ITR Filing Last Day : આજે છેલ્લો દિવસ, Advance Tax જમા નહિ કરનારને આવતીકાલથી ભરવો પડશે દંડ, જાણો રિટર્ન ફાઈલ કરવાની રીત
જો તમે ઉપરોક્ત કેટેગરીમાં આવો છો તો તમારી પાસે આજે છેલ્લી તક છે. આ તારીખ સુધીમાં એડવાન્સ ટેક્સ ભરો અન્યથા પછીથી દંડ ભરવો પડી શકે છે. આવકવેરા વિભાગ અગાઉથી તારીખ નક્કી કરે છે.
નાણાકીય વર્ષ 2022-23 માટે એડવાન્સ ઇન્કમટેક્સ(Income Tax) ફાઇલ કરવાનો છેલ્લો દિવસ(ITR Filing Last Day) આજે 15મી જૂન છે. આવતીકાલથી તમને એડવાન્સ ટેક્સ ભરવાની તક નહીં મળે. તેથી વિલંબ ન કરો વહેલી તકે આ કામ તાત્કાલિક પૂર્ણ કરો. આવકવેરાદાતાએ એડવાન્સ ટેક્સ(Advance Tax)નો પ્રથમ હપ્તો 15મી જૂન સુધીમાં ચૂકવવાનો રહેશે. આજે તેની અંતિમ તારીખ છે. આવકવેરા વિભાગે ટ્વીટ કરીને ટેક્સ રિટર્નની અંતિમ તારીખ વિશે જણાવ્યું છે. ટ્વિટમાં લખ્યું હતું કે ‘ફાસ્ટ ફોરવર્ડ પ્રોગ્રેસ, ફાસ્ટ ફોરવર્ડ નેશન્સ ગ્રોથ. નાણાકીય વર્ષ 2022-23 માટે એડવાન્સ ટેક્સ રિટર્નનો પ્રથમ હપ્તો ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 જૂન, 2022 છે. તો ઉતાવળ કરો અને આજે જ આ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરો.
आपका योगदान सभी क्षेत्रों में विकास का मार्ग प्रशस्त करता है। वित्तीय वर्ष 2022-23 के लिए, आप भी अपने आयकर की कुल अग्रिम राशि का 15 प्रतिशत 15 जून, 2022 तक अवश्य अदा करें ।#AdvanceTax #ITD pic.twitter.com/NgEprG5XJK
— Income Tax India (@IncomeTaxIndia) June 14, 2022
દરેક વ્યક્તિએ એડવાન્સ ટેક્સ ભરવો પડતો નથી. આ શ્રેણીમાં આવતા ઓછા લોકો છે. ખરેખર, આવકવેરો એડવાન્સ ટેક્સ હેઠળ હપ્તામાં ચૂકવવામાં આવે છે. આ કામ ટેક્સ ભરવાની છેલ્લી તારીખે અથવા તે પહેલાં પૂર્ણ કરવાનું રહેશે. એડવાન્સ ટેક્સની નિયત તારીખ અને હપ્તા આવકવેરા વિભાગ દ્વારા નક્કી કરવામાં આવે છે.
કોણે એડવાન્સ ટેક્સ ભરવાનો હોય છે?
આ કેટેગરીમાં કંપનીઓ, કોર્પોરેટ, પગારદાર કર્મચારીઓ અને કેટલાક અન્ય લોકોનો સમાવેશ થાય છે જેમની TDS અથવા TCS બાદ રૂ. 10,000 કે તેથી વધુની ટેક્સ જવાબદારી હોય છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ અથવા સીબીડીટી અનુસાર, આવા લોકોએ એડવાન્સમાં ટેક્સ ચૂકવવો પડશે. આને એડવાન્સ ટેક્સ કહેવાય છે.
એડવાન્સ ટેક્સ કેવી રીતે ભરવો?
- તમે https://www.tin-nsdl.com/services/oltas/e-pay.html પર એડવાન્સ ટેક્સ ઑનલાઇન ચૂકવી શકો છો
- “ઈ-પેમેન્ટ: ટેક્સ ઓનલાઈન ચૂકવો” વિભાગ પર જાઓ અને “ઓનલાઈન ટેક્સ ભરવા માટે ક્લિક કરો” પસંદ કરો.
- તમને “ટેક્સનું ઈ પેમેન્ટ ” પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે
- એડવાન્સ ટેક્સ અને સેલ્ફ એસેસમેન્ટ ટેક્સની ચુકવણી માટે તમારે “ચલણ નંબર/ITNS 280” પસંદ કરવાની જરૂર છે અને આગળ વધો પર ક્લિક કરો.
- તમારે “ટેક્સ એપ્લીકેબલ”, “પાઇપ ઓફ પેમેન્ટ” અને “મોડ ઓફ પેમેન્ટ” પસંદ કરવો પડશે
- પછી તમારે PAN અને આકારણી વર્ષ જેવી વિગતો દાખલ કરવી પડશે
- તમારે તમારા સરનામાની વિગતો દાખલ કરવાની જરૂર છે
જો તમે ઉપરોક્ત કેટેગરીમાં આવો છો તો તમારી પાસે આજે છેલ્લી તક છે. આ તારીખ સુધીમાં એડવાન્સ ટેક્સ ભરો અન્યથા પછીથી દંડ ભરવો પડી શકે છે. આવકવેરા વિભાગ અગાઉથી તારીખ નક્કી કરે છે. તેથી ન ભરવા માટે કોઈ બહાનું રહેશે નહીં. નિયત તારીખ સુધીમાં એડવાન્સ ટેક્સ ચૂકવવામાં નિષ્ફળતા કરદાતાની મોટી ભૂલ ગણી શકાય.