યુવરાજ સિંહે ક્રિકેટમાં પાછા ફરવાની ઇચ્છા સાથે સૌરવ ગાંગુલી અને જય શાહને લખ્યો પત્ર, BCCIના નિયમો માંથી પસાર થવુ મુશ્કેલ

યુવરાજ સિંહે ક્રિકેટમાં પાછા ફરવાની ઇચ્છા સાથે સૌરવ ગાંગુલી અને જય શાહને લખ્યો પત્ર, BCCIના નિયમો માંથી પસાર થવુ મુશ્કેલ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ક્રિકેટમાં પરત ફરવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને પત્ર લખ્યો હતો. પત્ર દ્રારા જણાવ્યુ છે કે તેઓ પંજાબ તરફથી રમવા માંગે છે. પરંતુ BCCIના નિયમો તેમના માટે સૌથી મોટા અવરોધ સમાન છે. આ મામલે BCCIના અધિકારીએ કહ્યું હતું કે બોર્ડને આ બાબતનો અંતિમ નિર્ણય લેવાનો અધિકાર છે. […]

Avnish Goswami

| Edited By: TV9 Webdesk11

Sep 10, 2020 | 6:00 AM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ક્રિકેટમાં પરત ફરવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને પત્ર લખ્યો હતો. પત્ર દ્રારા જણાવ્યુ છે કે તેઓ પંજાબ તરફથી રમવા માંગે છે. પરંતુ BCCIના નિયમો તેમના માટે સૌથી મોટા અવરોધ સમાન છે. આ મામલે BCCIના અધિકારીએ કહ્યું હતું કે બોર્ડને આ બાબતનો અંતિમ નિર્ણય લેવાનો અધિકાર છે. પરંતુ આમાં સૌથી મોટો અવરોધ બીસીસીઆઈના નિયમો છે. યુવરાજને માત્ર વન ટાઇમનો લાભ મળ્યો નથી, પરંતુ જૂન 2019 માં નિવૃત્ત થયા બાદથી તે પેન્શન પણ લઈ રહ્યો છે.

YUVARAJ SINH

BCCIના અધિકારીએ એમ પણ કહ્યું હતું કે જો યુવરાજ સિંહ ફરી એકવાર પંજાબ તરફથી રમે છે. તો તે ટીમના યુવા ખેલાડીઓ માટે સારું રહેશે કારણ કે તેમને ભારતીય ટીમના આ પૂર્વ ઓલરાઉન્ડર સાથે સમય પસાર કરવાની તક મળશે. બોર્ડના અધિકારીના કહેવા પ્રમાણે, જો યુવા ખેલાડીઓને યુવરાજ સિંહ જેવા અનુભવી ખેલાડી સાથે સમય પસાર કરવાની તક મળે, તો પંજાબ ટીમના યુવા ખેલાડીઓ માટે તે સારી વાત ચોક્કસ હોઈ શકે છે. પરંતુ યુવરાજે નિવૃત્તિ પછી ફક્ત વન ટાઇમ લાભ જ લીધો એટલુ જ નહીં, રીપોર્ટ અનુસાર તેમને આશરે 22,500 રૂપિયા પણ પેન્શન તરીકે આપવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

YUVARAJ SINH

જણાવી દઈએ કે યુવરાજસિંહે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહને વિનંતી કરી છે કે તેમને નિવૃત્તિમાંથી પાછા ફરવાની તક આપવામાં આવે. આ પત્રમાં તેમણે લખ્યું છે કે જો તે પંજાબ તરફથી રમે છે તો તે પછી તે કોઇ ગ્લોબલ T20 લીગમાં નહીં રમે. વર્ષ 2011ની વનડે વર્લ્ડ કપ જીતનો હીરો રહી ચૂકેલા યુવરાજસિંહે થોડા દિવસો પહેલા મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં શુભમન ગિલ, અભિષેક શર્મા, પ્રભસીમરન સિંહ અને અનમોલપ્રીત સિંઘ જેવા યુવા ખેલાડીઓને ટીપ્સ આપી હતી અને તેમને ક્રિકેટ સંબંધિત યુક્તિઓ વિશેની બારીક માહિતી પણ પુરી પાડી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

YUVARAJ SINH

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati