AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Forbes Ranking : દેશમાં નોકરી કરવા માટે Reliance Industries શ્રેષ્ઠ સ્થાન, જાણો વૈશ્વિક સ્તરે અન્ય ભારતીય કંપનીઓની શું છે સ્થિતિ

RIL એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોવિડ -19 રોગચાળા દરમિયાન સૌથી ખરાબ સમયમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરવી મહત્વપૂર્ણ છે. કોવિડના ખરાબ સમયમાં રિલાયન્સે સુનિશ્ચિત કર્યું કે કોઈ કર્મચારીનો પગાર કાપવામાં ન આવે અને તે નોકરીની ચિંતા કર્યા વગર કામ કરી શકતો હતો.

Forbes Ranking : દેશમાં નોકરી કરવા માટે Reliance Industries શ્રેષ્ઠ સ્થાન, જાણો વૈશ્વિક સ્તરે અન્ય ભારતીય કંપનીઓની શું છે સ્થિતિ
Mukesh Ambani - Chairman , RIL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 7:56 AM

દેશના સૌથી મોટા કારોબારી (Mukesh Ambani)ની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(Reliance Industries ltd)ને ફોર્બ્સ (Forbes) દ્વારા બહાર પાડવામાં આવેલ વર્ષ 2021 માટે વિશ્વના શ્રેષ્ઠ નોકરીદાતાઓની વાર્ષિક યાદી(Forbes Worlds Best Employers rankings 2021)માં દેશમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. ફોર્બ્સ રેન્કિંગ મુજબ રિલાયન્સ વૈશ્વિક સ્તરે 52 મા સ્થાને છે. આ યાદીમાં કુલ 750 કોર્પોરેટરોને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં ફિલિપ્સ, ફાઇઝર અને ઇન્ટેલનો સમાવેશ થાય છે.

આ યાદીમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) 119 મા ક્રમે અને લાર્સન એન્ડ ટુબ્રો (L&T) 127 મા ક્રમે છે જ્યારે ઇન્ફોસિસ 588 મા અને ટાટા ગ્રુપ 746 મા સ્થાને છે. LIC ને 504 મો ક્રમ અપાયો છે. આ રેન્કિંગ એક વ્યાપક સર્વેક્ષણ પર આધારિત છે જેમાં કર્મચારીઓ તેમના એમ્પ્લોયરોને સંખ્યાબંધ મુદ્દાઓ પર રેટ કરે છે.

સેમસંગ યાદીમાં સૌથી ઉપર દક્ષિણ કોરિયાના સેમસંગે વૈશ્વિક રેન્કિંગમાં શ્રેષ્ઠ નોકરીદાતા હોવાનો ખિતાબ જીત્યો છે. બીજાથી સાતમા સ્થાને અમેરિકન કંપનીઓ છે જેમાં આઇબીએમ, માઇક્રોસોફ્ટ, એમેઝોન, એપલ, આલ્ફાબેટ અને ડેલ ટેકનોલોજી જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. યાદીમાં હુવેઇ 8 માં નંબરે છે જે ટોપ 10 માં એકમાત્ર ચીની કંપની છે.

ઈન્સ્ટાગ્રામ પર છવાયો વૈભવ સૂર્યવંશીનો જાદુ
અભિનેત્રીએ કરોડો રુપિયાની નવી લક્ઝરી કાર ખરીદી, જુઓ ફોટો
High Blood Pressure ના શરૂઆતી લક્ષણ કયા છે ? દરેકે જાણવા જરૂરી
અર્જુન રામપાલના પરિવાર વિશે જાણો
Electricity meter : વીજળીના મીટરમાં ઝબકતી લાઇટનો અર્થ શું છે, તમે નહીં જાણતા હોવ
Wife on Rent : ભારતમાં અહીં ભાડે મળે છે પત્ની, વિશ્વાસ ન થતો હોય તો જોઈ લો

1.5 લાખ કર્મચારીઓનો સર્વે કરવામાં આવ્યો હતો ફોર્બ્સે માર્કેટ રિસર્ચ કંપની સ્ટેટિસ્ટા સાથે મળીને વિશ્વના શ્રેષ્ઠ નોકરીદાતાઓની વાર્ષિક યાદી તૈયાર કરી છે. રેન્કિંગ નક્કી કરવા માટે સ્ટેટિસ્ટાએ બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાઓમાં કામ કરતા 58 દેશોના 1.5 લાખ કર્મચારીઓનો સર્વે કર્યો.

કપરા સમયમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરવી મહત્વપૂર્ણ છે – RIL RIL એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોવિડ -19 રોગચાળા દરમિયાન સૌથી ખરાબ સમયમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરવી મહત્વપૂર્ણ છે. કોવિડના ખરાબ સમયમાં રિલાયન્સે સુનિશ્ચિત કર્યું કે કોઈ કર્મચારીનો પગાર કાપવામાં ન આવે અને તે નોકરીની ચિંતા કર્યા વગર કામ કરી શકતો હતો.

રિલાયન્સે કહ્યું કે તેણે રોગચાળા દરમિયાન કર્મચારીઓની સારવાર અને તેમના પરિવારોની રસીકરણની પણ સંપૂર્ણ કાળજી લીધી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને અગાઉ ‘ગ્રેટ પ્લેસ ટુ વર્ક ઇન્સ્ટિટ્યૂટ’નું બિરુદ પણ મળ્યું હતું અને તે લિંક્ડઇનની ટોચની કંપનીઓની યાદીનો પણ એક ભાગ રહી છે.

RIL નું માર્કેટ કેપ 17 લાખ કરોડને પાર કરે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ17 લાખ કરોડને પાર કરી ગયું છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મૂલ્યવાન કંપનીના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 35.83 ટકાનો ઉછાળો આવ્યો છે. ગુરુવારે શેર 0.15 ટકાના વધારા સાથે બંધ થયો હતો.

આ પણ વાંચો : Petrol Diesel Price Today: ભડકે બળતા ભાવની આગ ક્યારે ઠરશે?આજે પણ મોંઘા થયા પેટ્રોલ – ડીઝલ

આ પણ વાંચો : Income Tax: કર્મચારી WORK FROM HOME કરતાં હોય તો HRA કેવી રીતે Claim કરી શકાય? જાણો શું છે નિયમ

g clip-path="url(#clip0_868_265)">