે ફાઇલ કરવાની અપીલ કરતા કહ્યું કે તમામ ITRs ઇ-ફાઇલિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

દેશની અગ્રણી સોફ્ટવેર સર્વિસ કંપની ઇન્ફોસિસના એમડી અને સીઇઓ સલીલ પારેખે, જેઓ આવકવેરા રિટર્નના નવા આઇટી પોર્ટલમાં ટેકનિકલ ખામીઓને કારણે ટીકાઓનો સામનો કરી રહ્યા છે જણાવ્યું હતું કે તેમની કંપની દ્વારા વિકસિત નવું પોર્ટલ સતત સુધરી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કરદાતાઓની ચિંતાઓ સતત દૂર કરવામાં આવી રહી છે. બીજા ક્વાર્ટરના કંપનીના પરિણામો જાહેર કર્યા બાદ પારેખે જણાવ્યું હતું કે, અમે આવકવેરા પ્રણાલીમાં સતત સુધારો જોઈ રહ્યા છીએ. . આજે આવકવેરા રિટર્ન ફોર્મ 1 થી 7 બધા કામ કરી રહ્યા છે. મોટાભાગના વૈધાનિક સ્વરૂપો સિસ્ટમ પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : Forbes Ranking : દેશમાં નોકરી કરવા માટે Reliance Industries શ્રેષ્ઠ સ્થાન, જાણો વૈશ્વિક સ્તરે અન્ય ભારતીય કંપનીઓની શું છે સ્થિતિ

આ પણ વાંચો : Petrol Diesel Price Today: ભડકે બળતા ભાવની આગ ક્યારે ઠરશે?આજે પણ મોંઘા થયા પેટ્રોલ – ડીઝલ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">